તારાપણાના શહેરમાં/આજના માણસની ગઝલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><poem><big><big>'''આજના માણસની ગઝલ'''</big></big></poem></center> {{Block center|<poem> ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને ખાલીપણું બીજા તો ક...")
 
(+1)
 
Line 19: Line 19:
સાંત્વનનાં પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
સાંત્વનનાં પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠુંઠિયામાં કોઈ બોલતું નથી
બીડીના ઠુંઠિયામાં કોઈ બોલતું નથી
</poem>}}
</poem>}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હોવાપણું
|previous = વ્યક્તમધ્ય
|next = વ્યક્તમધ્ય
|next = સવારે ખૂલશે દરવાજા
}}
}}

Latest revision as of 00:57, 13 May 2024


આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો, મને કૈં પણ થતું નથી

સાંત્વનનાં પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠુંઠિયામાં કોઈ બોલતું નથી