અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /અચલ શ્રદ્ધા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ન માર્ગ હરિ યે દિશે, નવ દિસે જ દીઠેલ કોઃ દિસે અહિંતહીં બધાજ લઘુકા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અચલ શ્રદ્ધા| બળવંતરાય ક. ઠાકોર}} | |||
<poem> | <poem> | ||
ન માર્ગ હરિ યે દિશે, નવ દિસે જ દીઠેલ કોઃ | ન માર્ગ હરિ યે દિશે, નવ દિસે જ દીઠેલ કોઃ |
Revision as of 10:10, 9 July 2021
અચલ શ્રદ્ધા
બળવંતરાય ક. ઠાકોર
ન માર્ગ હરિ યે દિશે, નવ દિસે જ દીઠેલ કોઃ
દિસે અહિંતહીં બધાજ લઘુકાર્યમાં ડૂબતા;
દિસે અહિંતહીં ઘણા લઘુ ગણી મહત્ ફૂલતા,
અચૈત મદિલા વળી અહહ કૈંક ડૂલાવતા.
વહ્યો યુગ જુનો, નહીં યુગ નવો જ ઊગ્યો હજી.
નિશા જ પસરી બધે અજબ ભૂતભડકા સજીઃ
ભ્રમાટવિ વિશે ભુલા ભુલવતા ઘણાને મુજી,—
નવો યુગ ઉગે જ કૈ ક્ષણ, કિહાં, ન જાણંત કો.
અહો યુગયુગાન્તરાલઘનઘોર વાંસે દ્યુતિ!
ન માર્ગ દિસતો ભલે; અચલ મ્હારી શ્રદ્ધા તુમાં!
ન માર્ગ દિસતો ભલેઃ લઘુ મળે જ કાર્યો ભલે,—
ભુલૂં ન લઘુતા તથાપિ કરું પૂર્ણ નિષ્ઠા બલેઃ
ન માર્ગ દિસતો તથાપિ લઘુતા ન ઉત્સાહમાં;
ન સાથ ગુરુ, શિષ્ય નાઃ અચલ તો ય શ્રદ્ધા તુંમાં.