ચિત્રદર્શનો/તાજમહેલ: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૯, તાજમહેલ'''</big></big></center> {{Block center|<poem> {{Gap}}આ એ જ શું મંડપ નિત્યલગ્નનો? {{Gap}}કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો? {{Gap}}આ તાજ શું એ મુમતાજનો? સખે! {{Gap}}કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ? {{right|૧}} પ્રેમનાં સ...") |
No edit summary |
||
Line 56: | Line 56: | ||
{{Gap}}ઊભા છ આ કિરતથંભ પ્રેમના. {{right|૧૩}} | {{Gap}}ઊભા છ આ કિરતથંભ પ્રેમના. {{right|૧૩}} | ||
પ્રેમની કવિતા કેરો? કે એ જાહોજલાલીનો? | પ્રેમની કવિતા કેરો? કે એ જાહોજલાલીનો? | ||
સૌદર્યનો? કલાનો? કે તાજ આ મુગલાઈનો? {{right|૧૪}} | સૌદર્યનો? કલાનો? કે તાજ આ મુગલાઈનો? {{right|૧૪}} | ||
{{Gap}}અંગાંગમાં માર્દવ છે કુમારીનો, | {{Gap}}અંગાંગમાં માર્દવ છે કુમારીનો, | ||
Line 65: | Line 63: | ||
{{Gap}}શૃંગારલીલા મુમતાજ શું હસે! | {{Gap}}શૃંગારલીલા મુમતાજ શું હસે! | ||
{{Gap}}કેવી ય તો નૂરજહાં, કહો, હશે? {{right|૧૫}} | {{Gap}}કેવી ય તો નૂરજહાં, કહો, હશે? {{right|૧૫}} | ||
પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી, | પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી, | ||
પ્રેમની જોગણ કો આ જુવે વ્હાલાની વાટડી. {{right|૧૬}} | પ્રેમની જોગણ કો આ જુવે વ્હાલાની વાટડી. {{right|૧૬}} | ||
{{Gap}}ઊંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી | {{Gap}}ઊંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી | ||
Line 75: | Line 71: | ||
{{Gap}}ઢાળી છૂટા પાલવ વાડી ચોક શા, | {{Gap}}ઢાળી છૂટા પાલવ વાડી ચોક શા, | ||
{{Gap}}રસીલી કો નાચતી નિત્યરાસ આ. {{right|૧૭}} | {{Gap}}રસીલી કો નાચતી નિત્યરાસ આ. {{right|૧૭}} | ||
‘વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ!’ | ‘વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ!’ | ||
એ મહાસત્યની જો! આ પ્રતીતિ પ્રેમીએ લખી. {{right|૧૮}} | એ મહાસત્યની જો! આ પ્રતીતિ પ્રેમીએ લખી. {{right|૧૮}} | ||
{{Gap}}કાળે વિછોડી ચકવાની જોડી શા | {{Gap}}કાળે વિછોડી ચકવાની જોડી શા | ||
Line 85: | Line 79: | ||
{{Gap}}અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતુંઃ | {{Gap}}અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતુંઃ | ||
{{Gap}}અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું. {{right|૧૯}} | {{Gap}}અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું. {{right|૧૯}} | ||
પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજ શી, સખે! | પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજ શી, સખે! |
Revision as of 01:16, 24 May 2024
આ એ જ શું મંડપ નિત્યલગ્નનો?
કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો?
આ તાજ શું એ મુમતાજનો? સખે!
કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ? ૧
પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવી ઉરે;
તે સૌનો પડઘો ઝીલી સુણો! શાહે જ્ય્હાં ઝૂરે. ૨
શ્રીકૃષ્ણની બંસી શું નાચ નાચતી
વૃન્દાવનેથી યમુના પધારતી;
રસેન્દ્રના એ રસવારિને તટે
સૌન્દર્યનું પુષ્પ ખીલ્યું શું આ? સખે! ૩
રસીલાં રસયમુનામાં વહન્તાં કંઈ આવતાં;
એમને દાખતો પન્થ ઊભો છે એ સુહાગમાં. ૪
અન્ધારૂં થાયે નભ માંહિ પાતળું,
ઝીણું ઝીણું પૂર પ્રભા તણું ભળ્યું;
જગત્ તણી જીવનછોળ શું છલી?
જો! પ્રેમની ઊગી પ્રભાતતારલી. ૫
રાધિકાનાં ગીત ગાતી ઊભીને નદીને તટ
ભણે છે એહ પાષાણો પ્રેમમન્ત્રો સનાતન., ૬
અહો! મહાકાલની વાસુકીફણા!
હા! સર્વભક્ષી યમ કેરી યન્ત્રણા!
તથાપિ મૃત્યુ રસનાં નથી–નથી;
સૌન્દર્ય ને સ્નેહ અજીત મૃત્યુથી. ૭
સુધા ને વિષ ઘોળેલા સખે! સંસારસાગરે
પ્રેમ ને મૃત્યુના મ્હેલ–તાજ સૌને વસે ઉરે. ૮
મધ્યાહ્નની ઝાળ ભરી જગત્ ઊભી,
દાઝી-દઝાડી દુનિયા સદા દૂભી,
શું પાદશાહી ય દિલે ચિતા? અરે!
જ્વાલામુખી જો! સળગે સુધાકરે. ૯
ધૂળની આંધી જામી, કે મેઘાડંબર સ્હોયલો?
એવા આ અસ્થિરે વિશ્વે ઉગ્યો શું પ્રેમતારલો! ૧૦
અનેક વેળા ઉગી આથમે રવિ,
અનેક ઊર્મિ યમુનાની યે જવી;
શીળો, મીઠો, અમૃતજ્યોત તાજ શો,
અખંડ સૌને ઉર પ્રેમદીવડો. ૧૧
શું છે, કહો, વિશ્વના મ્હેલે? પ્રેમનો ચન્દ્ર કે ચિતા?
એ જ આ યમુનાતીરે પ્રેમીના પ્રેમની ગીતા. ૧૨
અહો! મહાભાવ ગયા અકબ્બર,
નથી રહ્યા બાબર એ કલન્દર;
નૂરે જહાં આથમિયાં દિગન્તમાં
ઊભા છ આ કિરતથંભ પ્રેમના. ૧૩
પ્રેમની કવિતા કેરો? કે એ જાહોજલાલીનો?
સૌદર્યનો? કલાનો? કે તાજ આ મુગલાઈનો? ૧૪
અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
સોહાગ પાનેતરની પ્રભા તણો;
શૃંગારલીલા મુમતાજ શું હસે!
કેવી ય તો નૂરજહાં, કહો, હશે? ૧૫
પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,
પ્રેમની જોગણ કો આ જુવે વ્હાલાની વાટડી. ૧૬
ઊંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી
ચન્દ્રાનની ઘુમ્મટશીર્ષ ટેકતી,
ઢાળી છૂટા પાલવ વાડી ચોક શા,
રસીલી કો નાચતી નિત્યરાસ આ. ૧૭
‘વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ!’
એ મહાસત્યની જો! આ પ્રતીતિ પ્રેમીએ લખી. ૧૮
કાળે વિછોડી ચકવાની જોડી શા
બન્ને તટે બેલડ મ્હેલ માંડી, ત્ય્હાં
અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતુંઃ
અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું. ૧૯
પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજ શી, સખે!
દંપતીપ્રેમની નિત્યે પૂર્ણિમા તપજો જ તે. ૨૦