બૃહદ છંદોલય-અન્ય/ક્યાંથી ટકે?: Difference between revisions
Jump to navigation
Jump to search
ક્યાંથી ટકે?
(+1) |
(+1) |
||
Line 20: | Line 20: | ||
</poem><br> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | ||
|next = | |next = પ્રિયતમ મારો | ||
}} | }} |
Latest revision as of 01:04, 28 March 2024
એકાંત!
મારો ખંડ સૂનો શાંત!
ને સામાન તો બસ આટલો –
બે ચાર ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો,
ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં, જે દિવસભર વાંચવાં;
કાગળ કલમ ને વીજદીવો, રાતભર હા, કાવ્ય સાથે રાચવા;
શું શાંત આ એકાંત!
એમાં એક આ જે ચિત્ત તે ના ક્લાંત;
જે કલ્લાક ચોવીસે પૂરા ચાલે; અને આ સાથ ચાલે કાળ,
જાણે હોડ મારા ચિત્તની સાથે બકે
તે એક આ ‘ટક, ટક!’ કહે ઘડિયાળ;
કિન્તુ માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના
ટેકા વિના ક્યાંથી ટકે?
૧૯૫૮