અનુનય/જ્યારે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 24: Line 24:
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પહેલી વર્ષા
|previous = હદપાર
|next = સવાર
|next = તમને, એટલે કે માણસને
}}
}}

Latest revision as of 00:32, 27 April 2024

જ્યારે–

આશાભરી આંખમાં જ્યારે
કાચની કીકીઓ બેસાડાતી હોય;
મુગ્ધતાના મૌનને લકવો સમજી
બોલાવવાના ઉપચારો થતા હોય;
બેભાન કરીને
કોઈ તમારા હૃદયને બદલી નાખતું હોય;
રગોમાં વેગથી વહેતા લોહીના લયને

ખતરનાક સમજી
નોર્મલ કરવાની હિકમત થતી હોય;
હાથપગની ગતિને
યંત્રના તાલમાં મેળવાતી હોય;
તમારા સરલ નિખાલસ ઉદ્ગારો ઉપર
ઠેર ઠેર
વિરામચિહ્નોના ચોકીપ્હેરા ગોઠવાતા હોય
ત્યારે–
તમને ‘ઘણું જીવો’ કહેવાની હિંમત ચાલતી નથી.

૨-૧૨-’૬૮