ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ‘અમૃત ઘાયલ': Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 22: Line 22:
'''અભ્યાસ-સામગ્રી :'''
'''અભ્યાસ-સામગ્રી :'''
(૧) 'રંગ'ના ઉપરણા પર શ્રી અનંતરાય રાવળે કરાવેલો પરિચય તેમ જ શ્રી મકરંદ દવેની પ્રસ્તાવના.
(૧) 'રંગ'ના ઉપરણા પર શ્રી અનંતરાય રાવળે કરાવેલો પરિચય તેમ જ શ્રી મકરંદ દવેની પ્રસ્તાવના.
સરનામું : ૧૬, પ્રહલાદ પ્લોટ્સ, રાજકોટ.
 
{{right|'''સરનામું :''' ૧૬, પ્રહલાદ પ્લોટ્સ, રાજકોટ.}}
</poem>
</poem>
<br>
<br>

Revision as of 04:28, 8 June 2024


અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ' અમૃત ઘાયલ'

[૧૯-૮-૧૯૧૬]

ગઝલલેખક શ્રી અમૃતલાલ ભટ્ટ રાજકોટ જિલ્લાના સરધાર ગામના વતની છે, અને એમનો જન્મ પણ એ જ ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં તા. ૧૯-૮-૧૯૧૬ (શ્રાવણ વદ ૬, સં. ૧૯૭૨) ના રોજ થયો હતો. એમના પિતાનું નામ લાલજીભાઈ અને માતાનું નામ સંતોકબાઈ. એમનાં પ્રથમ લગ્ન ઈ. ૧૯૩૩માં તારામતી સાથે અને બીજાં લગ્ન ઈ. ૧૯૫૧માં ભાનુમતી સાથે થયાં હતાં. સરધારની તાલુકા તથા મિડલ સ્કૂલમાં સાત ધોરણ સુધીનું શિક્ષણ લઈને તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા (૧૯૩૫-૩૮) અને ત્યાંથી મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી. કુસ્તીમાં એ ચંદ્રકવિજેતા બનેલા અને હાઈસ્કૂલની હિલ્ડ શીલ્ડ વિજેતા ટુકડીના 'ઓપનિંગ' ખેલાડી હતા અને હોકીમાં પણ ભાગ લેતા. ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાં (ઈ. ૧૯૪૭) પ્રથમ વર્ષ વિનયનનો અભ્યાસ કરેલો, એ દરમ્યાન જીમખાનાના એ મંત્રી હતા. મુખ્ય વ્યવસાય સરકારી નોકરી. રમતગમતની પ્રવૃત્તિમાં એમને ઘણો રસ છે. અભ્યાસકાળ દરમ્યાન ગાંધીજીની આત્મકથા, કલાપીનો કેકારવ અને સદ્. મેઘાણીનાં પુસ્તકોએ, શ્રી ગાલિબ, અસગર, જિગર અને ફ્રાની એ ઉર્દૂ કવિઓની ગઝલોએ તથા 'રૂસ્વા' મઝલૂમી પાજોદ દરબારના માનવતાભર્યા સંપર્ક એમના જીવન પર પ્રબળ અસર કરી છે. કવિશ્રી લલિત અને કવિ કલાપીના પુત્ર જોરાવરસિંહજી તથા પૌત્ર પ્રહલાદસિંહજી તથા સ્વ. પિતાજીના સંસ્કારોએ, વડીલબંધુ જયસુખલાલના ભાતૃભાવે અને પત્નીના સહનશીલ સ્વભાવે પણ એમના જીવનઘડતરમાં અગ્ર ભાગ ભજવ્યો છે. ગુજરાતીમાં એમના પ્રિય લેખક કલાપી છે અને ઉર્દૂમાં ગાલિબ. ‘દીવાને ગાલિબ' એમનો પ્રિય ગ્રંથ છે. સ્વામી આનંદ અને શ્રી મકરંદ દવે તરફ, સોય ઝાટકીને, કલમના ગૌરવને સાચવીને, કહી દેવાની રીત માટે તેમને ખાસ પક્ષપાત છે. લેખનપ્રવૃત્તિ દ્વારા તેઓ ગુજરાતીમાં શ્રેષ્ઠ ગઝલો સર્જવાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માગે છે અને તે તત્ત્વ દ્વારા પરમને પકડવાનો એમનો પ્રયાસ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘શુળ અને શમણાં’ ઈ. ૧૯૫૨માં પ્રગટ થયો અને એ પછી 'રંગ' નામે બીજો સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. કાઠિયાવાડ જીમખાના, રાજકોટ દ્વારા યોજાયેલા ઘાયલ સન્માન સમારંભમાં એમને અઢી હજાર રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી હતી. શ્રી અમૃત ઘાયલ નવતર પેઢીના કવિ છે. આ પેઢીના અગ્રણી ગઝલલેખકોમાં એમનું માનભર્યું સ્થાન છે. ગઝલના પ્રકારનું જૂનું માળખું વર્તમાન સમયમાં કરવટ બદલી રહ્યું છે. અહીંની બાનીછટાઓ અને અહીંની લઢણો એમાં ઊતરી રહી છે અને વર્તમાનનાં પ્રતિબંબો પણ એમાં ઝિલાય છે. શ્રી ઘાયલ આ પેઢીના એક પ્રતિનિધિ ગઝલકવિ છે. જીવનના રહસ્યને મર્મભરી રીતે તેઓ ગઝલમાં પ્રકટ કરી આપે છે અને પોતાની કૃતિઓમાં ચિંતનકણને નિરૂપતાં, વિવિધ ભાવોને આલેખતાં, રચનાનું કૌશલ પણ દાખવે છે. ગુજરાતી ગઝલો સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં, ગુજરાત-સૌરાષ્ટ્રના જ વાતાવરણને અનુષંગે રહે અને આપણી જ કહેવતો અને આપણું જ વાતાવરણ ગઝલોમાં ગૂંથાય એ માટે પ્રથમથી જ તેઓ પ્રયત્નશીલ રહ્યા છે. મુશાયરા અને કવિસંમેલનોની પ્રવૃત્તિમાં એમને ઘણો રસ છે, અને એ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.


કૃતિઓ
૧. શુળ અને શમણાં : મૌલિક, ગઝલ સંગ્રહ; પ્ર. સાલ. ૧૯૫૪.
પ્રકાશક : હંસ પ્રકાશન (સરસ્વતી પ્રકાશન), રાજકોટ.
૨. રંગ : મૌલિક, ગઝલ તથા મુક્તકસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : હંસ પ્રકાશન (સરસ્વતી પ્રકાશન), રાજકોટ.

અભ્યાસ-સામગ્રી :
(૧) 'રંગ'ના ઉપરણા પર શ્રી અનંતરાય રાવળે કરાવેલો પરિચય તેમ જ શ્રી મકરંદ દવેની પ્રસ્તાવના.

સરનામું : ૧૬, પ્રહલાદ પ્લોટ્સ, રાજકોટ.