તારાપણાના શહેરમાં/એ પછી : 2: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
{{Block center|<poem>
{{Block center|<poem>
<center>પ્રોષિતભર્તૃકા ગઝલ</center>
<center>પ્રોષિતભર્તૃકા ગઝલ</center>
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ

Latest revision as of 01:41, 14 May 2024


એ પછી : 2

પ્રોષિતભર્તૃકા ગઝલ

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં
વડવાઈ થઈને ઝૂલી રહ્યો છે હવે રે લોલ

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ
કાલે ફરી બરફના સૂરજ ઊગશે રે લોલ