અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/સ્તુતિનું અષ્ટક: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સ્તુતિનું અષ્ટક|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
પ્રભો! અંતર્યામી! જીવન જીવના! દીનશરણા! | પ્રભો! અંતર્યામી! જીવન જીવના! દીનશરણા! |
Revision as of 10:31, 9 July 2021
ન્હાનાલાલ દ. કવિ
પ્રભો! અંતર્યામી! જીવન જીવના! દીનશરણા!
પિતા! માતા! બંધુ! અનુપમ સખા! હિતકરણા!
પ્રભા, કીર્તિ, કાન્તિ, ધન, વિભવ — સર્વસ્વ જનના!
નમું છું, વંદું છું, વિમલમુખ સ્વામી જગતના!
સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું;
મહાજ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખુંઃ
દિશાની ગુફાઓ, પૃથિવી, ઊંડું આકાશ ભરતો,
પ્રભો! તે સૌથી યે પર પરમ તું દૂર ઊડતો.
પ્રભો! તું આદિ છે. શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન-પ્રલયે નાથ! તું જ છેઃ
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી-પાપીનું શિવસદન કલ્યાણ તું જ છે.
પિતા છે એકાકી જડ સકલ ને ચેતન તણો,
ગુરુ છે, મ્હોટો છે, જનકુલ તણો પૂજ્ય તું ઘણોઃ
ત્રણે લોકે, દેવા! નથી તુજ સમો અન્ય, ન થશે,
વિભુરાયા! તુંથી અધિક પછી તો કોણ જ હશે?
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિશે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતોઃ
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ! નમસ્કાર જ હજો.
અસત્યો માંહીથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા!
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ! લઈ જા.
તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
પિતા! પેલો આઘે જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકલ નદનાં તે ગમ વહેઃ
વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી
દયાના, પુણ્યોના તુજ પ્રભુ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું,
સ્વભાવે, બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દૃષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.
(કેટલાંક કાવ્યો-2)