અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઊગે છે પ્રભાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઊગે છે પ્રભાત| ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;

Revision as of 10:35, 9 July 2021

ઊગે છે પ્રભાત

ન્હાનાલાલ દ. કવિ

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે..

         રજનીની ચૂંદડીના
         છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...

         પરમ પ્રકાશ ખીલે,
         અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે...

(જયા-જયન્ત)