હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં: Difference between revisions
Jump to navigation
Jump to search
+ Tag: Reverted |
Tag: Undo |
||
| Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કૃતિ-પરિચય | ||
|next = | |next = ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ | ||
}} | }} | ||
Revision as of 15:36, 24 June 2024
ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં.
તને હું જોઉં તો થઈ જાઉં સ્થિર, સમયની જેમ
તને અડું તો હવામાં વહી વહી જાઉં.
તું તરવરી ઉઠે લહેરાતી ધુમ્રસેરોમાં
અને હું તારા વળાંકો ઉપર વળી જાઉં.
સુગંધને કોઈ આકાર દઈ શકાતો નથી
કળી કળીમાં તને નહીં તો કોતરી જાઉં.
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં.