મનીષા જોષીની કવિતા/હાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 24: Line 24:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મેખલાઅશ્વ
|previous = મેખલા
|next = પુરુષ
|next = અશ્વપુરુષ
}}
}}

Latest revision as of 00:30, 2 March 2024

હાથ

દેવી લક્ષ્મી,
તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને.
ન જોઈએ તારું ત્રિશૂળ કે શંખ કે તારી માળા.
હે હજાર હાથવાળી!
મને તારો કમળવાળો હાથ જોઈએ.
એ સુકુમાર કમળ જોયું છે ત્યા૨થી
મને કોઈ રાજકુમાર પણ નથી ગમતો.
પુખ્ત સુંદર દેહયષ્ટિ, એનું લાલિત્ય,
એની છટા, સૌરભ,
ખીલેલું એ કમળ જોઈએ મને.
અને તારો હાથ!
જે સદા યુવાન રાખે છે એને.
પાણીથી અલગ એ કમળ
અને તારા અંગથી અલગ એ હાથ ને
રેશમી કપડામાં વીંટાળી
સાચવીને મૂકી દઈશ.
દેવી લક્ષ્મી,
તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને!