હરીશ મીનાશ્રુની કવિતા/ત્રિપદી: Difference between revisions
Jump to navigation
Jump to search
ત્રિપદી
(+1) |
(+1) |
||
Line 7: | Line 7: | ||
તેજકટારી તૃણની પત્તી | તેજકટારી તૃણની પત્તી | ||
માંહ્ય લીલોકચ સૂરજ સોઢે | માંહ્ય લીલોકચ સૂરજ સોઢે | ||
{{gap|3em}}૦ | |||
સરગમમાં તેતર ને સૂડા | સરગમમાં તેતર ને સૂડા | ||
વાજીંતર : રાતાં કેસૂડાં | વાજીંતર : રાતાં કેસૂડાં | ||
પલાશમાં ને ભીમપલાશમાં | પલાશમાં ને ભીમપલાશમાં | ||
ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા | ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા | ||
{{gap|3em}}૦ | |||
ગુંજાફળના દીપ પ્રજાળી | ગુંજાફળના દીપ પ્રજાળી | ||
જળઝીંગોર ઝરે દ્રુમડાળી | જળઝીંગોર ઝરે દ્રુમડાળી |
Latest revision as of 23:59, 26 February 2024
થરથર કેસરકિરણ પરોઢે
પ્રિયજન અરસપરસને ઓઢે
તેજકટારી તૃણની પત્તી
માંહ્ય લીલોકચ સૂરજ સોઢે
૦
સરગમમાં તેતર ને સૂડા
વાજીંતર : રાતાં કેસૂડાં
પલાશમાં ને ભીમપલાશમાં
ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા
૦
ગુંજાફળના દીપ પ્રજાળી
જળઝીંગોર ઝરે દ્રુમડાળી
મેઘફૂલથી તોળ્યા મઘમઘ
સવા વાલ કેવળ વનમાળી