સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{center|<big>'''‘વિભાવ’ ‘અનુભાવ’ એ સંજ્ઞાઓની સાપેક્ષતા'''</big>}} {{Poem2Open}}{{Poem2Close}} {{HeaderNav |previous = સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આલંબનવિભાવ-ઉદ્દીપનવિભાવ|આલંબનવિભાવ-ઉદ્દી...") |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{center|<big>''' | {{center|<big>'''કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ કયું?'''</big>}} | ||
{{Poem2Open}}{{Poem2Close}} | {{Poem2Open}} | ||
કુંતકના આ વિચારો આકર્ષક છે પરંતુ એ તો સ્પષ્ટ છે કે કવિવ્યાપાર કે તદ્વિદાહ્લાદકારિત્વ એ કાવ્યપરીક્ષાનાં વસ્તુલક્ષી ધોરણો ન બની શકે. એમાં આત્મલક્ષિતાને ઘણો અવકાશ છે. કવિવ્યાપાર કાવ્યરચનામાં પ્રતિબિંબિત થવો જોઈએ અને તદ્વિદાલાકારિત્વનું કારણ પણ કાવ્યરચનામાં શોધવાનું હોય છે. એટલે અંતે આપણે કાવ્યના રચનાગત વૈશિષ્ટ્યો આગળ જ આવીને ઊભા રહેવાનું થાય છે. કાવ્યપરીક્ષાનું આ જ વસ્તુલક્ષી ધોરણ બની રહે છે. વક્રતાના પ્રકારો દ્વારા કુંતકે આ વસ્તુલક્ષી ધોરણ જ પ્રસ્તુત કર્યું છે અને એ જ એના ગ્રંથનો ઘણો મોટો ભાગ રોકે છે. કવિવ્યાપાર અને તદ્વિદાહ્લાદકારિત્વ એ સમગ્ર કાવ્યઘટનાના બે મહત્ત્વના છેડા છે અને એ આપણા ધ્યાનમાં બરાબર રહેવા જોઈએ. પણ એ બેની વચ્ચે જેનું નક્કર અસ્તિત્વ છે તે કાવ્યરચનાની તપાસનું | |||
કાવ્યપરીક્ષામાં ઓછું મૂલ્ય આંકવાની ભૂલ ન થવી જોઈએ. | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ | |previous = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/તદ્વિદાહ્લાદકારિત્વ – ભાવકલક્ષિતા|તદ્વિદાહ્લાદકારિત્વ – ભાવકલક્ષિતા]] | ||
|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ | |next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આનંદવર્ધનના ભણકારા|આનંદવર્ધનના ભણકારા]] | ||
}} | }} |
Latest revision as of 15:05, 5 July 2024
કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ કયું?
કુંતકના આ વિચારો આકર્ષક છે પરંતુ એ તો સ્પષ્ટ છે કે કવિવ્યાપાર કે તદ્વિદાહ્લાદકારિત્વ એ કાવ્યપરીક્ષાનાં વસ્તુલક્ષી ધોરણો ન બની શકે. એમાં આત્મલક્ષિતાને ઘણો અવકાશ છે. કવિવ્યાપાર કાવ્યરચનામાં પ્રતિબિંબિત થવો જોઈએ અને તદ્વિદાલાકારિત્વનું કારણ પણ કાવ્યરચનામાં શોધવાનું હોય છે. એટલે અંતે આપણે કાવ્યના રચનાગત વૈશિષ્ટ્યો આગળ જ આવીને ઊભા રહેવાનું થાય છે. કાવ્યપરીક્ષાનું આ જ વસ્તુલક્ષી ધોરણ બની રહે છે. વક્રતાના પ્રકારો દ્વારા કુંતકે આ વસ્તુલક્ષી ધોરણ જ પ્રસ્તુત કર્યું છે અને એ જ એના ગ્રંથનો ઘણો મોટો ભાગ રોકે છે. કવિવ્યાપાર અને તદ્વિદાહ્લાદકારિત્વ એ સમગ્ર કાવ્યઘટનાના બે મહત્ત્વના છેડા છે અને એ આપણા ધ્યાનમાં બરાબર રહેવા જોઈએ. પણ એ બેની વચ્ચે જેનું નક્કર અસ્તિત્વ છે તે કાવ્યરચનાની તપાસનું કાવ્યપરીક્ષામાં ઓછું મૂલ્ય આંકવાની ભૂલ ન થવી જોઈએ.