અનુનય/ભૂલ કરે તે –: Difference between revisions
Jump to navigation
Jump to search
ભૂલ કરે તે ––
(+1) |
(+1) |
||
Line 23: | Line 23: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ડૂબકી | |previous = ડૂબકી | ||
|next = | |next = ગઝલ | ||
}} | }} |
Latest revision as of 01:15, 27 April 2024
ભૂલ કરે તે ભોગવે એેવો અણલખ નીમ
તમે ભલાજી ભૂલથી આવી ૫ડ્યા આ દીમ.
આંગણમાં ઊગ્યું હતું અણસમજણનું ફૂલ
ઊગી પડખે આકરી હવે સમજની શૂળ.
શૂળ સમજની કારમી અમને લાગી આજ
ઝેર ચડ્યાના ભાનમાં ભૂલી ઘરનું કાજ.
ગામ બધું વાતો કરે, છાનું ગગણે સીમ
સખીઓ સખણી ના રહે બોલે ફાવે તીમ.
બોલે ફાવે તીમ-નું અમને ઝાઝું સુખ
મૂગાં સાંભળીએ બધું મલકમલકતે મુખ.
તમે ભલાજી હેતનો મંતર માર્યો ઈમ
નાગણ નાખે મોહમાં રૂડો મદારી જીમ.
ભુલકણા બે જીવની ભૂલનું કરીએ કીમ?
ભૂલ કરે તે ભોગવે એેવો અણલખ નીમ.
૨૯-૯-’૭૪