પુનશ્ચ/એક ફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
એક ફૂલ
(+1) |
No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સ્મૃતિમાં | |previous = સ્મૃતિમાં | ||
|next = એક | |next = એક ફળ | ||
}} | }} |
Latest revision as of 00:55, 29 March 2024
બગીચાના છોડની ડાળ ઉપર એક ફૂલ ખીલ્યું,
એ સૂર્યમાં ઝળકતું,
ને સુગંધે છલકતું,
ગાતું,
મલકાતું.
ન કોઈએ એને ચૂંટ્યું,
ન કોઈએ એને સૂંઘ્યું,
કે ન કોઈએ એને કોટના કૉલરમાં મેલ્યું,
કે ન કોઈએ એને અંબોડાની લટમાં ગૂંથ્યું.
સવારથી સાંજ લગી એ ખીલતું રહ્યું.
અને પછી
એક પછી એક
એક પછી એક
એની પાંખડીઓ વેરી, વિખેરીને
એ ધૂળમાં ઢળી ગયું,
એ ધૂળમાં ભળી ગયું.
૨૦૦૪