છંદોલય ૧૯૪૯/સજ્જા: Difference between revisions
Jump to navigation
Jump to search
સજ્જા
(+1) |
m (Meghdhanu moved page છંદોલય ૧૯૪૯ /સજ્જા to છંદોલય ૧૯૪૯/સજ્જા without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 00:05, 23 March 2024
રે શી સજ્જા! પ્રિય, શિર પરે સિન્દૂરે રમ્ય રેખા
ને અંબોડે અલકલટમાં પુષ્પવેણીય ઝૂલે,
તારે કાને અધિકતર શોભા ધરી કર્ણફૂલે
ને ભાલે શી ટમક ટીલડી, ચન્દ્રની બીજલેખા;
તારે આંજ્યાં અતલ નયનો અંજને, તોય નીલાં;
ગાલે લાલી, અધર પર શો રાગ, શી રૂપલીલા!
ને તોયે આ સકલ અધૂરી પ્રેમની પૂર્ણ સજ્જા,
એની સંગે સખી જો તવ મુખ પરે હોય ના સ્હેજ લજ્જા!
૧૯૪૮