સિગ્નેચર પોયમ્સ/મંગલ મંદિર – નરસિંહરાવ દિવેટિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(+1)
 
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અખાના છપ્પા અખો ભગત
|previous = અમર આશા મણિલાલ નભુભાઈ દ્વિવેદી
|next = છપ્પા (ચોપાઈ) શામળ
|next = સાગર અને શશી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
}}
}}

Latest revision as of 17:08, 17 April 2024

પ્રાર્થના

નરસિંહરાવ દિવેટિયા


મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમ બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
પ્રેમે અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા)