હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૧૦: Difference between revisions
Jump to navigation
Jump to search
આનંત્યસંહિતા : ૧૦
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>''' | <center><big><big>'''આનંત્યસંહિતા : ૧૦'''</big></big></center> | ||
<poem> | |||
પરિઘનો પ્રવાસી | પરિઘનો પ્રવાસી | ||
ક્યાંય ન પહોંચવા માટે | ક્યાંય ન પહોંચવા માટે |
Latest revision as of 00:07, 27 February 2024
પરિઘનો પ્રવાસી
ક્યાંય ન પહોંચવા માટે
આરંભે છે યાત્રા
ને
શિથિલવિથિલ ને શ્લથ
વંચનાથી લથપથ
ઢળી પડે છે
દિનાંતે
ત્રિજ્યાની વીથિકાઓ વિતથ છે :
એ સ્થાપે છે
ભ્રમણ ઉપર ભ્રમણાનું આધિપત્ય
ને ઉથાપે છે નાભિનું સત્ય
હું
શૂન્યનો અધિષ્ઠાતા
વર્તુળનો અધિપતિ
સ્થિર ઊભો છું
કેન્દ્રમાં
– જ્યાં
નિરવધિ અવકાશ અને અગતિ
ઘનીભૂત થયાં છે
હું જન્માંતરોથી
તારી રાહ જોઈ રહ્યો છું
નિષ્પલક નેત્રે