કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/અમથા અમથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
અમથા અમથા અડ્યા
અમથા અમથા અડ્યા
{{Gap|1em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
{{Gap|1em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
એક ખૂણમાં પડી રહેલા
એક ખૂણમાં પડી રહેલા
{{gap|5em}} હતા અમે તંબૂર;
{{gap|5em}} હતા અમે તંબૂર;
Line 14: Line 15:
{{gap|5em}} છાના છાના રડ્યા.
{{gap|5em}} છાના છાના રડ્યા.
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
જનમ જનમ કંઈ ગયા વીતી ને
જનમ જનમ કંઈ ગયા વીતી ને
{{gap|5em}} ચડી ઊતરી ખોળ;
{{gap|5em}} ચડી ઊતરી ખોળ;
Line 21: Line 23:
{{gap|5em}} નહીં કોઈને નડ્યા.
{{gap|5em}} નહીં કોઈને નડ્યા.
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
આ જનમારે ગયા અચાનક
આ જનમારે ગયા અચાનક
{{gap|5em}} અડી કોઈના હાથ;
{{gap|5em}} અડી કોઈના હાથ;
Line 28: Line 31:
{{gap|5em}} અંગ અંગથી દડ્યા.
{{gap|5em}} અંગ અંગથી દડ્યા.
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા.
હવે લાખ મથીએ, નવ તોયે
હવે લાખ મથીએ, નવ તોયે
{{gap|5em}} રહે મૂક અમ હૈયું;
{{gap|5em}} રહે મૂક અમ હૈયું;

Latest revision as of 02:35, 31 May 2024


૩૭. અમથા અમથા

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણમાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઈ દિ’
બજવું નહીં બેસૂર :
રહ્યા મૂક થઈ, અબોલ મનડે
છાના છાના રડ્યા.
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઈ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ :
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઈને નડ્યા.
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઈના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ :
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા.
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઈ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું :
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા.
કે અમને રણઝણ મીણા ચડ્યા.

(સુરતા, ૧૯૭૦, પૃ. ૧૧૯-૧૨૦)