ઇન્ટરવ્યૂઝ/પ્રારંભિક: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 123: | Line 123: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|–યશવંત ત્રિવેદી}} | {{right|–યશવંત ત્રિવેદી}} | ||
વિજયાદશમી, 22-10-1985 | વિજયાદશમી, 22-10-1985<br> | ||
ર એ ‘વાટિકા’, બાપ્ટિસ્ટા રોડ, | ર એ ‘વાટિકા’, બાપ્ટિસ્ટા રોડ, <br> | ||
ઈશ્વરલાલ પાર્ક સામે, | ઈશ્વરલાલ પાર્ક સામે,<br> | ||
વિલે-પાર્લે (પશ્ચિમ), | વિલે-પાર્લે (પશ્ચિમ),<br> | ||
મુંબઈ-400051 | મુંબઈ-400051 | ||
Revision as of 00:52, 8 April 2024
ઇન્ટરવ્યૂઝ
[સાહિત્યિક મુલાકાતો]
સંપાદક
ડૉ. યશવંત ત્રિવેદી
આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ-400002 * અમદાવાદ-380001
TRIVEDI, Yashvant
Literary Interviews of Leading Litterateurs
by Dr. Prof. Yashvant Trivedi
1986
891-4709
Copywrite : યશવંત ત્રિવેદી
પહેલી આવૃત્તિ : ઑગસ્ટ 1986
પ્રત : 1150
મૂલ્ય રૂ. 38-00
પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર, શેઠની કંપની,
મુંબઈ 400 002 : અમદાવાદ 380 001
મુદ્રક
જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી, સોનગઢ 364 250
જીવન અને સાહિત્યના મર્મજ્ઞ
સ્વ. અમૃતલાલ ભુરાભાઈ પંડ્યાને
પરિશેષ (યશવંત ત્રિવેદીનાં એકસો પ્રતિનિધિ કાવ્યોનો સંગ્રહ : સં. ડૉ. પ્રમોદ કુમાર પટેલ)
કાવ્યની પરિભાષા (સાહિત્યની સંજ્ઞાઓનો અધ્યયનગ્રંથ)
પરિદેવના (પ્રિયકાંત મણિયારના અવસાન નિમિત્તે લખાયેલા કાવ્યોનો સંગ્રહ) પ્રતિ-યુદ્ધ કાવ્યો (વિશ્વના કવિઓનાં કાવ્યો : સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ-વિજેતા સંગ્રહ)
પરિપ્રશ્ન (કાવ્યસંગ્રહ)
ક્ષિતિજને વાંસવન (કાવ્યસંગ્રહ)
ઇષિકા (વિવેચનસંગ્રહ)
ઝુમ્મરો (કાવ્ય-આસ્વાદ)
કવિતાનો આનંદકોષ (કાવ્ય-આસ્વાદ)
–અને સાહિત્ય (સાહિત્ય સાથે અનુસંધિત અન્ય શાસ્ત્રો-વિજ્ઞાનોના એકવીસ વિદ્વાનો દ્વારા લખાયેલા લેખો)
સ્વાતંત્ર્યોત્તર કવિતા
ગાંધીકવિતા
સંવાદ (અન્ય સાથે)
એ સૂરજ ઊગે!
ભાષાવિહાર (વ્યાકરણ)
અમૃતકુંભ
આરાધના (ડૉ. અમૃતલાલ ગોપાણીના લેખોનો ગ્રંથ)
ધર્મોદય : એકવીસમી શતાબ્દીમાં
મીરાંબાઈ : મધુરા ભક્તિ અને ધર્મક્રાન્તિની અગ્નિશિખા
અને આ ગમ્યું (બાળકો માટેનું રસભર પુસ્તક)
નવીન વિશેષ વાચન-શ્રેણી
સાહિત્યિક વાદ : Literary Isms (પચીસેક વિદ્વાનો દ્વારા લખાયેલા 25 વાદ વિષેનો ગ્રંથ)
Gujarati : Language and Literature
ઇન્ટરવ્યૂઝ (સાહિત્યિક મુલાકાતોનું પુસ્તક)
પ્રલંબિતા (યશવંત ત્રિવેદીનાં કાવ્યોના આસ્વાદનો ગ્રંથ : સં. ડૉ. રમેશ શુક્લ)
Yashvant Trivedi : Selected Poems (અંગ્રેજીમાં કાવ્યસંગ્રહ)
The Beacon Light (અંગ્રેજીમાં વિવેચનસંગ્રહ)
પાબ્લો નેરુદાની કવિતા
ગ્રુસ દાઈન ગોટ (વિદેશપ્રવાસનું પુસ્તક)
પ્રેમધર્મનું જાગરણ
થોડીક વસંત, થોડાંક ભગવાનનાં આસુ ભાગ 1-2
પૂર્ણતાનું આચ્છાદાન (રહસ્યવાદ, કબીર અને ટાગોર વિષે લેખો)
મન અને પરબ્રહ્મ
અહિંસાનું દર્શન
ઉપાસના (આચાર્ચશ્રી રામપ્રસાદ બક્ષીના લેખોનો સંગ્રહ)
આંતરરાષ્ટ્રીય કવિઓ
અનંત પ્રકાશ (સંસ્કૃતના અમરકોષમાંથી વીણેલાં સૂત્રોનાં નવાં અર્થઘટનો)
ધર્મલેખો (એકત્રીસ વિદ્વાનોના ધર્મલેખોનો ગ્રંથ)
‘પારિ(સ) રીવ્યૂઝ’થી માંડીને મુલાકાતો લેવાની અનેક નવી નવી ટેકનિકો ઉપયોગમાં લેવાતી રહી છે. સામાજિક–રાજકીય–ધાર્મિક વ્યક્તિઓ અને કલાકારો–વૈજ્ઞાનિકો વગેરે સાથેની આવી સંગોષ્ઠિઓનું સ્વરૂપ ઘણું આસ્વાદ્ય બનતું હોય છે. મુલાકાત લેનારના ઉદ્દેશ્યો અને ઉત્તર આપનારાઓની લાક્ષણિકતાઓ દ્વારા અનેક સ્તરે યોજાતી આવી મુલાકાતોનું નિશ્ચિત સ્વરૂપ આપોઆપ બંધાતું હોય છે; પ્રશ્નોત્તરોના તાણાવાણાથી અવનવી ભાત (patterns) ઊપસી આવતી હોય છે.
આપણા જમાનાનો – ખાસ કરીને, આપણી સાહિત્યિક વિભાવનાઓને : સાહિત્યપદાર્થનો : ધર્મ–તત્ત્વ–દર્શન–મીમાંસાનો, ભાષાશિક્ષણનો એક આગવો ચિંતન-આલેખ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી આ મુલાકાતોનું આયોજન મેં કર્યું છે. યુગચેતનાના ઉપલક્ષમાં હયાત પેઢીઓની વિચારણા પ્રકટ કરવાનો ઉપક્રમ અહીં રાખ્યો છે. આવી મુલાકાતોની ગ્રંથશ્રેણીના આ પ્રથમ પુસ્તકનું પ્રકાશન થાય છે.
આ મુલાકાતો વેળાએ આપણા સમર્થ સર્જકો-વિદ્વાનોએ મને ખૂબ પ્રેમ, ઉષ્મા અને સહકાર આપ્યાં છે તે અંગે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા પ્રકટ કરું છું. એમની પાસેથી એમનું ઉત્તમ મેળવવા ક્યારેક મેં આક્રમક પ્રશ્નો પૂછ્યા છે અને મોટે ભાગે ઉદાર થઈને એમણે સહન કરી લીધું છે તે માટેય મારે એમની ક્ષમાયાચના કરવી જોઈએ.
આ મુલાકાતો ‘ગ્રંથ’, ‘નવચેતન’, ‘યુગસેતુ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ફોર્બસ ત્રૌમાસિક’ વગેરે સામયિકોમાં પ્રકટ થઈ છે. તેમના તંત્રીઓનો હું હૃદયપૂર્વક આભારી છું. ઇન્ટરવ્યૂના આ પુસ્તકનું પ્રકાશન શ્રી આર. આર. શેઠની કંપનીએ હોંશપૂર્વક કર્યું છે તે માટે શ્રી ભગતભાઈ શેઠનો હું અંતઃકરણપૂર્વક આભારી છું.
–યશવંત ત્રિવેદી
વિજયાદશમી, 22-10-1985
ર એ ‘વાટિકા’, બાપ્ટિસ્ટા રોડ,
ઈશ્વરલાલ પાર્ક સામે,
વિલે-પાર્લે (પશ્ચિમ),
મુંબઈ-400051