અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/શતદલ પદ્મમાં પોઢેલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> શતદલ પદ્મમાં પોઢેલો હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો. શોધ્યાં સરોવ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શતદલ પદ્મમાં પોઢેલો|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
શતદલ પદ્મમાં પોઢેલો
શતદલ પદ્મમાં પોઢેલો

Revision as of 10:45, 9 July 2021

શતદલ પદ્મમાં પોઢેલો

ન્હાનાલાલ દ. કવિ

શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ;
         શોધી રસકુંજ જ્યાં રમેલો;

શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
         દીઠો ન દુનિયા ફોરેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
         પાંખડી પાંખડી પૂરેલો;
ભ્રમર ભ્રમર કીધ સંગીત સોહામણો,
         પંખીડે પંખીડે પઢેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

અડધેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને
         આસવ ઢોળિયો અમોલો :
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
         જીવનપરાગ જગતઘેલો :
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.
         શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.