રમણીક સોમેશ્વરની કવિતા/અધૂરો કંપિત કાંડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 6: Line 6:
લાવા ઓકતા જ્વાળામુખી પર
લાવા ઓકતા જ્વાળામુખી પર
{{gap|8em}}ઊ
{{gap|8em}}ઊ
{{gap|8em}} ભી
{{gap|8em}}ભી
{{gap|8em}}ને
{{gap|8em}}ને
લખી શકું
લખી શકું

Latest revision as of 15:37, 21 August 2024

૩૨. અધૂરો કંપિત કાંડ

 

લાવા ઓકતા જ્વાળામુખી પર

ભી
ને
લખી શકું
તો લખું હવે કવિતા
બધું જ તળેઉપર કરી નાખતી ધ્રુજારીનો
ક્યાંથી લાવું લય?
ભાષા!
પૃથ્વીના પેટાળમાં
માઈલો ઊંડે ચાલતા કંપનમાં
અટવાઈ ગઈ છે
એ ભાષાની
આપો મને લિપિ
મારું ચાલે તો
એક ઝીણી લકીરમાં ચીતરુું આકાશ
ધરતી-સમુદ્ર-આકાશને
હવે હું જુદાં નથી પાડી શકતો!


કાટમાળનો ઢગલો
ને પાસે
તાજી વિયાએલી બિલાડી
ઓહ!
બિલાડીની આંખોમાં
ચકરાવા લેતું
અગાધ
ઊંડાણ!