ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/દેવજી રામજી મોઢા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Corrected Inverted Comas)
No edit summary
Line 9: Line 9:
શ્રી મોઢાએ પોતાની લેખનપ્રવૃત્તિની શરૂઆત ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળ વખતે ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં પ્રગટ થતાં સ્વ. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યોથી પ્રેરાઈને કરેલી. શ્રી ઝવેરચંદ મેઘાણીનાં લખાણોમાંથી પ્રગટતી ધરતીની સુગંધે એ ખૂબ પ્રભાવિત થયા છે અને એ એમના પ્રિય લેખક પણ છે. શ્રી રામનારાયણ પાઠકની કાવ્યરચનાકલા એમને વિશેષ ગમે છે. ‘યુગવંદના' અને ‘શેષનાં કાવ્યો’-ભાવોની અભિવ્યક્તિ અને વિશદતાને કારણે-એમનાં પ્રિય કાવ્યપુસ્તકો છે. શ્રી મોઢાનાં કાવ્યોમાં પણ પ્રસાદનો ગુણ તરી આવે છે.

હૃદયના ભાવ કાવ્યમાં ઉત્તમ રીતે પ્રગટતા હોવાથી કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના માનસિક બંધારણને કારણે કુદરત, સામાજિક વિષમતા અને આધ્યાત્મિકતા એ એમના મનગમતા લેખનવિષયો રહ્યા છે. કવિતા, અધ્યાત્મ, પરિભ્રમણ અને જીવનચરિત્રવિષયક કૃતિઓ એ વિશેષ પ્રમાણમાં વાંચે છે. સ્વજનોનાં મૃત્યુએ એમના સાહિત્યસર્જનમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. લોકસંપર્કમાં એમને વિશેષ રસ છે અને એનું પ્રતિબિંબ પોતાની કૃતિઓમાં પડે છે એમ લેખક માને છે.

એમનું પ્રથમ કાવ્ય ‘ભારતની વીરાંગના’ ‘ચંદ્રજ્યોતિ’ નામના માસિકમાં (જૂન, ૧૯૩૦) પ્રગટ થયું હતું. એ પછી એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે. ઈ.સ. ૧૯૩૯માં શ્રી બ. ક. ઠાકોરે, ‘આપણી કવિતાસમૃદ્ધિ' માં એમના 'ખારે સમંદર' કાવ્યને પસંદ કરેલું.
એમનું પ્રથમ કાવ્ય ‘ભારતની વીરાંગના’ ‘ચંદ્રજ્યોતિ’ નામના માસિકમાં (જૂન, ૧૯૩૦) પ્રગટ થયું હતું. એ પછી એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે. ઈ.સ. ૧૯૩૯માં શ્રી બ. ક. ઠાકોરે, ‘આપણી કવિતાસમૃદ્ધિ' માં એમના ‘ખારે સમંદર' કાવ્યને પસંદ કરેલું.
સોરઠી ભજનપરંપરાને અનુરૂપ રચનાઓ પર આ કવિની પકડ આકર્ષક છે. સોરઠી તળપદા શબ્દો અને વાણીપ્રયોગો એમની આ પ્રકારની કૃતિઓમાં સહજતાથી શોભી રહે છે. ઊર્મિકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, ખંડકાવ્ય, મુક્તક વગેરે કાવ્યપ્રકારોમાં એમની વિશદ અને સ્વસ્થ શૈલીનાં દર્શન થાય છે. શિક્ષકજીવનના આદર્શ અને શાળાપ્રેમ વિશે પણ એમણે કેટલીક કૃતિઓ લખી છે. વર્તમાન યુગની કૃત્રિમતા અને આડંબરપ્રિયતાને એ કાવ્યનો વિષય બનાવે છે. સમકાલીન ભાવો-વિશ્વયુદ્ધની યાતનાઓ, દેશના ભાગલા, સ્વરાજ્ય વગેરેનાં પ્રતિબિંબ એમની કૃતિઓમાં ઝિલાયાં છે. કવિએ સફાઈબંધ છંદોબદ્ધ કાવ્યો અને ભાવઘૂંટયાં ભજનોની આપણને ભેટ આપી છે. સૉનેટનો પ્રકાર એમને વિશેષ ફાવટવાળો હોય એમ લાગે છે. ગરવા ગુરુજીએ ચૂંટી ખણીને ઉડાડેલી ઊંઘ ફરી કદીયે ન ઢૂકે-એ કવિના હૃદયની આરત છે, કારણ કે આ ‘અનિદ્રા ’થી કવિ જાગર્તિને રાસ ખેલતી-આનંદ-હાસ રેલતી નિહાળી શકે છે. નિજાનંદે કાવ્યપ્રવૃત્તિ કરતા આ સાચકલા કવિહૃદયની શ્રદ્ધા એમના આ પ્રકારનાં કાવ્યોમાં વિશેષ અંકિત થયેલી છે. સ્વસ્થ નિરૂપણશૈલીથી ધ્યાન ખેંચતાં આ કવિનાં કાવ્યો જીવનનાં ભદ્ર તત્ત્વોમાં શ્રદ્ધા પ્રેરે છે. વિભુની અકળ રચનાલીલાથી એ આનંદભર્યો વિસ્મયભાવ વ્યક્ત કરે છે, તો એના વિયોગને કારણે આરતભાવ ૫ણ. કવિના જ શબ્દોમાં કહીએ તો

{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 03:08, 13 June 2024

દેવજી રામજી મોઢા

[૮-૫-૧૯૧૩]

કવિશ્રી દેવજી મોઢાનો જન્મ ૮ મી મે ૧૯૧૩ના રોજ પોરબંદર મુકામે થયો હતો. એમના પિતાનું નામ રામજી જીવાભાઈ મોઢા અને માતાનું નામ મોંઘીબહેન, જ્ઞાતિએ બર્ડાઇ બ્રાહ્મણ. એમનું લગ્ન ૧૯૩૧માં અમૃતબહેન સાથે થયેલું છે. પ્રાથમિક ધોરણ એકથી ચાર સુધીનો અભ્યાસ પોરબંદરની ભોજેશ્વર પ્લોટ સ્કૂલમાં અને એ પછી માધ્યમિક શાળાનો અભ્યાસ એમણે પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં કર્યો હતો. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થઈ એમણે ૧૯૩૩માં ફર્સ્ટ ઇયર આર્ટ્સની અને ૧૯૩૪માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા ઉત્તીણ કરી અને કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી દ્વિતીય વર્ગ સાથે બી. એ. (ઓનર્સ) થયા. મુંબઈ યુનિવર્સિટીની એમ. એ. ની પદવી પછી તેઓએ ગુજરાત યુનિવર્સિટીની બી. એડ.ની પદવી પણ મેળવી છે. શિક્ષણ એમનો પ્રધાન અને પ્રિય વ્યવસાય છે. અત્યારે તેઓ પોરબંદરના નવયુગ વિદ્યાલયના-તેના સ્થાપનાકાળથી-આચાર્ય છે, એ પહેલાં તેઓ ૧૯૩૯થી ૧૯૪૭ સુધી કરાંચીના શારદામંદિરમાં શિક્ષક હતા. પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલના હેડમાસ્તર શ્રી હીરજીભાઈ ફરામજી માર્કરે ચારિત્ર્ય અને અધ્યાપનરીતિ પરત્વે તેમના પર પ્રબળ અસર પાડી છે. શ્રી રામનારાયણ પાઠક, શ્રી બળવંતરાય ઠાકોર અને શ્રી. ડોલરરાય માંકડ તરફથી એમને અવારનવાર ઉત્તેજન અને પ્રેરણા મળેલાં છે. શ્રી મોઢાએ પોતાની લેખનપ્રવૃત્તિની શરૂઆત ૧૯૩૦ની રાષ્ટ્રીય ચળવળ વખતે ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં પ્રગટ થતાં સ્વ. ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યોથી પ્રેરાઈને કરેલી. શ્રી ઝવેરચંદ મેઘાણીનાં લખાણોમાંથી પ્રગટતી ધરતીની સુગંધે એ ખૂબ પ્રભાવિત થયા છે અને એ એમના પ્રિય લેખક પણ છે. શ્રી રામનારાયણ પાઠકની કાવ્યરચનાકલા એમને વિશેષ ગમે છે. ‘યુગવંદના' અને ‘શેષનાં કાવ્યો’-ભાવોની અભિવ્યક્તિ અને વિશદતાને કારણે-એમનાં પ્રિય કાવ્યપુસ્તકો છે. શ્રી મોઢાનાં કાવ્યોમાં પણ પ્રસાદનો ગુણ તરી આવે છે. હૃદયના ભાવ કાવ્યમાં ઉત્તમ રીતે પ્રગટતા હોવાથી કાવ્ય એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે. પોતાના માનસિક બંધારણને કારણે કુદરત, સામાજિક વિષમતા અને આધ્યાત્મિકતા એ એમના મનગમતા લેખનવિષયો રહ્યા છે. કવિતા, અધ્યાત્મ, પરિભ્રમણ અને જીવનચરિત્રવિષયક કૃતિઓ એ વિશેષ પ્રમાણમાં વાંચે છે. સ્વજનોનાં મૃત્યુએ એમના સાહિત્યસર્જનમાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. લોકસંપર્કમાં એમને વિશેષ રસ છે અને એનું પ્રતિબિંબ પોતાની કૃતિઓમાં પડે છે એમ લેખક માને છે. એમનું પ્રથમ કાવ્ય ‘ભારતની વીરાંગના’ ‘ચંદ્રજ્યોતિ’ નામના માસિકમાં (જૂન, ૧૯૩૦) પ્રગટ થયું હતું. એ પછી એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે. ઈ.સ. ૧૯૩૯માં શ્રી બ. ક. ઠાકોરે, ‘આપણી કવિતાસમૃદ્ધિ' માં એમના ‘ખારે સમંદર' કાવ્યને પસંદ કરેલું. સોરઠી ભજનપરંપરાને અનુરૂપ રચનાઓ પર આ કવિની પકડ આકર્ષક છે. સોરઠી તળપદા શબ્દો અને વાણીપ્રયોગો એમની આ પ્રકારની કૃતિઓમાં સહજતાથી શોભી રહે છે. ઊર્મિકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, ખંડકાવ્ય, મુક્તક વગેરે કાવ્યપ્રકારોમાં એમની વિશદ અને સ્વસ્થ શૈલીનાં દર્શન થાય છે. શિક્ષકજીવનના આદર્શ અને શાળાપ્રેમ વિશે પણ એમણે કેટલીક કૃતિઓ લખી છે. વર્તમાન યુગની કૃત્રિમતા અને આડંબરપ્રિયતાને એ કાવ્યનો વિષય બનાવે છે. સમકાલીન ભાવો-વિશ્વયુદ્ધની યાતનાઓ, દેશના ભાગલા, સ્વરાજ્ય વગેરેનાં પ્રતિબિંબ એમની કૃતિઓમાં ઝિલાયાં છે. કવિએ સફાઈબંધ છંદોબદ્ધ કાવ્યો અને ભાવઘૂંટયાં ભજનોની આપણને ભેટ આપી છે. સૉનેટનો પ્રકાર એમને વિશેષ ફાવટવાળો હોય એમ લાગે છે. ગરવા ગુરુજીએ ચૂંટી ખણીને ઉડાડેલી ઊંઘ ફરી કદીયે ન ઢૂકે-એ કવિના હૃદયની આરત છે, કારણ કે આ ‘અનિદ્રા ’થી કવિ જાગર્તિને રાસ ખેલતી-આનંદ-હાસ રેલતી નિહાળી શકે છે. નિજાનંદે કાવ્યપ્રવૃત્તિ કરતા આ સાચકલા કવિહૃદયની શ્રદ્ધા એમના આ પ્રકારનાં કાવ્યોમાં વિશેષ અંકિત થયેલી છે. સ્વસ્થ નિરૂપણશૈલીથી ધ્યાન ખેંચતાં આ કવિનાં કાવ્યો જીવનનાં ભદ્ર તત્ત્વોમાં શ્રદ્ધા પ્રેરે છે. વિભુની અકળ રચનાલીલાથી એ આનંદભર્યો વિસ્મયભાવ વ્યક્ત કરે છે, તો એના વિયોગને કારણે આરતભાવ ૫ણ. કવિના જ શબ્દોમાં કહીએ તો

‘કેવું વહે કવનવ્હેણ પ્રસન્ન, રાહ
સીધો ગ્રહી, સ્થિર-ગતિ, પ્રભુની દિશામાં!’

કૃતિઓ
૧. પ્રયાણ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૧.
૨. શ્રદ્ધા : મૌલિક, કાવ્ય: પ્ર. સાલ ૧૯૫૭.
૩. આરત : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૯.
૪. અનિદ્રા : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૨.
૫. વનશ્રી : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૬૪.
દરેકના પ્રકાશક : પોતે
અભ્યાસ-સામગ્રી :
(૧) ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી, ૧૯૫૯.
(૨) ‘આરત'નો પ્રવેશક (પ્રા. ઇ. કા. દવે).
(૩) ‘આધુનિક કવિતાપ્રવાહ' (જયંત પાઠક).

સરનામું :નવયુગ વિદ્યાલય, પોરબંદર.