સિગ્નેચર પોયમ્સ/જૂનું તો થયું રે – મીરાંબાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
જૂનું તો થયું રે
(+1) |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<center><big><big>'''જૂનું તો થયું રે'''</big></big> | <center><big><big>'''જૂનું તો થયું રે'''</big></big> | ||
'''મીરાંબાઈ''' | '''મીરાંબાઈ''' | ||
{{Block center| | {{Block center|જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, | ||
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, | |||
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. | મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. | ||
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે, | આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે, |
Latest revision as of 15:45, 17 April 2024
મીરાંબાઈ
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું. – મારો
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ પિંજર પડી રે રહ્યું. – મારો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
પ્રેમનો પ્યાલેા તમને પાઉં ને પીઉં. – મારો