ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/છોટુભાઈ શંકરભાઈ સુથાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 49: Line 49:
{{Gap}}પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, અમદાવાદ.</poem>
{{Gap}}પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, અમદાવાદ.</poem>
'''અભ્યાસ-સામગ્રી'''
'''અભ્યાસ-સામગ્રી'''
'આભ અને ધરતી' માટે ‘ સંસ્કૃતિ' (૧૯૪૯-૫૦); ‘ખગોળ પ્રવેશ' માટે 'શિક્ષણ અને સાહિત્ય’ અને ‘જન્મભૂમિ' (૧-૪-૪૮); ‘ચંદ્ર' માટે 'પ્રજાબંધુ' (૧૧-૭-૪૭), 'ફૂલછાબ' (૨૭-૫-૪૮); ‘આકાશના તારા-નકશા' તથા 'વિશ્વદર્શન' માટે ‘શિક્ષણ અને સાહિત્ય'; 'આપણું વિશ્વ' માટે 'નવચેતન'; 'બ્રહ્માંડ-વિકસતું કે વિશ્રાંત' માટે 'ગ્રંથ', એપ્રિલ'૬૫ આકાશવાણી, અમદાવાદ, મે ૧૯૬૫; અન્ય પુસ્તક માટે 'જન્મભૂમિ', 'પ્રજાબંધુ', 'શિક્ષણ અને સાહિત્ય'ની જૂની ફાઈલો.
'આભ અને ધરતી' માટે ‘ સંસ્કૃતિ' (૧૯૪૯-૫૦); ‘ખગોળ પ્રવેશ' માટે 'શિક્ષણ અને સાહિત્ય’ અને ‘જન્મભૂમિ' (૧-૪-૪૮); ‘ચંદ્ર' માટે 'પ્રજાબંધુ' (૧૧-૭-૪૭), 'ફૂલછાબ' (૨૭-૫-૪૮); ‘આકાશના તારા-નકશા' તથા 'વિશ્વદર્શન' માટે ‘શિક્ષણ અને સાહિત્ય'; 'આપણું વિશ્વ' માટે 'નવચેતન'; 'બ્રહ્માંડ-વિકસતું કે વિશ્રાંત' માટે 'ગ્રંથ', એપ્રિલ'૬૫ આકાશવાણી, અમદાવાદ, મે ૧૯૬૫; અન્ય પુસ્તક માટે 'જન્મભૂમિ', 'પ્રજાબંધુ', 'શિક્ષણ અને સાહિત્ય'ની જૂની ફાઈલો.
{{right|'''સરનામું :''' શારદામંદિર, વલ્લભવિદ્યાનગર (આણંદ).}}<br>
{{right|'''સરનામું :''' શારદામંદિર, વલ્લભવિદ્યાનગર (આણંદ).}}<br>

Revision as of 05:27, 9 June 2024


છોટુભાઈ શંકરભાઈ સુથાર

[૨૧-૯-૧૯૧૧]

શ્રી છોટુભાઈનો જન્મ ચકલાસી ગામે ૨૧ મી સપ્ટેબર, ૧૯૧૧માં થયો હતો. તેઓ મૂળ રાજસ્થાનના, પણ કુટુંબ ગુજરાતમાં વસેલું. માતાનું નામ રતનબહેન. એમનું લગ્ન ઈ. ૧૯૪૦માં શ્રી રમાબહેન સાથે થયેલું. એમની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. ૧૯૧૬થી ૧૯૨૪ દરમ્યાન પ્રાથમિક સાત ધેારણ સુધીનું શિક્ષણ ચકલાસીની લોકલબોર્ડ ગુજરાતી શાળામાં લીધું. ૧૯૨૫થી ૩૧નાં વર્ષોમાં નડિયાદની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં માધ્યમિક. શિક્ષણ લીધું. બધા વર્ગમાં કાયમ પહેલો નંબર રાખતા. મેટ્રિકમાં તો નડિયાદની હાઈસ્કૂલોમાં સર્વપ્રથમ આવેલ અને તે બદલ મુંબઈ યુનિવર્સિટીની ભાઉસાહેબ સ્કૉલરશિપ મળેલી. કૉલેજમાં સાયન્સનાં પ્રથમ ત્રણ વર્ષો વડોદરા કૉલેજમાં ૧૯૩૧-૩૪ સુધીમાં ભણ્યા ત્યારે પણ છોટુભાઈને મેરિટ સ્કૉલરશિપ મળતી. સિનિયર બી. એસસી.નું વર્ષ પૂના ફર્ગ્યુસન કૉલેજમાં કરેલ. ત્યારપછી એમ. એસસી.માં ગણિતશાસ્ત્ર લઈ સૂરતની કૉલેજમાં અભ્યાસ કર્યો, માંદગીને કારણે પરીક્ષા ન આપી શક્યા એટલે અભ્યાસ છૂટ્યો તે છૂટ્યો. હિંદીમાં ઈ. ૧૯૪૦માં ‘કોવિદ'ની પરીક્ષામાં ભારતભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગની 'સાહિત્યવિશારદ’ ઉપાધિ એમણે ૧૯૪૦માં મેળવી. ૧૯૩૯માં એસ. ટી. સી. પેણ થયા. એમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો છે અને એ અર્થે અમદાવાદ, સૂરત, નડિયાદ, આણંદ, ચાંગા, સુણાવ વગેરે સ્થળે વસેલ. હાલમાં તેઓ વલ્લભવિદ્યાનગરની સંસ્થા શારદામંદિરમાં આચાર્યપદે છે. એમના રસના વિષયો છે હિન્દી પ્રચાર, ખગોળપ્રચાર, પ્રકૃતિનિરીક્ષણખગોળ એમને સૌથી પ્રિય શોખ છે. વાચનની ભૂખ જાગ્યા પછી એમને એક વિચિત્ર અનુભવ થયો હતો. એક શાસ્ત્રી તરફથી संस्कृत ભણવા માટેનો-એ અંગેના અધિકારનો પણ જાકારો મળે. ‘स्वदेशे पूजयते राजा, विद्वान् सर्वत्र पूज्यते’નું કાકતાલીય અર્થગ્રહણ ભણવાની પ્રેરણારૂપ બન્યું હતું. સામાન્યો (કારીગર વગેરે) અપમાનિત થાય છે જ્યારે ભણેલા માન પામે છે એ પણ અનુભવેલું એમના જીવનના મુખ્ય વિકાસદર્શક પ્રસંગો છ છે. છોટુભાઈ નવમા ધોરણ (જૂના પાંચમા)માં ભણતા હતા ત્યારે હસ્તલિખિત માસિક શરૂ કરેલું. ૧૯૩૫માં શ્રી અનંતરાય રાવળ દ્વારા ‘કાવ્ય'ને બદલે ‘ખગોળ' લખવાની ટકોર થયેલી. ૧૯૩૫-૩૬માં સામયિક 'કિશાર'માં સંપાદક શ્રી નગીનદાસ પારેખે ‘ખગોળની વાતો' લખવા માટે આમંત્રણ અને પ્રોત્સાહન આપેલ. સૂરતના 'પ્રતાપ' દૈનિકે ખગોળ પર લેખમાળા લખાવી. આ જ અરસામાં 'પ્રસ્થાન'માં એક પ્રશ્નની ચર્ચા અંગે લેખમાળા આપી. ‘બાલમિત્ર' અને પાછળથી 'અખંડ આનંદ'માં લેખો પ્રકાશિત થયા. છોટુભાઈ માને છે કે એમની લોકભોગ્ય શૈલી માટેની તાલીમનો યશ 'અખંડ આનંદ'ને ઘટે છે. છોટુભાઈએ ૧૯૬૩માં દ્વૈમાસિક 'આકાશગંગા' શરૂ કર્યું, જેણે આપણા ખગોળવિષયક સાહિત્યમાં અત્યંત ગણનાપાત્ર પ્રદાન કર્યું. ‘ખગોળ' વિશેની છોટુભાઈની પ્રીતિ-ભક્તિ શી રીતે વધ્યાં? એમના જ શબ્દોમાં વાંચીએ મનોભાવ અને ઊર્મિને પ્રથમ ચિત્રોદ્વારા પ્રગટ થવામાં નિષ્ફળતા મળી. ૧૯૨૯-૩૦ના અરસામાં ચિત્ર કરવામાં ક્યાંયથી પ્રેરકબળ ન મળ્યું તેથી અને ૧૯૩૪-૩૫માં કાવ્યની સરવાણી ફૂટતી હતી તેને ટૂંપાવનારા પ્રસંગો બનતાં એ બંને જેમાં દર્શન દે તેવું 'ખગોળ' ઊપસી આવ્યું, જે સમય જતાં ખાસ શોખ અને અભ્યાસનો વિષય બની ગયું. ઉપર જણાવ્યું તેમ શ્રી નગીનદાસ પારેખની પ્રેરણાથી 'કિશાર' સામયિકમાં છોટુભાઈએ સચિત્ર લેખમાળા આપી એ ગુજરાતીમાં ખગોળ સાહિત્યનું પ્રથમ અવતરણ કહી શકાય. છોટુભાઈ એ લલિત સાહિત્યના અર્થમાં લેખક થવાનું પસંદ કર્યું નથી. ખગોળસાહિત્યના ફેલાવા માટે ‘સાહજિક રૂપમાં જ એ લેખક બની ગયા છે. એમના પ્રિય લેખકો છે: કાકાસાહેબ કાલેલકર અને રવીન્દ્રનાથ ટાગોર. આ બંને લેખકો એમને ખૂબ ગમે છે, કારણ કે બંનેની વર્ણનશૈલી અર્થગર્ભિત અને મનોરમ છે. બંનેના કાવ્યાત્મક વિચારો વધુ ગમે છે, આકાશી કાવ્યને પૃથ્વી પર ઉતારવાની બંનેની મોહક છટાના એ પ્રશંસક છે. જીવન માટે આલંબનગ્રંથનો અર્થ લેતાં गीता એમનો પ્રિય ગ્રંથ છે. એમને નીચેનાં પુસ્તકો વારંવાર વાંચવાં ગમે છે, કારણ કે એ બધામાં વિશ્વનું વિરાટ દર્શન આલેખાયું છે: 'જીવનનો આનંદ'; 'વિશ્વપરિચય'-બંગાળી અનુવાદ; 'Les Miserables', 'The Stars in the Making' અને હિંદી 'આંસૂ', શ્રી છોટુભાઈ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખે છે, જ્યારે ખગોળના વાચન પૂરતી બંગાળી, મરાઠી અને ફ્રેંચ તેઓ વાંચીસમજી શકે છે અને અનુવાદિત કરી શકે છે. હિન્દીમાં એમણે બાળકો માટેનો વાર્તાસંગ્રહ ‘છિપા ખજાના' અને 'વિશ્વદર્શન' પ્રગટ કર્યાં છે. એમના પ્રિય સાહિત્યપ્રકારો છે નિબંધ અને કાવ્ય, કારણ કે આ બંને પ્રકારો થોડામાં ઘણું કહેવાની કળા ધરાવે છે. ઓછા સમયમાં સાહિત્યનો આસ્વાદ માણવા માટે આ બે પ્રકાર એમને વધુ ગમે છે. એમનો મનગમતો વિષય ખગોળ છે એ તો સ્પષ્ટ છે. એ માટે એઓ સતત સાધના કરે છે. તેઓ મોટે ભાગે ખગોળનાં પુસ્તકો વાંચે છે અને બને તેટલા અદ્યતન રહેવા માટે ખગોળ સામયિકો સાથે સતત સંપર્ક રાખે છે. આ સિવાય યાત્રાવર્ણનો, પ્રકૃતિ અંગેના લેખો (પક્ષી, વૃક્ષ વગેરે), વિજ્ઞાનસાહિત્ય, શિકારસાહિત્ય, વાર્તા-કહાનીનાં પુસ્તકો તેઓ વાંચે છે. નવલકથા વાચન તો નહિવત્. એમના સાહિત્યસર્જનમાં, એમના મિત્ર શ્રી ગોરધનભાઈ શ. પટેલે તારકમંડળ સ્થાપી, તે દ્વારા ખગોળજ્ઞાનનો પ્રચાર કરવાના વિચારને બધી રીતની સહાય આપવાનો કરેલો શુભ સંકલ્પ ખૂબ પ્રેરક નીવડ્યો છે. વળી ખગોળરસિક પ્રજાએ પણ એમના પ્રયત્નોને પ્રેમપૂર્વક આવકાર્યા છે. સામાન્ય રીતે એમના પુસ્તકોને જનતા અને વિવેચકો બંનેએ સત્કાર્યા છે. વિવેચકોએ એમનાં 'ખગોળ પ્રવેશ', 'વિશ્વદર્શન', 'અવકાશનું રહસ્ય' વિજ્ઞાનનાં પુસ્તકોમાં વિશિષ્ટ પ્રદાન કરનારાં ગણાવ્યાં છે. આ સિવાય 'આભ અને ધરતી' (૧૯૫૯), ‘અનંતની ભીતરમાં’ (૧૯૬૧) અને ‘આપણું વિશ્વ’ (૧૯૬૨) એ ત્રણ પુસ્તકો રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ગણયાં છે. તારા, વિશ્વગ્રહો, આકાશગંગા, ખગોળસર્વસંગ્રહ વિષયક કેટલાંક પુસ્તકો તેઓ લખી રહ્યા છે. શ્રી છોટુભાઈ જ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય અને સંસ્કારની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તારકમંડળ (આણંદ)ના તેઓ મંત્રી છે, અને પ્રકૃતિમંડળ, ચારુતર વિદ્યામંડળ, ચરોતર એજ્યુ. સોસાયટી, ભારતીય વેધશાળા, હિન્દી પ્રચાર સમિતિ, ગુ. સા. પરિષદ વગેરે સંસ્થાઓના સભ્ય છે. શ્રી સુથાર ગુજરાતના ખ્યાતનામ ખગોળશાસ્ત્રી છે અને એમની 'આપણું વિશ્વ' જેવી અનેક આ વિષયની કૃતિઓ ગુજરાતના રંક ખગેળસાહિત્યના 'રતન' જેવી છે. આકાશી જ્ઞાનને તેઓ વિશદતાથી નિરૂપે છે અને ખગોળ વિજ્ઞાનને વૈજ્ઞાનિક ચોકસાઈથી રજૂ કરે છે.

કૃતિઓ
૧. વિશ્વદર્શન : મૌલિક, તારાઓનો પરિચય; પ્ર. સાલ ૧૯૪૫, ૧૯૫૨.
પ્રકાશક : ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ.
૨. આકાશના તારા-નકશા : મૌલિક, નકશા; પ્ર. સાલ ૧૯૪૫.
પ્રકાશક : તારક મંડળ, આણંદ.
૩. ખગોળપ્રવેશ : મૌલિક, ખગોળનું સામાન્યજ્ઞાન; પ્ર. સાલ ૧૯૪૬.
[હિન્દીમાં અનુવાદ થયો છે. પ્ર. સાલ ૧૯૫૯ ].
પ્રકાશક : તારક મંડળ, આણંદ.
૪. ચંદ્ર : મૌલિક, પ્ર. સાલ ૧૯૪૭,
પ્રકાશક : તારક મંડળ, આણંદ.
૫. આભ અને ધરતી : મૌલિક, બાળકો માટે; પ્ર. સાલ ૧૯૪૯.
[હિન્દી અને મરાઠીમાં અનુવાદ થયો છે].
૬. भूमडलीय सूर्यग्रहण-गणित: મૌલિક, (આલેખપદ્ધતિદ્વારા) શ્રી હરિહર ભટ્ટ સાથે; પ્ર. સાલ ૧૯૪૯.
પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
૭. ધૂમકેતુ : મૌલિક: પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : તારક મંડળ, આણંદ.
૮. અવકાશનું રહસ્ય : મૌલિક; પ્ર. સાલ ૧૯૫૧.
પ્રકાશક : તારક મંડળ, આણંદ.
૯. અનંતની ભીતરમાં : મૌલિક, ખગોળનું સામાન્ય જ્ઞાન; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : વોરા એન્ડ કુાં, મુંબઈ.
૧૦. આકાશદર્શન : સંપાદન (ભોગીલાલ પટવા સાથે), તારાઓનો પરિચય: પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૧. પરમાણુ-આજે અને આવતી કાલે: અનુવાદ-Atom To-day & To-morrow’નું. પ્ર. સાલ ૧૯૫૮.
પ્રકાશક : વોરા એન્ડ કું. મુંબઈ.
૧૨. આપણું વિશ્વ : મૌલિક: પ્ર. સાલ ૧૯૬૦.
પ્રકાશક : મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
૧૩. નક્ષત્ર પરિચય : મૌલિક; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : ૫રિચય ટ્રસ્ટ, મુંબઈ.
૧૪. બ્રહ્માંડ અને જીવસૃષ્ટિ : મૌલિક; પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : જ્ઞાન કૌશલ્ય પ્રકાશન શ્રેણી, અમદાવાદ.
૧૫. छिपा खजाना (હિન્દીમાં) : મૌલિક લેખન પણ બીજક જૂનાં, બાળ વાતો; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ.
૧૬. બ્રહ્માંડ-વિકસતું કે વિશ્રાંત: મૌલિક; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
૧૭. તારા અને ગ્રહો : મૌલિક; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : બાલગોવિંદ પ્રકાશન, અમદાવાદ.

અભ્યાસ-સામગ્રી

'આભ અને ધરતી' માટે ‘ સંસ્કૃતિ' (૧૯૪૯-૫૦); ‘ખગોળ પ્રવેશ' માટે 'શિક્ષણ અને સાહિત્ય’ અને ‘જન્મભૂમિ' (૧-૪-૪૮); ‘ચંદ્ર' માટે 'પ્રજાબંધુ' (૧૧-૭-૪૭), 'ફૂલછાબ' (૨૭-૫-૪૮); ‘આકાશના તારા-નકશા' તથા 'વિશ્વદર્શન' માટે ‘શિક્ષણ અને સાહિત્ય'; 'આપણું વિશ્વ' માટે 'નવચેતન'; 'બ્રહ્માંડ-વિકસતું કે વિશ્રાંત' માટે 'ગ્રંથ', એપ્રિલ'૬૫ આકાશવાણી, અમદાવાદ, મે ૧૯૬૫; અન્ય પુસ્તક માટે 'જન્મભૂમિ', 'પ્રજાબંધુ', 'શિક્ષણ અને સાહિત્ય'ની જૂની ફાઈલો. સરનામું : શારદામંદિર, વલ્લભવિદ્યાનગર (આણંદ).