નારીસંપદાઃ નાટક/કલ્પના કોની ?: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|4<br>કલ્પના કોની ?|}} <center><poem> પાત્રો : અજય, વાસંતી, આશિષ, લીના, કલ્પના, નૂતન, મનુકાકા, રમા ફોઈ. </poem></center> {{Poem2Open}} (પડદો ખૂલે છે, સુંદર મજાનું દિવાનખાનું છે, રેડિયો છે, ફોન છે. પડદો ખૂલે છે ત્યાર...") |
(+1) |
||
Line 153: | Line 153: | ||
વાસંતી : આવો જ ને ! તમારે જિન્દગીમાં એક જ જી. એફ. હતી, ને તેને પરણી બેઠા...એટલે હવે વહેલું ઘેર જ આવવાનું રહ્યું ને ! ! (સૌ હસે છે...ને લીના, અજય અને આશિષ જાય છે, વાસંતી અંદર જાય છે, કલ્પના પેલું પુસ્તક લઈને વાંચવા બેસે છે ત્યાં અંધકાર છવાય છે – ને...થોડી વારે જ પ્રકાશ રેલાય છે... ને બીજું દૃશ્ય શરૂ થાય છે...) | વાસંતી : આવો જ ને ! તમારે જિન્દગીમાં એક જ જી. એફ. હતી, ને તેને પરણી બેઠા...એટલે હવે વહેલું ઘેર જ આવવાનું રહ્યું ને ! ! (સૌ હસે છે...ને લીના, અજય અને આશિષ જાય છે, વાસંતી અંદર જાય છે, કલ્પના પેલું પુસ્તક લઈને વાંચવા બેસે છે ત્યાં અંધકાર છવાય છે – ને...થોડી વારે જ પ્રકાશ રેલાય છે... ને બીજું દૃશ્ય શરૂ થાય છે...) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|બીજું દૃશ્ય}} | {{center|'''બીજું દૃશ્ય'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(પ્રકાશ થાય છે ત્યારે ત્યાં કલ્પના વિચારમાં બેઠેલી દેખાય છે, અને નૂતન... વિચારમાં ફરતી દેખાય છે, નૂતન ખૂબ ખૂબ મોડર્ન છોકરી છે તે તેના વેશપરિધાન પરથી સમજાય છે.) | (પ્રકાશ થાય છે ત્યારે ત્યાં કલ્પના વિચારમાં બેઠેલી દેખાય છે, અને નૂતન... વિચારમાં ફરતી દેખાય છે, નૂતન ખૂબ ખૂબ મોડર્ન છોકરી છે તે તેના વેશપરિધાન પરથી સમજાય છે.) | ||
Line 387: | Line 387: | ||
વાસંતી ; શું જાણે છે તું ? (ગુસ્સામાં) | વાસંતી ; શું જાણે છે તું ? (ગુસ્સામાં) | ||
કલ્પના : એ જ કે... એ... જ કે હું તમારી કોઈ જ નથી. ને તમે મારાં કોઈ જ નથી...નહિ સગાં, નહિ વ્હાલાં, કે નહિ સંબંધી...કોઈ જ નહિ. કંઈ જ નહિ.. કંઈ જ નહિ... | કલ્પના : એ જ કે... એ... જ કે હું તમારી કોઈ જ નથી. ને તમે મારાં કોઈ જ નથી...નહિ સગાં, નહિ વ્હાલાં, કે નહિ સંબંધી...કોઈ જ નહિ. કંઈ જ નહિ.. કંઈ જ નહિ... | ||
(કહેતાં રડતાં ચાલી જાય છે. સૌ દુ:ખી થતાં એને જતાં જોઈ રહે છે, અંધારું છવાતું જાય છે... ને વાસંતી બોલે છે). | |||
વાસંતી : મનુભાઈ ! આમને આમ તો આ છોકરી ગાંડી થઈ જશે.... (આ વાક્ય પૂરું થતાં તદ્દન અંધારું થઈ જાય છે... થોડું મ્યુઝીક આવે છે...ને ક્ષણમાં જ પ્રકાશ રેલાય છે ને બીજા અંકનું બીજું દૃશ્ય શરૂ થાય છે.) | વાસંતી : મનુભાઈ ! આમને આમ તો આ છોકરી ગાંડી થઈ જશે.... (આ વાક્ય પૂરું થતાં તદ્દન અંધારું થઈ જાય છે... થોડું મ્યુઝીક આવે છે...ને ક્ષણમાં જ પ્રકાશ રેલાય છે ને બીજા અંકનું બીજું દૃશ્ય શરૂ થાય છે.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 393: | Line 393: | ||
{{center|'''અંક બીજો'''}} | {{center|'''અંક બીજો'''}} | ||
{{center|'''દૃશ્ય બીજું'''}} | {{center|'''દૃશ્ય બીજું'''}} | ||
{{Poem2Open}} | |||
(પ્રકાશ રેલાય છે ત્યારે... અજય, મનુ અને વાસંતી દેખાય છે. વાસંતી ઠીકઠાક કરે છે, મનુ છાપું વાચે છે, અને અજય સિગરેટ પીતાં ફરે છે—થોડી વારે) | (પ્રકાશ રેલાય છે ત્યારે... અજય, મનુ અને વાસંતી દેખાય છે. વાસંતી ઠીકઠાક કરે છે, મનુ છાપું વાચે છે, અને અજય સિગરેટ પીતાં ફરે છે—થોડી વારે) | ||
Line 627: | Line 628: | ||
લીના : પણ કલ્પુ... | લીના : પણ કલ્પુ... | ||
કલ્પના: No fear.... ફોન લે છે) નૂતન ! you are stupid ...you are no good...તું જુઠ્ઠી છે. આ જ મારા ખરા પપ્પા છે, ખરી મમ્મી છે. હું એમની જ દીકરી છું, સાંભળે છે ! કલ્પના એમની જ દીકરી છે yes you idiot...no I don't want to meet you.. never— never.. કદાપિ નહિ. (ફોન મૂકી દે છે. પેલા સૌ ખુશ છે ને કલ્પના સાયકોલોજીનાં બે ત્રણ પુસ્તકો બારી બહાર ફેંકે છે) good bye સાયકોલોજી, good bye. (કહે છે... સૌ ખુશ છે ને પડદો પડે છે) | કલ્પના: No fear.... ફોન લે છે) નૂતન ! you are stupid ...you are no good...તું જુઠ્ઠી છે. આ જ મારા ખરા પપ્પા છે, ખરી મમ્મી છે. હું એમની જ દીકરી છું, સાંભળે છે ! કલ્પના એમની જ દીકરી છે yes you idiot...no I don't want to meet you.. never— never.. કદાપિ નહિ. (ફોન મૂકી દે છે. પેલા સૌ ખુશ છે ને કલ્પના સાયકોલોજીનાં બે ત્રણ પુસ્તકો બારી બહાર ફેંકે છે) good bye સાયકોલોજી, good bye. (કહે છે... સૌ ખુશ છે ને પડદો પડે છે) | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઘર લખોટી | ||
|next = | |next = આ છે કારાગાર | ||
}} | }} |
Latest revision as of 10:50, 14 September 2024
કલ્પના કોની ?
પાત્રો : અજય, વાસંતી, આશિષ, લીના, કલ્પના, નૂતન, મનુકાકા, રમા ફોઈ.
(પડદો ખૂલે છે, સુંદર મજાનું દિવાનખાનું છે, રેડિયો છે, ફોન છે. પડદો ખૂલે છે ત્યારે—અજય છાપું વાંચતો દેખાય છે, ને વાસંતી ફૂલની માળા બનાવે છે, અને લીના નાટકનો પાર્ટ ગોખે છે, ને ગોખતાં અભિનય કરે છે. (ગમે તે નાટકનો કે જેમાં અભિનયને અવકાશ હોય તેવો ફકરો પસંદ કરી લેવાનો.) અજય : લીના ? તું તારા રૂમમાં જઈને ગોખે, અને અભિનય કરે તો ? લીના : પણ પપ્પા ! I want you to see... પપ્પા ! બરાબર થાય છે કે નહિ, જુઓ (કરવા જાય છે) અજય : અત્યારે નહિ, લીના, જો હું છાપું વાંચું છું ને છાપું વાંચતી વખતે મને નિરાંત અને શાન્તિ જોઈએ. લીના : Alright તમે ન જોતા, મમ્મી ! તું જો, ને મમ્મી હું જ્યારે પાર્ટ બોલું ત્યારે મારા પેટ તરફ જોજે. વાસંતી : પેટ તરફ જેવાનું હોય કે મોં તરફ ?(હસીને) લીના : મોં તરફ તો ખરું જ પણ પેટ તરફ ખાસ. અવાજ ત્યાંથી ઘૂંટાઈ ઘૂંટાઈને નીકળવો જોઈએ... જોજે, હોં—ને બરાબર સાંભળજે. (અભિનય કરતી, પાર્ટ બોલે છે. બેચાર જાતના અભિનય કરે છે) મમ્મી, કેવું લાગ્યું ? વાસંતી : જો લીના ! ખરું કહું ? મને આવી સમજ જ પડતી નથી. લીના : ઓહ મમ્મી મમ્મી ! તું પણ કેવી છે. પપ્પા ! તમે જોયું કે નહિ, (છાપામાં મોં છે તે જોઈને) ન જોયું ને ? પપ્પાને તો એમની દીકરી કરતાં છાપું વધારે છે મમ્મી ! હું ચાલું છું જો, સામેથી ચાલતી આવું છું. તો આ ચાલવામાં ઠસ્સો, poise બરાબર છે કે નહિ તે જરા જોજે હં ! (દૂર જાય છે, માથા પર બેચાર પુસ્તકો મૂકે છે) વાસંતી : માથા પર પુસ્તકો શા માટે મૂક્યાં ? લીના : poise જાળવવામાં એ મદદ કરે છે, જો મમ્મી હવે હું ચાલું છું.. (એક રાણી જેમ ચાલે છે) મમ્મી, કેમ લાગ્યું ? વાસંતી : તું ચાલતી હો એવું ન લાગ્યું. લીના : તે એવું ક્યાંથી લાગે ? આ કંઈ હું ચાલતી નહોતી. વાસંતી : તો કોણ ચાલતું ’તું ? લીના : મૂમતાઝ—ચાલતી'તી—મમ્મી હવે જો, આ છે ને તે રાણી લક્ષ્મીબાઈ ચાલે છે... (ચાલી બતાવે છે.) મમ્મી ! કેવું લાગ્યું ? (આ વખતે અજય હસી પડે છે.) પપ્પા ! તમને હસવું શેનું આવે છે ? અજય : (હસતાં) કેમ ભાઈ ! તમારા નાટકમાં હસવાની મનાઈ છે ? લીના : મમ્મી ! કહેને મારી ચાલમાં grace, રૂઆબ ને ઠસ્સો જોઈએ તેવો લાગે છે ને ? વાસંતી : ખૂબ લાગે છે, ભાઈ, ખૂબ .. લીના : એમ ખોટું ખોટું ન કહે. જો હવે હું તને એક વૃદ્ધ ડોશીની ચાલ ને અભિનય દેખાડું...(કરવા જાય છે ત્યાં.) અજય : લીના ! આ જ માટે આટલું જ બસ છે... ને બાકીનું દેખાડવું હોય તો…….તારી મમ્મીને તારી રૂમમાં લઈ જઈને દેખાડ, હં ! લીના : ઓહ પપ્પા . (ચિડાય છે.) અજય : ઓહ દીકરી...તારા પપ્પાને — છાપું વાંચવું પડે… ફક્ત નાટક જોયે નહિ ચાલે. તમે બંને બીજા રૂમમાં જાઓ. . (આમ કહે છે ત્યાં કલ્પના આવે છે, સ્કર્ટ પહેર્યું છે, પોનીટેઈલ છે.) કલ્પના : (હાથમાંનું સ્કર્ટ બતાવતાં.) મમ્મી ! જો આ કાલે લઈ આવી તે સ્કર્ટ... કેવું લાગે છે ? અજય : ચાલો...વંચાઈ રહ્યું છાપું... વાસંતી : કાલે તું આ લઈ આવી ? આવો રંગ ઉપાડી લાવી ? કલ્પના : કેમ કેવો રંગ છે ? ન ગમ્યો રંગ, મમ્મી ? વાસંતી : રંગ તો મજાનો છે, પણ તને નહિ શોભે, આ રંગ લીનાને શોભે—તને નહિ. કલ્પના : કેમ નહિ ? કારણ કે હું કાળી છું તેથીજ ને ? હું કાળી છું એટલે મને કશું જ ન શોભે એમ ને ? અજય : તું શા માટે મારી કલ્પનાને ચીડવે છે ? લીના : કાળાને કાળું કહે તેમાં ચિડાવું શા માટે જોઈએ ? કલ્પને : ભલે અમે કાળાં રહ્યાં, તમે બહુ ગોરા છો તે જાણું છું. અજય : તમે મારી દીકરીને એમ કાળી કાળી ન કહો. કલ્પના ! એ ભલે ગમે તેમ કહે, પણ મારે મન તો તું મારી ખૂબ જ ગોરી દીકરી છે, હં ! લીના : કોઈના કહેવાથી કંઈ હોય તે રંગ કંઈ બદલાઈ નથી જતો ...અને પોતે પોતાનો રંગ સમજીને…. ખરીદી કરવી જોઈએ. …….મમ્મીની વાત ખરી છે, અર્થાત્ કેશભૂષા, વેશભૂષા વગેરે સમજીને જ કરવું જોઈએ.. (નાટકીય ઢબે બોલે છે) અજય : આ વળી ક્યા નાટકનો ડાયલોગ છે ! (હસીને) લીના : સ્વરચિત નાટકનો, પપ્પાજી ગમ્યો ? અજય : કલ્પના ! એ બધાં ફાવે તે કહે, પણ હું કહું છું ને તું આપણી જરાએ કાળી નથી. જરાક શ્યામ છે, અને શ્યામ એ કંઈ કાળું ન કહેવાય. લીના : જોયું ને ? પપ્પાએ પણ કાળી જ કહીને.... કલ્પના : ભલે ભલે ભલે અમે કાળાં રહ્યાં. અજય : લીના ! શા માટે તું એને ચીડવે છે ? લીના : એ ચિડાય છે માટે ! જરાક જેટલી મશ્કરી પણ હવે નથી થતી...જરાક મશ્કરી કરીએ કે મોં ફુલાવીને બેસી જાય છે, જુઓ ૫પ્પા હમણાં જ જુઓ... કેવું મોં ફુલાવેલું છે. (કલ્પનાનું મોં ઊંચું કરીને બતાવે છે) જોયું ? છે ને ચડેલું ! કલ્પના : અમારું મોં ચડેલું છે, ફુલાવેલું છે, ને કાળું પણ છે, હવે કંઈ છે ? (આ વખતે ફોન આવે છે, વાસંતી લેવા ઊઠે છે ત્યાં અંદરથી આશિષ દોડતો આવે છે.) આશિષ : મમ્મી ! ફોન મારો જ હશે.(મમ્મી અટકી જાય છે) હું જ લઉં છું... (ફોન લે છે) અલાઉ...yes... (ખુશી થઈને) હં...હં. Very good... હાંi. no, not yet... હાં—no, yes yes... All... સમજ્યો... yes. just now ? Quite...same...ok yes..... sure sure...o.—k. (ફોન મૂકી દે છે... મા—બાપ એકબીજા સામું જોઈને સહેજ હસે છે) અજય : આશિષ ! કોનો ફોન હતો ? (જાણી જોઈને) આશિષ : ફોન ! ફોન તો પપ્પા...એ.ક ફ્રેન્ડનો હતો.... yes ફ્રેન્ડનો.... લીના : ફ્રેન્ડનો તો સમજ્યા ! પણ જી.એફ. નો કે બી.એફ.નો ! અજય : આ જી.એફ. ને બી.એફ વળી શું છે ? લીના : પપ્પા, પપ્પા ! તમે એટલું પણ સમજતા નથી... ? આશિષ, પપ્પા તદ્દન બેંક નંબર રહી ગયા...પપ્પા ! આ તો કલ્પના પણ સમજે છે ને તમે નથી સમજતા ? કલ્પના : કલ્પના પણ, જોયું ને પપ્પા ! પોતાની જાતને ખૂબ હેશિયાર માને છે તે. અજય : એ વાત જવા દે. બી.એફ. ને જી.એફ.નો અર્થ સમજાવને તારા આ બેંક નંબર પપ્પાને જરા મોડર્ન બનાવ. (હસે છે) લીના : પપ્પા, જી.એફ. એટલે ગર્લફ્રેન્ડ.. ને બી.એફ. એટલે બૉયફ્રેન્ડ... અજય : (હસતાં વાસંતીને કહે છે) કેમ, શું ધારો છો, આપણા છોકરાઓ માટે ! મા—બાપને પાઠ ભણાવે એવાં છે કે નહિ ! તે સામે જી. એફ. હતી કે બી. એફ. હતો ! (હસતાં) લીના : સમજવું અઘરું નથી.... પપ્પા ! કોઈ છોકરો બી.એફ. સાથે વાત કરતાં...આશિષે વાપરી એવી શોર્ટહેન્ડ સ્પીચ ખરી રીતે....શોર્ટ માઉથ સ્પીચ વાપરે ખરો ? અજય : ન વાપરે ? લીના : નહિ જ વળી, ..બે છોકરાઓ વચ્ચે વળી ખાનગી શું રાખવાનું હોય....પણ By the way પપ્પા તમે એના એ કોડવર્ડઝ સમા સવાલ જવાબ સમજી શક્યા ખરા ? અજય : નહિ દીકરી, આ જાતનું ભણતર કે આ જાતનો કાર્સ તારા પપ્પાએ કર્યો નથી...આશિષ દીકરા, એ શોર્ટ માઉથ સ્પીચને જરા લાંબી કરીને સમજાવીશ ? આશિષ : શું પપ્પા ! તમે પણ.. એને તો મશ્કરી કરવાની ટેવ છે. કલ્પના : પોતાની જાતને બહુ હોશિયાર માને છે ને તેથી જેની તેની મશ્કરી કરે છે. લીના : yes માનું છું બસ ! પણ પપ્પા આ મશ્કરી નથી, હકીકત છે, એ કોડવર્ડ સમી ભાષાનો અર્થ હું સમજાવું... પણ પહેલાં આશિષને તક આપવી જોઈએ. બોલ, આશિષ, તું સમજાવે છે કે હું સમજાવું ? (વાસંતી હસે છે) આશિષ : મમ્મી ! તું આને જરાપણ રોકતી નથી, હોં. કલ્પના : નહિ રોકે, કારણ કે એ મમ્મીની લાડકી દીકરી છે. અજય : ને તું પપ્પાની ! કેમ છે ને ? આશિષ વાત ઉડાડી ન મૂક, સમજાવ અર્થ. આશિષ : કહ્યુંને પપ્પા ! એમાં કંઈ સમજવા જેવું નથી... અજય : બેટા, જુવાન દીકરા-દીકરીઓની વાતો, સમજવા જેવી પણ હોય છે ને જાણવા જેવી પણ હોય છે; કહે જોઉં, તેં શું કહ્યું તારી પેલી...બી.એફ... Sorry જી.એફ.ને (હસે છે) લીના : એ નહિ કહે, હું જ કહું પેલીએ…ફોનમાં પહેલાં કહ્યું હલ્લો... આશિષ. તેનો જવાબ આપ્યો yes...ને સામે પેલીનો મીઠો અવાજ સાંભળીને મોં મરક્યું.... જોયું’તું ને મરક્તાં. વાસંતી : એ તો મેં જોયું’તું ને થયુંતું કે ફોનમાં વળી આશિષ મરકે છે શા માટે ? (સૌ હસે છે) અજય : પણ આવા ફોનમાં મરકવા જેવું ખરું ? ભલે મરક્યો. પછી ? લીના : પછી પેલીએ કહ્યું કે મેં તો મારાં બા-બાપુજીને આપણા સંબંધની વાત કહી અને તે રાજી છે. તેના જવાબમાં આ ભાઈ બોલ્યા, very good... અજય : મામલો ઠીક આગળ વધતો લાગે છે. (વાસંતીને કહે છે.) લીના : પછી સામેથી પુછાયું... તેં તારાં બા-બાપુને કહ્યું કે નહિ ? એનો જવાબ હતો...no, not yet... અજય : પેલી કરતાં...જરા ઓછી હિમ્મતવાળો કહેવાય. કેમ, તમે શું કહો છો. (હસતાં વાસંતીને પૂછે છે. વાસંતી હસે છે) લીના : ને પછી, પેલીએ પૂછ્યું હશે કે….ત્યાં એકલો છે, જવાબમાં કહ્યું no...પછી પૂછ્યું હશે કોણ છે, જવાબ દીધો All….પછી પેલીએ કહ્યું હશે. બહાર આવે છે ને... તેના જવાબમાં...સવાલ પુછાયો,…just now ? ને પેલીએ કહ્યું હા...હમણાં જ...ને સામેથી પુછાયું ક્યાં મળીશું... જવાબ દેવાયો...same...અર્થાત્—એ જ જગ્યાએ. ફરી પેલીએ પૂછ્યું, પણ આવીશ ચોક્કસને જવાબ દીધો sure sure ... બોલો આશિષકુમાર, આમાં ક્યાંય ભૂલ છે ખરી ? (સૌ હસે છે) અજય : લીના દીકરી ! તને આ ભાષા, mean I, આવા કોડવર્ડઝવાળી ભાષા ઉકેલતાં ક્યાંથી આવડી ? આશિષ : અનુભવે, પપ્પા, અનુભવે. કલ્પના : પપ્પા આને જી.એફ. છે તો આ બહેનબાને બી.એફ. છે. અજય : લીના આ ખરી વાત છે ? કલ્પના : એ તો વાજતુંગાજતું માંડવે આવશે ને ત્યારે જાણશો. (આ વખતે ફોન આવે છે. આશિષ લેવા જાય છે) લીના : આશિષ કુમાર, એટલી વારમાં તમારો ફોન તો નહિ જ હોય. આશિષ : તો કોનો રોહિતનો હશે ? (કહેતાં ફોન લે છે) એલાઉ આશિષ speaking. કોણ નૂતન. કલ્પના : (એકદમ કૂદકો મારીને ફોન પાસે જાય છે..ત્યારે હાથમાંનું પુસ્તક ત્યાં જ મૂકી દે છે. ફોન લે છે... ખુશ દેખાય છે) હલ્લો નૂતન શું તું પણ, ત્રણ દિવસથી તારી રાહ જોઉં છું..એવા તે કેવા કામમાં પડી ગઈ'તી ? સમજી ! આવે છે ને ! very good—પણ ચોક્કસ આવજે હં ! yes yes બધી જ વાંચી છે, જરૂર....હું તારી રાહ જોઈશ હં ! (રિસીવર મૂકે છે) મમ્મી, નૂતન બપોરે અહીં આવશે. વાસંતી : સારું, ઘરમાં તું એકલી જ હતી, તને કંપની થશે. કલ્પના : એકલી હતી તેથી તો મેં એને ખાસ આવવાનું કહ્યું હતું. અજય : કેમ ! આજે બધાં ક્યાં ઊપડવાનાં છો ? કલ્પના : આ બહેનશ્રી ઊપડશે નાટકની પ્રેકટીસમાં, મમ્મી જશે એના મંડળમાં, ને ભાઈશ્રી જશે પેલી જી.એફ.ને મળવા... અજય : કલ્પના એ...જી.એફ. નું નામ તે હશે ને કંઈ ? કલ્પના : નામ છે એનું.. (આ વખતે આશિષ એના મોં આડો હાથ દઈ દે છે તે ખસેડીને) મોં આડો હાથ દઈશને તોયે હું કહેવાની, ૫પ્પા ! એનું નામ છે રાજુલ. (ફરી મોં આડો હાથ દે છે તેથી રાજુલ પણ પૂરું બોલાતું નથી) અજય : શા સારુ એનો શ્વાસ રૂંધે છે, તું શું એમ માને છે કે અમે કંઈ જાણતા જ નથી. ભલે તમારી કોડવર્ડ ભાષા ન જાણીએ, બી.એફ. કે જી એફ.નો અર્થ ન જાણીએ પણ દીકરા, તમને તો જાણીએ છીએ ને ? અમારા લોહીને તો જાણીએ ને ? આશિષ : પપ્પા ! પણ તમે ધારો છો તેવું કંઈ જ નથી. અજય ; એમ ! તો હું શું ધારું છું કહે જોઉં ? એ તું કહે પછી હું કહું કે..એવું કંઈ છે કે નહિ... (હસે છે) બેટા મારા, તારા આ પપ્પાએ તારા કરતાં વધુ દિવાળી જોઈ છે. આશિષ : પણ પપ્પા ! અજય : સમજી ગયો... તારી વાત ખરી હશે... એવું કંઈ જ નથી માન્યું. તો એમ કર, આજે કલ્પના ઘરમાં એકલી છે, તેને કંપની આપવા તું ઘેર જ રહી જા ! કેમ ફાવશે ને ! (હસતાં) આશિષ : ઘેર રહી જાઉં ? પણ પપ્પા વાત એમ છે ને કે. અજય : બસ દીકરા બસ, પપ્પા બધું જ સમજી ગયા... (વાસંતી અને સૌ હસે છે) કલ્પના, Sorry... તારે એકલા જ રહેવું પડશે. કલ્પના : I don't mind.. નૂતન આવે છે ને ? આશિષ : (કલ્પનાએ ત્યાં મૂકેલું પુસ્તક જોઈને) કલ્પના, હજી તું આવાં પુસ્તકો વાંચે છે ? કલ્પના : (આશિષના હાથમાંથી પુસ્તક ખેંચી લેતાં) હા,... એમાં તારે શું છે ? આશિષ : મમ્મી ! હું તને ફરી કહું છું તું પેલી નૂતનને અહીં આવવી સદંતર બંધ કરી દે તો સારું. વાસંતી : શા માટે બંધ કરી દઉં... ? કલ્પના : (ચીડમાં) કારણ કે ભાઈ સાહેબનો હુકમ છે. તારા મિત્રોને આવતા કોઈ બંધ કરી દે તો ? આશિષ : હું આવા મિત્રો રાખતો જ નથી. કલ્પના : આવા એટલે કેવા ? કેવી છે એ મારી બહેનપણી ? આશિષ : મગજમાં જાતજાતનું ભૂસું ભરાવે તેવી. પપ્પા ! I tell you she must be stopped from coming here. કલ્પના : મારે એક જ ખાસ બહેનપણી છે, એની પણ તને ઈર્ષા આવે છે, કેમ ? લીના : શા માટે ખોટો અર્થ ઘટાવે છે, કોઈ તારી ઈર્ષા કરતું નથી પણ... કલ્પના : નથી શું કરતા, બધાં જ કરો છો, one and all. આશિષ : જુએ છે ને મમ્મી ! જરા જરામાં કેવી ચિડાઈ જાય છે, ને કેવો તોબડો ચડી જાય છે, જ્યારથી એ નૂતનની દેસ્તી થઈ છે ત્યારથી કોણ જાણે કેવી થતી જાય છે. લીના : કેવી શું, એકદમ moody અને તરંગી, જાતજાતની ને અજબગજબની કલ્પનાઓ કરવા લાગી છે. આશિષ : એ નુતને આના મગજમાં જાતજાતનાં ભૂત ભરાવવા માંડ્યાં છે. કલ્પના : જે વિષયમાં પોતે અજ્ઞાન હોઈએ તે વિષય માટે ડહાપણ ન ડોળીએ તો કંઈ ખોટું ? લીના : અમે પણ એ જ કહીએ છીએ કે સમજણ વિના એ વિષયમાં ઊંડા ઊતરવાનું બંધ કરો તો કંઈ ખોટું ? (અભિનય કરતાં કહે છે) કલ્પના : તમારા અભિનયની કળા અહીં દેખાડવાની કશી જ જરૂર નથી, સમજ્યા ? અને નૂતનના જ્ઞાન વિષે તમે કશું જ જાણતા નથી... એ જે કહે છે તે ખૂબ જ વિચારીને કહે છે, એને સાયકોલોજીનો કેટલો ઊંડો અભ્યાસ છે તેની ખબર છે તમને ? આશિષ : પપ્પા સાંભળો છે ને ? એ નૂતન આમની ગુરુ છે, ને આ એની ચેલી છે, એ ગુરુજી આ ચેલીના માનસનું પૃથક્કરણ કરે છે. અજય : તો એમાં ખોટું શું છે ? આશિષ : પપ્પા ! Don't take it lightly... પેલી આના મગજમાં કોણ જાણે શું ભૂસું ભરાવે છે કે……… કલ્પના : (એકદમ ચિડાઈને) આ તદ્દન ખોટી વાત છે, મારી બહેનપણી પર આરોપ છે... એ કશું જ ભૂસું ભરાવતી નથી. લીના : એ તને આવાં જ પુસ્તકો શા માટે આપી જાય છે ? (બતાવે છે પેલું પડેલું પુસ્તક) કલ્પના : (ખૂંચવી લઈને) કારણ કે...એ પુસ્તકો... મારા અગાધ મનના ઊંડાણને ઉકેલવામાં મદદરૂપ થાય છે, એટલે, you see ? લીના : મમ્મી ! સાંભળે છે ને ? કલ્પના બોલે છે તે તું સાંભળે છે ને ? આશિષ : આ કલ્પના નથી બોલતી, એની અંદર રહેલી પેલી નૂતન બોલે છે, આવું વાંચી વાંચીને ભેજું જ બગાડી નાખવાની છે. કલ્પના : ઈર્ષા... પાછી ઈર્ષા Jealousy nothing but Jealousy આશિષ : ઈર્ષા ? શેની ઈર્ષા ? કલ્પના : મને મળતા જ્ઞાનની, નૂતન કંઈ આલતુફાલતુ છોકરી નથી......એના પપ્પા એક મહાન સાયકોલોજિસ્ટ છે; ને એની મમ્મી પણ એક હોશિયાર સાઈકીએટ્રીસ્ટ છે, આવા નામી મા—બાપની એ દીકરી છે, ને એનું જ્ઞાન પણ આ વિષયમાં અગાધ છે, સમજ્યા ? લીના : કેટલું અગાધ ? તારા પેલા અગાધ મન જેટલું અગાધ ! (કહીને એ તથા આશિષ હસે છે) વાસંતી : શા માટે ક્યારના તમે બે એની પાછળ પડ્યાં છો ? કલ્પના : Because they enjoy doing it...એમાં જ એમને મજા આવે છે. આશિષ : સાંભળે છે ને, મમ્મી.... We enjoy doing it.... પણ આ કલ્પના નથી બોલતી.. નૂતન બોલે છે. કલ્પના : નૂતન ખરું જ કહે છે.... આશિષ : શું કહે છે નૂતન ? કલ્પના : એ જ કે ચાલુ રોકટોકથી, માનવીનો વિકાસ રૂંધાઈ જ જાય છે, ખોટા દબાણથી એની અનેક ઇચ્છાઓ દબાઈ જાય છે, ને તે ઇચ્છાઓ અંદર મનમાં ઊતરી જાય છે, ને તક મળતાં એ વિકૃત સ્વરૂપે બહાર આવે છે. (આ વખતે આશિષ ખડખડાટ હસી પડે છે) તને હસવું શેનું આવે છે ? આશિષ : તારી વાતનું... વિકાસ રૂંધાઈ જાય છે. હમ્બગ... કલ્પના : જે વાત જાણીએ નહિ એમાં પોતાનું આ લાંબું નાક ન ખોસીએ તો કંઈ વાંધો આવે ? વાસંતી : હવે તમે ચર્ચા બંધ કરો તો સારું. નકામાં લડી ૫ડો છો. કલ્પના : (આશિષ, અને લીનાને કહે છે) બીજી વાત પણ જાણી લો કે કોઈને સતત દબાવ્યા કરવાથી કે તે વ્યક્તિ ઊતરતી છે, તેમ કહ્યા કરવાથી એનામાં એક જાતનો Inferiority complex આવી જાય છે, લઘુતા ગ્રન્થિ બંધાઈ જાય છે. અને તેને લઈને... લીના : (એકદમ તાળી પાડીને) આંકોર, આશિષ. આપણા જ ઘરમાં એક મહાન માનસશાસ્ત્રી રહે છે તેની તો આ૫ણને ખબર જ નહોતી હં ! મમ્મી ! તું નૂતનને આવતી બંધ કરી દે નહિ તો... કલ્પના : એને અહીં આવતી રોકશો તો હું એને ત્યાં જઈશ. અજય : (ઉપરની વાતો દરમ્યાન એ તૈયાર થતો જતો હતો) ચાલો છોડો હવે એ વાત... (વાસંતી ને) હું જાઉં છું. લીના : પપ્પા ! મને જરા ઉતારતા જાઓ, હું આવી એક મિનિટમાં જ...(કહીને અંદર જાય છે) અજય : જલદી કરજે, લીના... લીના : (અંદરથી) એક જ મિનિટ. અજય : આશિષ ! ચાલ તને પણ પેલી તારી મુકરર જગ્યાએ ઉતારતો જાઉં... (હસે છે) વાસંતી : આમ જ છોકરાઓને બગાડી મૂકો છો ને. (સહેજ હસતાં) આશિષ : મમ્મી ! થોડી વાર પહેલાં સાંભળ્યું નહિ ? રોકટોકથી વ્યક્તિનો વિકાસ રૂંધાઈ જાય છે તે.. (સૌ હસે છે, કલ્પના સિવાય. લીના એની પર્સ લઈને આવે છે, હાથમાં નાટકનું પુસ્તક છે...). લીના : ચાલો પપ્પા ! મમ્મી ! આજે આવતા થોડું મોડું થશે, હં ! અજય : અને આશિષને તો જી.એફ.ને મળવાનું છે એટલે એને પણ મોડું થશે...વહેલો એક હું આવીશ ! વાસંતી : આવો જ ને ! તમારે જિન્દગીમાં એક જ જી. એફ. હતી, ને તેને પરણી બેઠા...એટલે હવે વહેલું ઘેર જ આવવાનું રહ્યું ને ! ! (સૌ હસે છે...ને લીના, અજય અને આશિષ જાય છે, વાસંતી અંદર જાય છે, કલ્પના પેલું પુસ્તક લઈને વાંચવા બેસે છે ત્યાં અંધકાર છવાય છે – ને...થોડી વારે જ પ્રકાશ રેલાય છે... ને બીજું દૃશ્ય શરૂ થાય છે...)
બીજું દૃશ્ય
(પ્રકાશ થાય છે ત્યારે ત્યાં કલ્પના વિચારમાં બેઠેલી દેખાય છે, અને નૂતન... વિચારમાં ફરતી દેખાય છે, નૂતન ખૂબ ખૂબ મોડર્ન છોકરી છે તે તેના વેશપરિધાન પરથી સમજાય છે.) નૂતન : તો તને એવાં સ્વપ્નાં રોજ આવે છે, ખરું ? કલ્પના : હમણાં હમણાં તો રોજ જ આવે છે; (ચિન્તામાં છે) નૂતન ! એ બધાંનો અર્થ તું કહે છે તેમજ... નૂતન : Don't jump to conclusion... પાક્કો નિર્ણય કરતા પહેલાં મને તારા માનસનું બરાબર પૃથક્કરણ કરવા દે... કલ્પના : પછી બધું સ્પષ્ટ સમજાઈ જશે ને ? નૂતન : એકદમ સ્પષ્ટ...એક વાર અંદરના મનની સપાટી ઉપર આવી કે પછી બધું જ સ્પષ્ટ...પછી તો you can read your whole mind...like an open book, you see ? કલ્પના : (ડોકું ધુણાવીને) no, I don't see at all ! નૂતન : તદ્દન બુધ્ધુ છે. કલ્પના : તું મારા માનસનું પૃથક્કરણ કરીને સ્વપ્નાનો અર્થ એકદમ ખરો કહી શકીશ ? નૂતન : No doubt about it...૫ણ તે કહું તે પહેલાં થોડા પ્રશ્નો પૂછી લઉં... (વિચારમાં ફરે છે, હાથમાં ચશ્માં છે, મોટા પ્રોફેસર જેમ) તો તને સ્વપ્નાં રોજ જ આવે છે, કેમ ? કલ્પના : કહ્યું ને હમણાં હમણાં તો લગભગ રોજ જ. નૂતન : સ્વપ્નાં પણ લગભગ એક જ જાતનાં આવે છે, કેમ ? કલ્પના : થોડા ફેરફાર સાથે લગભગ એક જ જાતનાં. નૂતન : ને સ્વપ્નામાં તું ઝાડુ જ કાઢ્યા કરે છે. ખરું ! કલ્પના : (ખૂબ દુઃખી થતાં) હા, થાકી જાઉં ત્યાં સુધી. નૂતન : I see (જરા વિચાર કરીને) કલ્પના ! ઝાડુ ક્યાં કાઢે છે ? કલ્પના : ક્યાં એટલે.. (ગભરાતી) નૂતન : એટલે ઘરમાં કે શેરીમાં ? કલ્પના : કોઈવાર જ ઘરમાં, પણ મોટે ભાગે તો શેરીઓ જ સાફ કર્યા કરું છું નૂતન : (ખૂબ ગંભીર બનીને) I see.... કલ્પના : નૂતન ! તું આટલી બધી ગંભીર કેમ બની ગઈ ? શેરીઓ વાળું છું એનો શો અર્થ હશે ? નૂતન બોલને....મને તો ખૂબ જ ગભરાટ થાય છે. નૂતન : ગભરાટ થાય તેવું જ છે. કલ્પના : શું છે....જલદી કહે, નૂતન, જલદી કહે. નૂતન : કલ્પના, મન મજબૂત કર, ને હું કહું તે સાંભળ... કલ્પના : એમ કેમ કહે છે ? નૂતન, મને ખુબ ડર લાગે છે. નૂતન : કલ્પના, એક પ્રશ્નનો જવાબ આપ, (કલ્પના નૂતન સામે જોઈ રહે છે) તને કોઈ વાર એવું થાય છે કે તું જાણે હરિજન હો... કલ્પના : (ખૂબ ડરી ને) હ....રિ જ ન...હું...પ...ણ.... નૂતન : yes તું...તને એવું થતું હોવું જોઈએ જ, તારાં દરેક સ્વપ્ન એ તરફ જ આંગળી ચીંધે છે, સ્પષ્ટ એ જ બતાવે છે, કલ્પના ! તું હરિજન હો એવું કોઈ વાર તને થાય છે ને ? Say yes or no. કલ્પના : કદાચ થતું હશે. પરન્તુ નૂતન.... નૂતન : ઉપરાંત તને થતું હશે કે... પેલા સુજાત ચિત્રમાં સુજાતાને જેમ કોઈએ રાખી લીધી હતી તેમજ... તને... કોઈએ રાખી લીધી છે... કલ્પના : મને...મને કોઈએ રાખી લીધી છે, you mean હું બીજાની છોકરી છું ને બીજે ઉછરી રહી છું, એટલે કે.... નૂતન : yes...કલ્પના you don't belong to this family. કલ્પના : (એકદમ પણ એવું કેમ બને ? (ડરે છે) નૂતન : એવું બન્યું છે કલ્પના વિચાર કર….તને એવું લાગે છે ને ? say yes or no... કલ્પના : (ડરતાં—ગભરાતાં) મને કશી જ ખબર પડતી નથી. નૂતન : ઉપરાંત તને ઘણી વાર એમ પણ લાગે છે કે આ કુટુંબના માણસો તારી વાત, વિચાર, ઇચ્છા કે આકાંક્ષા કશું જ સમજી શકતાં નથી... કલ્પના : હા...હા, એમ તો ઘણી વાર લાગે છે, નૂતન : I knew that..... એમ લાગવું જ જોઈએ, કેટલો વખત થયા એમ લાગે છે ? કલ્પના : જ્યારથી તે માનસશાસ્ત્ર સમજાવવા માંડ્યું છે ત્યારથી. નૂતન ! તો શું ખરેખર હું હું... (બોલી શકતી નથી) નૂતન : એમાં હવે મને લેશમાત્ર પણ શંકા નથી.... કલ્પના : (રડમસ અવાજે) ઓહ નૂતન ! તો મારું શું થશે ? નૂતન : એમ ગભરાઈ ન જા... પાક્કા નિર્ણય પર આવીએ તે પહેલાં મને પૂરી ખાત્રી કરી લેવા દે... તું અહીં બેસ...આ ખુરશીમાં. (કલ્પના બેસે છે) એમ નહિ, નિરાંતે બેસ...Relax…..જરા આમ તકિયા પર ૫ડ. Relax. No tension. આંખ બંધ કર...relax, girl, relax, yes...હવે વિચાર કર... કલ્પના : શાનો વિચાર કરું ? નૂતન : બોલ નહિ, ફક્ત વિચાર જ કર, (કલ્પના આંખ બંધ કરીને પડી છે) જે હવે તારું અંદરનું મન...એટલે કે સબકોનશ્યસ માઈન્ડ ઉપર આવી રહ્યું છે, એ મનને તું જાતે જ વાંચી શકે છે, સમજી શકે છે, તેને આ ક્ષણે તારા જન્મથી માંડીને તે આજ સુધીની દરેકે દરેક વાત યાદ આવી રહી છે, યાદ આવે છે ને ? (કલ્પના ડોકું ધુણાવીને ના કહે છે) યાદ આવવી જ જોઈએ, જો સાંભળ, તું કાળી છે. છે કે નહિ ? (કલ્પના ડોકું ધુણાવીને હા કહે છે) તારા ઘરનાં બીજાં બધાં જ ગોરાં છે. છે કે નહિ ? (ડોકું ધુણાવીને હા કહે છે) તારા ઘરનાં બધાં જ ગોરાં છે. કલ્પના : (ધીમે ગણગણે છે) બધાં જ ગોરાં છે. નૂતન : તું જ એક કાળી છે. કલ્પના : (ધીમે) કાળી છું. નૂતન : તારું નાક ચપટું છે. કલ્પના : (ધીમે) ચપટું છે. નૂતન : તારા વાળ ટૂંકા ને વાંકડિયા છે. કલ્પના : (ધીમે) વાંકડિયા છે નૂતન : તું રોજ શેરીઓ વાળે છે. કલ્પના : (ધીમે) શેરીઓ વાળું છું. નૂતન : તને ઘરનાં કોઈ સમજતાં નથી. કલ્પના : (ધીમે) સમજતાં નથી. નૂતન : બસ... મળી ગયો સ્વપ્નાનો અર્થ. કલ્પના : (આંખ ખોલીને ડરતાં) શું અર્થ છે, નૂતન... નૂતન : તું આશિષની બહેન નથી. કલ્પના : હું આશિષની બહેન નથી ? તો……… નૂતન : તું લીનાની બહેન નથી. કલ્પના : હું લીનાની બહેન નથી ? તો... નૂતન : તું...તારા પપ્પા—મમ્મીની દીકરી નથી. કલ્પના : હું…..હું....એમની દીકરી પણ નથી ? નૂતન : ના, નથી. કલ્પના : તો... તો હું કોની દીકરી છું ! નૂતન : હરિજનની. કલ્પના : હરિજનની ? ના... નૂતન... ના... એવું ન કહે. એવું ન કહે... (રડી પડે છે) નૂતન : કલ્પના, I am sorry but I have to speak the truth. તું હરિજનની દીકરી છે માટે જ તો સ્વપ્નામાં રોજ શેરી વાળે છે, માટે જ તો તને પેલી પ્રાયશ્ચિત્ત વાર્તા વાંચવી ખૂબ ગમે છે, માટે જ તો પેલું સુજાતા ચિત્ર જોઈ જોઈને તું રડતી હતી....now, again relax... આંખ બંધ કર. ને ઊંડેથી વિચાર કર, તને યાદ આવશે તારા જન્મની વાત... યાદ આવે છે ને ! (કલ્પના ડોકું ધુણાવીને ના કહે છે) યાદ આવવું જ જોઈએ, જો હવે... તને યાદ આવે છે ? બોલ આવે છે ને — say yes (કલ્પના ડોકું ધુણાવીને હા કહે છે) તું એક ગંદા ઝૂંપડામાં જન્મી છે. કલ્પના : (ધીમે ગણગણે છે) ગંદા ઝૂંપડામાં... નૂતન : ત્યાંથી... એ તારાં સગાં મા—બાપે...તને એક મોટા ઝાડ નીચે મૂકી દીધી છે. કલ્પના : (ગણગણે છે) ઝાડ નીચે મૂકી દીધી છે. નૂતન : ત્યાં જ એ ઝાડ નીચે તારા આ So—called પપ્પાએ તને જોઈ. કલ્પના : (ગણગણે છે) So—called પપ્પાએ જોઈ. નૂતન : અને એમણે દયા ખાઈને તને ઉપાડી લીધી છે. કલ્પના : દયા ખાઈને ઉપાડી લીધી. નૂતન : અને તારી આ So—called મમ્મીને સોંપી છે, પેલી સુજાતાની જેમ જ. કલ્પના : સુજાતાની જેમ જ. (ખૂબ ધીમે ગણગણે છે trance માં હોય તેમ) નૂતન : એટલે જ્યારે તારી આ So—called મમ્મીએ તને પહેલવહેલી જોઈ ત્યારે તું એક કપડામાં વીંટળાયેલી હતી. કલ્પના : કપડામાં વીંટળાયેલી હતી. નૂતન : તને તું જન્મી તેવી નગ્ન નથી જોઈ કારણ કે.. તું મળી આવેલી છે, તેથી તારી આ So—called મમ્મીએ તને પહેલવહેલી જોઈ ત્યારે તને કપડામાં વીંટળાયેલી જોઈ હતી. કલ્પના : કપડામાં વીંટળાયેલી જોઈ હતી... નૂતન : એટલે નક્કી થાય છે કે...આ તારાં ખરાં પપ્પા—મમ્મી નથી જ. કલ્પના : ખરાં નથી જ. નૂતન : અને તારાં ખરાં મમ્મી પપ્પા, તને કોઈ વાર તારી ગરદન પરનો મોટો કાળો ડાઘ જોઈને ઓળખશે જ, અને ઓળખશે ત્યારે પેલી પ્રાયશ્ચિત વાર્તાની જેમ જ તને ત્યાં... પેલા ગંદા ઝૂંપડામાં ખેંચી જશે જ... કલ્પના : (ટ્રાન્સમાં ગણગણતાં હવે રડે છે) મ...ને ખેંચી જશે જ...મ...ને ગંદા ઝૂંપડામાં ખેંચી જશે જ... (રડે છે) નૂતન : ને પછી જેમ તું અત્યારે સ્વપ્નામાં શેરીઓ વાળે છે તેમ તારે જાગતાં વાળવી પડશે. કલ્પના : (રડતાં...) જાગતાં — શેરીઓ વાળવી પડશે... (ખૂબ રડે છે) નૂતન : લોકોનાં મેલાં ઉપાડવાં પડશે. કલ્પના : લોકોનાં મેલાં ઉપાડવાં પડશે. (ખૂબ રડી પડે છે ને ટ્રાન્સમાંથી જાગૃત થાય છે) નૂતન, મારું શું થશે (રડે છે) મારાથી....એ બધું નહિ થાય…નહિ થાય. નૂતન : કલ્પના, મને પણ ખૂબ દુઃખ થાય છે, મારી બહેન૫ણીને ગંદા ઝૂંપડામાં જવું પડશે...કલ્પના, તારા વિના મને નહિ ગમે. (કહીને એ એને ભેટે છે ને રડે છે) કલ્પના : નૂતન ! મારાથી શેરીઓ નહિ વળાય. નૂતન : ને પેલું ગંદું… લોકોનું મેલું... કલ્પના : (ઉલ્ટી કરવા જેવું કરે છે) ઓ.હ..વિચારતાંયે ધ્રૂજી ઊઠું છું. નૂતન : મારી વ્હાલી બહેનપણી મેલું ઉપાડશે... ઓ... રે... (કહીને બન્ને રડે છે) કલ્પના : ઓહ નૂતન ! મારું શું થશે ? નૂતન : મને થાય છે કે મેં સાચું ન કહ્યું હોત તો સારું હતું, ખરું ને ? કલ્પના : એમાં તું શું કરે ? હકીકત છે તે આખરે ક્યાં સુધી છૂપી રહેત ? નૂતન : ખરું છે. પેલો ડાઘ જોશે કે... (ગળે બતાવે છે) કલ્પના : લઈ જ જશે...ઓ... રે મારાથી ત્યાં કેમ રહેવાશે ! (રડે છે ત્યાં ફોન આવે છે. નૂતન લે છે) નૂતન : (ફોનમાં) અલાઉ…yes નૂતન સ્પીકીંગ yes મમ્મી ! વારૂ. હમણાં જ આવું છું. (રીસિવર નીચે મૂકે છે) કલ્પના મમ્મીનો ફોન છે, મને જલદી બોલાવે છે, I am off... (કલ્પના રડે છે.) તું રડ નહિ...ને જો હું પાછી આવી જઈશ, ને તું ત્યાં જઈશને તોયે હું મળવા આવીશ હોં ને ? (નૂતન જાય છે. કલ્પના રડતી બેઠી છે. સ્વગત બોલે છે) ઓહ ભગવાન ! મારું શું થશે ? મને ગંદા ઝૂંપડામાં... (આ જ વખતે નૂતનનો અવાજ સંભળાય છે કે “પાછી ખેંચી જ જશે. તારે શેરીઓ વાળવી પડશે, લોકોનાં મેલાં ઉપાડવાં પડશે...તારી ગરદન પરનો ડાઘ જોઈને પાછી ખેંચી જ જશે. (ડાઘ પર એકદમ હાથ દબાવે છે) ખેંચી જ જશે...ખેંચી જ જશે... ખેંચી જ જશે.” (કલ્પના રડતાં કહે છે) “ના...ના... ના. મારાથી નહિ જવાય, નહિ જવાય...” (એટલું બોલતી રડતી અંદર ચાલી જાય છે .. થોડી વારે ક્યાંઈક ભજન ગવાતું સંભળાય છે. રાયના રંક ને રંકના રાય કરનાર ઈશ્વરનું ભજન સંભળાય છે ને થોડી વારે વાસંતી અને લીના હાથમાં થોડા પેકેટ સાથે પ્રવેશે છે) લીના : (કોઈને હોલમાં ન જોતાં) ઘરમાં કોઈ નથી કે શું ? મમ્મી ! નૂતન નહિ આવી હોય ? વાસંતી : આવી તો હશે જ, કદાચ કલ્પનાના ઓરડામાં બેઠાં હશે. (બૂમ મારે છે) કલ્પના... ઓ કલ્પના... લીના : (બૂમ મારે છે) કલ્પના...ઓ કલ્પના... જો તો ખરી... મમ્મી તારા માટે શું શું લાવી છે તે. (પેકેટ ખોલવા જાય છે, ફરી બૂમ મારે છે) કલ્પના...(કલ્પના ના છુટકે આવે છે, ને આવીને દૂર જાય છે) અરે ત્યાં દૂર કેમ બેસી ગઈ ? જો તો ખરી... કલ્પના : જ્યાં બેસવાનું છે ત્યાં જ બેસવું સારું ને...(નિસાસો) વાસંતી : આ શું વેષ કર્યો છે, અલી ! તું રડતી'તી... લીના જો તો એનું મોં જો, વાળ જો...કલ્પના તું રડતી’તી ! નૂતન ન આવી ? કલ્પના : નસીબમાં હવે એ જ છે ને ! (નિસાસો) લીના : (એકદમ) મમ્મી ! નૂતન જરૂર આવી છે. વાસંતી : શાના પરથી કહે છે ? લીના : આ કલ્પનાની behaviour પરથી... (કલ્પનાને) પાછું એ મગજમાં શું ભૂત ભરાવી ગઈ છે હં ! કલ્પના : સત્ય હકીકત એ ભૂત નથી. જે છું તે જાણવું જ રહ્યું, ને નથી તેને ભૂલવું જ રહ્યું. (દુ:ખી છે) લીના : છોડ એ તારા ભૂતને... અને જો મમ્મી તારા માટે તને ભાવતા—ગુલાબજાંબુ ને ચેવડો લાવી છે. (લીના પેકેટ ખોલે છે, પરન્તુ કલ્પના એમ જ બેસી રહે છે) વાસંતી : કલ્પુ, ગુલાબજાંબુનું નામ સાંભળીને તો તું દોડે છે ને આજે આમ કેમ બેસી રહી છે ! શું થયું છે તને ? કલ્પના : જે નથી જ મળવાનું તેની પાછળ દોડવાનો અર્થ જ શો છે ? (નિસાસો) વાસંતી : (નવાઈ પામતાં) શું નથી મળવાનું ? શું વાત કરે છે. કંઈ સમજાય એવું તો બોલ. કલ્પના : બધું જ જાણે છતાં ન જાણવાનો ડોળ કરે, તેને કોણ સમજાવી શકે ? કોઈ જ નહિ... (વાસંતી વધુ નવાઈ પામે છે) લીના : મમ્મી ! આ વખતનું ભૂત જરા જબરું લાગે છે. ઊભી થાય છે કે નહિ ? ચાલ નાસ્તો કરવા...(કહેતાં ખેચી જાય છે) વાસંતી : (કલ્પનાના ગંદા હાથ જોઈને) તારા હાથ કેટલા ગંદા છે ? શું કરતી'તી ? જા પહેલાં હાથ ધોઈ આવ. કલ્પના : (હાથ પાછો ખેંચી લેતાં) શો ફાયદો ? વાસંતી : શેનો શો ફાયદો ? કલ્પના : હાથ ધોવાનો. વાસંતી : શું બોલે છે તું ! હાથ ધોવાનો શો ફાયદો એટલે ? કલ્પના : ગંદામાં જ રહેવાનું છે, ગંદા હાથે જ ખાવાનું છે, પછી ધોઈને શો ફાયદો ? (નિઃસાસો નાખે છે, વાસંતી કંઈ સમજતી નથી) વાસંતી : તને થયું છે શું ? લીના : મમ્મી ! આ બધાં નૂતનનાં જ કામ છે. વાસંતી : દા'ડે દા'ડે કેવી થતી જાય છે ! જો તારા હાથ, તારાં કપડાં, વાળ, તારું મોં ! કહું છું કે... કલ્પના : કશું જ કહેવાની જરૂર નથી, હું જાણું છું, હું કાળી છું, ગંદી છું, ગોબરી છું, મારું નાક ચીબું છે, વાળ જાડા છે, બધું જ છે ને શા માટે એવી છું તે પણ તમે જાણો છો, તો પછી શા માટે મારો જીવ ખાઓ છે ? (કહેતાં રડી પડે છે ને ચાલી જાય છે) વાસંતી : (પાછળ બૂમ પાડતાં) કલ્પના. અરે કલ્પના...ચાલી ગઈ, લીના ! આને શું થઈ ગયું છે ? ભારે વિચિત્ર થતી જાય છે. લીના : તને મેં કેટલી વાર કહ્યું મમ્મી ! કે તું નૂતનને આવતી બંધ કર, જ્યારે જ્યારે એ આવે છે, ત્યારે કંઈક નવું જ ભૂત ભરાવીને જાય છે વાસંતી : (વિચાર કરતાં) તારી વાત તો ખરી લાગે છે. તું એમ કર, હમણાં આ બધું અંદર મૂકી દે, ને હું જરા એની પાસે જાઉં. લીના : ભલે. (પેકેટ લઈને અંદર જાય છે ને વાસંતી અંદર જવા લાગે છે ત્યાં કલ્પના પાછી આવે છે.) વાસંતી : આવ, આવ, કલ્પુ... હું તારી પાસે જ આવતી'તી. આવ બેસ અહીં. (કલ્પના બેસે છે... માએ શું કહ્યું તે જાણે સાંભળ્યું જ નથી, આસપાસ કોઈ છે તો નહિ ને તે જુએ છે.. પછી પૂછે છે) કલ્પના : મમ્મી ! મારે તને એક સવાલ પૂછવો છે. પૂછું ? વાસંતી : એમાં તે વળી પૂછવાનું હતું હશે ! શું પૂછવું છે, પૂછ. કલ્પના : પણ સાચ્ચો જવાબ દઈશ ને ? વાસ'તી : ખોટો દેવાનો કંઈ અર્થ ખરો ? શું પૂછવું છે તારે ? કલ્પના : બહુ જ ગંભીર સવાલ છે, મમ્મી ! મારી જિંદગીનો પ્રશ્ન આ પ્રશ્નમાં સમાયેલો છે, મમ્મી ! તારા જવાબ પર મારું આખું ભાવિ તોળાઈ રહ્યું છે. વાસંતી : આટલું બધું શું છે ! પૂછી નાખ કે પતે... કલ્પના : તારે જવાબ ફક્ત હામાં કે નામાં જ આપવાનો છે. વાસંતી : બાપ રે કેવી ગંભીર બનતી જાય છે. તારે શું પૂછવું છે ? કલ્પના : (માની નજીક જાય છે, ગભરાટ શમાવવા છાતી પર હાથ મૂકે છે, ને પછી આંખ બંધ કરીને એકદમ પૂછી નાંખે છે.) મમ્મી ! તેં મને પહેલવહેલી જોઈ, ત્યારે હું કપડામાં લપેટાયેલી હતી ? વાસંતી : (નિરાંતનો શ્વાસ લઈને પ્રશ્ન પર હસતાં) શું ગંભીર સવાલ પૂછી નાખ્યો... (હસતાં) હા હતી જ... કલ્પના : હ...તી જ. (રડવા જેવી થઈ જાય છે) કપડામાં વીંટળાયેલી હતી. બસ... મને જવાબ મળી ગયો. (જવા લાગે છે) વાસંતી : અરે પણ ચાલી ક્યાં ? બેસ મારે તારી સાથે થોડી વાતો કરવી છે. કલ્પના : હવે કોઈ વાતનો કશો જ અર્થ નથી..... કશો જ નહિ. (રડી પડે છે. જવા લાગે છે. જતાં જતાં) સાચો જવાબ આપવા માટે આભાર. (૨ડતાં ચાલી જાય છે) વાસંતી : (બૂમ મારે છે) કલ્પના, ઓ કલ્પના...મારી વાત તો સાંભળ, (લીના આવે છે તેને) લીના, કલ્પનાને બોલાવ તો. લીના : આવી'તી અહીંયાં ? વાસંતી : હા આવી'તી, આવીને બધે જોયું, બીજું કોઈ છે તો નહિ ને..તેની ખાત્રી કરી લીધી ને પછી ત્યાં બેસીને મને કહે : મમ્મી ! હું પૂછું તેનો ખરો જવાબ દઈશ…..મેં કહ્યું હા..તો કહે જવાબ ફક્ત હા કે ના... માં જ જોઈએ. લીના : એણે શું પૂછ્યું ? વાસંતી : મમ્મી ! તેં મને પહેલવહેલી જોઈ ત્યારે હું કપડામાં લપેટાયેલી હતી ને ? ને મેં કહ્યું હાસ્તો. ને એ સાંભળીને એ ખૂબ દુ:ખી થઈ ગઈ, રડી પડી ને અંદર ચાલી ગઈ. કોણ જાણે શું થઈ ગયું છે આ છોકરીને, જા જોઈ આવ અંદર, એ રડતી જ હશે (લીના જાય છે, વાસંતી વિચારમાં બેઠી છે. ત્યાં અજય આવે છે) અજય : કેમ ! All quiet on the home front (પોર્ટફોલિયો મૂકે છે, બેસે છે) વાસંતી : શાન્ત ઉપર ઉપરથી જ છે, બાકી અંદર તો ધખધખી રહ્યું છે. અજય : કેમ આટલી ગંભીર ? શું થયું છે ? વાસંતી : કલ્પનાનું વર્તન, દિનપ્રતિદિન વિચિત્ર જ થતું જાય છે. અજય : એનો ઉપાય આવી રહ્યો છે. મનુ જ એને ઠેકાણે લાવશે, (બૂમ મારે છે) કલ્પના...એ કલ્પના... કલ્પના : (આવે છે) yes પપ્પા... અજય : એક ખુશ ખબર આપું. મનુકાકા આવે છે. કલ્પના : I see...એમને તમે બોલાવ્યા હશે.. મારા માટે. અજય : ના – બોલાવ્યો નથી, એ જાતે જ આવે છે, ને હાં સાથે રમુ ફોઈ ૫ણ આવે છે, કલ્પુ ! રમુ ફોઈને તો તું ખૂબ જ ગમે છે, અને મનુકાકાની તો તું ખૂબ જ લાડકી છે કેમ ? ખૂબ મજા પડશે ને ? કલ્પના : પપ્પા ! હવે મજા કેવી ? હવે મજા ગઈ પપ્પા...મજા ગઈ (કહેતાં રડી પડે છે ને ચાલી જાય છે. મા બાપ એને જતાં જોઈ રહે છે, ખૂબ દુઃખી થાય છે ને તે જ વખતે-સ્ટેઈજ પર અંધારું થાય છે ને પડદો પડે છે.)
બીજો અંક
(એ જ ઘર, એ જ દૃશ્ય...એ જ દિવાનખાનું. થોડા દા'ડા પછી પડદો ખૂલે છે ત્યારે દિવાનખાનામાં મનુકાકા ને કલ્પના બેઠાં છે, ને બન્ને ખડખડાટ હસી રહ્યાં છે) મનુ : (હસતાં હસતાં) ને... લીના શું કરે છે ? કલ્પના : અભિનય...રાત દા'ડો અભિનય, માને છે કે એના જેવી કોઈ અભિનેત્રી થઈ નથી ને થવાની નથી. મનુ : આ હિસાબે એ બહુ ગર્વિષ્ઠ થઈ ગઈ લાગે છે. કલ્પના : સીમા વિનાની, પણ ઘરનાને એમ લાગતું નથી ને ? મનુ : નહિ.. ? કલ્પના : જરાયે નહિ ને…એમને મન તો લીનાબહેન જ સર્વસ્વ છે. હોય ને...ખૂબ રૂપાળાં છે ને ? મનુ : એકલા રૂપને શું કરે ? ગુણ ને હોશિયારી પણ જોઈએને ? આ૫ણને તો આપણી આ શ્યામલી.. કલ્પુડી જ ગમે છે લે.. (કહીને ભેટે છે) કલ્પના : (ખુશ થતાં) ખરેખર કાકા, હું તમને ગમું છું ? મનુ : ખૂબ જ... અચ્છા, આશિષનું કેમ ચાલે છે ? કલ્પના : એ તો હવે તદ્દન બદલાઈ જ ગયો છે ને. મનુ : એ..મ ? કલ્પના : તો નહિ ? પહેલાં તો જ્યાં જતો ત્યાં મને સાથે લઈ જતો, નાટક સિનેમામાં લઈ જતો, ટેનીસ, ક્રિકેટ ને ટેબલ ટેનીસના મૅચો જોવા લઈ જતો, ને હવે .... મનુ : નથી લઈ જતો ? કલ્પના : હવે તો પેલી રૂપાળી રાજુલને લઈ જાય છે ને. મનુ : એ બહુ રૂપાળી છે, કલ્પુ ? કલ્પના : આશિષને લાગે છે ને ? બાકી ઠીક છે મારા ભાઈ, ને જાણો છો કાકા ! હજી મૂછનો દોરો પણ પૂરો ફૂટ્યો નથી. ત્યાં તો જાણે મોટો દાદો ન થઈ ગયો હોય એમ વર્તે છે. મનુ : છે જ ઘમંડી... છે, તારી મમ્મીનું કેમ છે ? એ તો તને ખૂબ જ ચાહે છે, કેમ ? કલ્પના : ઉપર ઉપરથી...(નિસાસો) કાકા બધું જ ઉપર ઉપરથી. મનુ : એ...મ તદ્દન એવું ? કલ્પના : તદ્દન જ...એ પણ લીના અને આશિષને જ વધુ ચાહે છે, ને ચાહે જ ને ! એ બંને એમનાં છે ને ? મનુ : ને તું શું પારકી છે ! (કલ્પના ઊંડો નિસાસો નાખે છે) આટલો ઊંડો નિસાસો કેમ નાખ્યો ? શું છે, કલ્પુ ? કલ્પના : કોઈને કહેવાથી શો ફાયદો. મનુ : હું કંઈ તારો કોઈ છું ? મને નહિ કહે ? તારા પોતાના વ્હાલા કાકાને નહિ કહે ? કલ્પના : કાકા ! હું… હું એમની કોઈ જ નથી. (રડવા જેવી થઈ જાય છે...) કોઈ જ નથી. એ મારાં. (આ જ વખતે વાસંતીનો અવાજ સંભળાય છે. એ મનુભાઈ બોલતી આવે છે) મમ્મી આવે છે, હું જાઉં છું. પણ કાકા ! આપણા બે વચ્ચેની વાત કોઈને કહેવાની નથી, તમે વચન આપ્યું છે હં ! (એ જવા લાગે છે ને વાસંતી આવે છે) વાસંતી : (કલ્પનાને જતી જોઈને) કલ્પુ ચાલી કેમ, બેસને. કલ્પના : Sorry મમ્મી ! મારે કામ છે. (જાય છે) વાસંતી : મનુભાઈ ! એણે તમારી જોડે કંઈ વાત કરી ખરી ? મનુ : ખૂબ કરી... વાસંતી : શું લાગે છે તમને ? મનુ : એક વાત સ્પષ્ટ છે. ગમે તે કારણે એનામાં લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ છે. વાસંતી : પણ શા માટે એમ થાય ? મનુ : કારણ કે એને આશિષ તથા લીનાની સામે ઉતારી પાડવામાં આવે છે, તેથી એનો અહમ્ ઘવાય છે, ને તેથી જ એ બધાંથી દૂર ખસી જઈને, એની કલ્પનાની દુનિયામાં, સ્વપ્નાની દુનિયામાં સરતી જાય છે. વાસંતી : મેં આશિષ અને લીનાની વાત માની નહિ, પણ હવે લાગે છે કે, પેલી નુતને જ એના મગજમાં કંઈક ભૂત ભરાવ્યું છે. મનુ : શક્ય છે. ભાભી ! તમને કલ્પનાએ શું સવાલ પૂછ્યો હતો ? વાસતી : મમ્મી. તેં મને પહેલ વહેલી જોઈ ત્યારે કપડામાં વીંટળાયેલી જ જોઈ હતી ને ? અને મેં કહ્યું હા,... ને એ રડી પડી ને ચાલી ગઈ. મનુ : પણ તમારે કહેવું હતું ને કે હૉસ્પિટલમાં કોઈ પણ માતા એના નવજાત શિશુને એમ જ જુએ છે. વાસંતી : અરે પણ હું કંઈ કહું તે પહેલાં તો... “બસ જાણવું’તું એ જાણી લીધું.” કહીને ચાલતી થઈ ગઈ, ભાઈ ! આ છોકરીનું શું કરવું તે જ સૂઝતું નથી. મનુ : હમણાં નૂતનને મળે છે ખરી ? વાસંતી : સદ્ભાગ્યે નૂતન હમણાં બહારગામ ગઈ છે, એટલી નિરાંત છે. (આ વખતે કલ્પના આવે છે. પણ માને ત્યાં બેઠેલી જઈને પાછી જવા લાગે છે.) મનુ : પાછી કેમ ચાલી...આવ આવ. કલ્પના : મને એમ કે તમે એકલા જ છો. મનુ : એકલો નથી તેથી શું થયું ? આવ બેસ (બેસે છે) અંદર શું કરતી'તી ! કલ્પના : ફોઈબા સાથે વાતો કરતી'તી. (લીના આવે છે) લીના : કેમ શી વાતો ચાલે છે ? કાકા ! અમારી આ બહેનના ભેજાનો કંઈ ઉપાય કર્યો કે નહિ ? (હસવા જાય છે, તેને કાકા ઈશારો કરીને રોકી લે છે... કલ્પના ગુસ્સે છે) મનુ : (વાત ફેરવવા) અરે કલ્પુ, મેં હમણાં જ તારી મમ્મીને વાત કરી, હું થોડા દા'ડા માથેરાન જાઉં છું... તું આવીશ ને મારી સાથે ? (આ વાતથી વાસંતીને નવાઈ લાગે છે તે કંઈક કહેવા જાય છે. તેને મનુકાકા ઈશારાથી રોકી લે છે.) કલ્પના : કોને ! મને આવવાનું કહો છો ? મનુ : હા તને જ, કલ્પના : કેમ ! આશિષને નથી આવવું ! મનુ : એને અહીં કામ છે. કલ્પના : I see……તે આ મોટાં બહેનને… ? મનુ : એને પણ નાટકની પ્રેકટીસ ચાલે છે ને ? કલ્પના : સમજી...કોઈ આવવા નવરું નથી એટલે કલ્પના યાદ આવી કેમ ! કાકા ! તમે—તમે પણ આખરે એવા જ નીકળ્યાને ! (ક્રોધમાં માંડ બોલી શકે છે) લીના : શું સમજ્યા વિનાની ફાવે એમ બૂમો મારે છે. કલ્પના : બૂમો હું નથી મારતી, તું મારે છે. વાસંતી : લીના ! શા માટે ઉશ્કેરાઈ જાય છે ? લીના : હું નહિ, એ ઉશ્કેરાઈ જાય છે ઘડી ઘડી, ખરું પૂછે તો ઉશ્કેરાયેલી જ રહે છે. કલ્પના : હા—હા—હા હું ઉશ્કેરાઈ જાઉં છું કારણ કે હું emotional છું, સેન્ટીમેન્ટલ છું...સ્વપ્નામાં જ રાચું છું, લઘુતાગ્રંથિથી પીડાઈ રહી છું, મારા મગજમાં ભૂસું ભરાયું છે, ભૂત ભરાયું છે... લીના : (જોરથી) બસ કરે છે કે નહિ ? આ રીતે બરાડા પાડીને બોલે છે તે બહુ સારી નથી લાગતી, સમજી ? કલ્પના : ધી...મે... મોટાં બહેન ધી...મે બોલો... બૂમો ન મારો, નહિ તો તમારો મધુરો રૂડો... ઘંટડીના રણકાર જેવો અવાજ છે ને તે ઠરડાઈ જશે ને મહાન અભિનેત્રી બનવાના કોડ અધૂરા રહી જશે. લીના : (ક્રોધમાં) મમ્મી, સાંભળે છે ને ? વાસંતી : કલ્પના ! આ તારી મોટી બહેન છે. તારે એને... કલ્પના : જાણું છું એ મારાં મોટાં બહેન છે, આશિષ મારો મોટો ભાઈ છે, તું મારી મમ્મી છે, ને...(ફોટો બતાવીને) આ મારા પપ્પા છે, આ મારા કાકા છે, ને પેલા અંદર બેઠાં છે તે મારાં ફોઈબા છે, ને તમે બધાં જ ખૂબ ખૂબ હોશિયાર છો, રૂપાળાં છો, ગોરાં છો, ને દયાળુ છો, ને દયા કરીને...તમે મને રાખી છે. (રડી પડે છે) બધું જ જાણું છું. વાસંતી : તને દયા કરીને રાખી છે ? એટલે તું કહેવા શું માગે છે ? કલ્પના : હું જે કહેવા માગું છું તે વાત તમે પણ જાણો છો, ને હવે હું પણ જાણું છું. વાસંતી ; શું જાણે છે તું ? (ગુસ્સામાં) કલ્પના : એ જ કે... એ... જ કે હું તમારી કોઈ જ નથી. ને તમે મારાં કોઈ જ નથી...નહિ સગાં, નહિ વ્હાલાં, કે નહિ સંબંધી...કોઈ જ નહિ. કંઈ જ નહિ.. કંઈ જ નહિ... (કહેતાં રડતાં ચાલી જાય છે. સૌ દુ:ખી થતાં એને જતાં જોઈ રહે છે, અંધારું છવાતું જાય છે... ને વાસંતી બોલે છે). વાસંતી : મનુભાઈ ! આમને આમ તો આ છોકરી ગાંડી થઈ જશે.... (આ વાક્ય પૂરું થતાં તદ્દન અંધારું થઈ જાય છે... થોડું મ્યુઝીક આવે છે...ને ક્ષણમાં જ પ્રકાશ રેલાય છે ને બીજા અંકનું બીજું દૃશ્ય શરૂ થાય છે.)
અંક બીજો
દૃશ્ય બીજું
(પ્રકાશ રેલાય છે ત્યારે... અજય, મનુ અને વાસંતી દેખાય છે. વાસંતી ઠીકઠાક કરે છે, મનુ છાપું વાચે છે, અને અજય સિગરેટ પીતાં ફરે છે—થોડી વારે) અજય : તારી સાયકોલોજી પણ કંઈ કામ લાગતી નથી. વાસંતી : જોયું ને તે દા'ડે કેવી બગડી તે. કહે છે કે લીના અને આશિષ કોઈ આવવા નવરા નથી એટલે તમને કલ્પના યાદ આવી ખરું ? કાકા તમે પણ આવા નીકળ્યા, કહીને ચાલી ગઈ. અજય : કાકા તમે પણ... એટલે કે અમે તો એવા છીએ જ, એમ માને છે ને ? મનુ : મારી પણ ભૂલ હતી. લીના આશિષને કામ છે, તેમ મારે કહેવું જોઈતું નહોતું.... કહેવું જોઈતું હતું કે મારે તને જ લઈ જવી છે. તો આવો પ્રત્યાઘાત ન થાત. અજય : આ છોકરીના મગજમાં શું ભૂત ભરાયું છે તે જ સમજાતું નથી. (લીના આવે છે.) લીના : (પોતાનો પાર્ટ બોલતી... અભિનય કરતી આવે છે, પેલા ત્રણે જોઈ રહે છે.) કેમ કાકા ! અભિનય કેવો લાગ્યો ? લાગું છું ને બરાબર મીનળદેવી ! મનુ : જરૂર જરૂર લાગે છે. Show ક્યારે છે ? લીના : કાલે જ, પપ્પા ! બધાંને આવવાનું છે હં ! મનુ : આમંત્રણ આપે છે કે threat ? (હસતાં) લીના : એટલે ? મનુ : તું નાટકમાં કામ કરે છે તેથી અમને સહકુટુંબને કોમ્પ્લીમેન્ટરી પાસ મળવાના છે, કે અમારાં ખિસ્સાં ખાલી કરાવવાની છે ? અજય : લીના કોમ્પ્લીમેન્ટરી લેવામાં માનતી નથી. મનુ : શાની માને ? પૈસાદાર બાપની દીકરી છે ને ? (હસતાં) વાસંતી : પણ મનુભાઈ, ખરું પૂછો ને તો મને તો મફત જોવામાં જેવી મજા આવે છે તેવા પૈસા ખરચીને જોવામાં નથી જ આવતી લો. મનુ : એનું કંઈ કારણ ? પૈસા ખરચો કે મફત જુઓ, મજામાં શો ફેર પડે ? વાસંતી : પડે ભાઈ પડે, મફત હોય એટલે એમની ખામીઓ, ત્રુટિઓ ચલાવી લઈએ, ખુદાબક્ષને બહુ આઘાત ન લાગે, પણ પરસેવાનો પૈસો ખર્ચ્યો હોય પછી તો ચકાસીને જ જોઈએ, ને ત્યારે નાટક ખામીવાળું હોય તો ખૂબ જ ખટકે. (સૌ હસે છે) મનુ : અર્થાત્ ત્રુટિઓ ન ચલાવી લેવાય, કેમ ? વાસંતી : હાસ્તો વળી, જરૂર થાય કે સાલાએ ભંગાર નાટક દેખાડીને પૈસા પડાવી લીધા. મનુ : લીના, તારી એ સંસ્થાને કહે કે કોમ્પ્લીમેન્ટરી મોકલે. અજય : ને કહેજે કે બદલામાં અમે જોરજોરથી દરેક ડાયાલોગ પર તાળિયો પાડીશું.... જ્યાં કહેશે ત્યાં હસીશું પણ ખરાં... (હસે છે) લીના : મારી સંસ્થા પહેલા શોમાં પાસ આપતી નથી જ, પછી જ આપે છે. મનુ : જો શો થાય તો…….that reminds me………બર્નાડ શોએ એક જાણીતા લેખકને, એમના નાટકની પહેલી નાઈટના બે પાસ મોકલ્યા...ને લખ્યું કે એક તમારા માટે ને બીજો તમારા મિત્ર માટે, જો તમારે મિત્ર હોય તો... અજય : બર્નાડ શોને ૫ણ તમતમતો જવાબ મળ્યો હશે. મનુ : yes. એણે લખ્યું કે...પહેલા શોમાં આવવું ફાવશે નહિ, માટે આ બે પાસ પાછા મોકલું છું. હું બીજા શોમાં જ આવીશ, જો...બીજો થશે તો... (સૌ હસે છે) લીના તારા નાટકનો પણ બીજો શો થશે કે કેમ ! લીના : આશા તો છે. મનુ : ને આશા અમર છે. લીના તારી એ સંસ્થા નવાનવા અખતરા ખૂબ કરે છે, ખરું ? લીના: oh yes. અજય : મનુ, That reminds me...એક ખ્યાતનામ લેખક અને એવા જ જાણીતા દિગ્દર્શકે નવો અખતરો કર્યો હતો, પ્રેક્ષકોથી થિયેટર ભરેલું હતું, દિગ્દર્શક બહાર આવ્યા, પડદો ઊંચકાયો, એમણે કહ્યું : જુઓ આ સ્ટેઈજ છે, તદ્દન ખાલી છે, એના પર કશી જ કોઈ જાતની પ્રોપર્ટી નથી, એમાં શું છે, ને ક્યાં છે તે તમારે જાતે જ કલ્પી લેવાનું છે. શરૂઆતના અંકમાં હું આ તખ્તાની જમણી બાજુએ હોઈશ. તે મારું ઘર છે ને — પૈસાદારનું ઘર છે તેમ માનીને ફરનીચર, ફોન, રેડિયો વગેરે કલ્પી લેવાનું છે. પહેલો અંક ઘેર ભજવાશે, બીજા અંકમાં ડાબી બાજુએ હોઈશ, તે રેસ્ટોરાં છે, મ્યુઝીક અપાશે, બાકી બધું કલ્પી લેવાનું છે, ને ત્રીજા અંકમાં દૃશ્ય બદલાય છે. જોકે આમ તો કશું જ નથી બદલાતું પરન્તુ બદલાય છે તેમ તમારે માનવાનું. તો ત્રીજા અંકમાં પ્રેક્ષકોએ માનવાનું છે કે અને અહીં એક પ્રેક્ષકની ધીરજ ખૂટી... — ને બોલી ઊઠ્યો કે...ત્રીજા અંકમાં...સભાગૃહમાં પ્રેક્ષકો છે, એમ તમારે માની લેવાનું છે. (સૌ હસે છે... આ વખતે ફોન આવે છે, લીના લેવા જાય છે ત્યાં આશિષ દોડતો આવે છે.) આશિષ : મારો જ હશે.... લીના : (રીસ્ટવોચ જોઈને) yes, તારો જ હશે. મનુ : કેમ ભાઈ, અમુક વ્યક્તિનો અમુક ટાઈમે જ ફોન આવે છે કે શું ? લીના : yes કાકા ! એમ જ છે, સાંભળો જરા. આશિષ : હલ્લો, yes...yes, definitely—sure, can't help it, exactly—o—k... (ફોન મૂકી દે છે) મનુ : લીના ! આ પેલી જી.એફ. કે ! (હસીને) લીના : yes. એ જી.એફ. જ... અજય : મનુ ! તને જી.એફ. બી.એફ.નો અર્થ આ લોકોએ શીખવ્યો કે આવડતો’તો ? લીના : કાકા કંઈ તમારા જેવા બૅંકનંબર નથી, (હસે છે) પણ કાકા પેલી કોડવર્ડની ભાષા સમજ્યા કે નહિ ? મનુ : ઉંહું... આટલો બધો અનુભવ નહિ આ તારા કાકાને, દીકરી. લીના : તો હું સમજાવું. (એ સમજાવવા જાય છે ત્યાં રમાફોઈ આવે છે) રમા : કેમ શી ચર્ચા ચાલે છે ? લીના : ફોઈબા ! ચર્ચા ચાલે છે, આશિષની અને એની ફીયાન્સીની અર્થાત્ એની જી...એફ. ની. રમા : એ જીરાફ વળી શું છે. (સૌ હસે છે) લીના : જીરાફ નહિ ફોઈબા, જી.એફ. વચમાં રા નહિ...જી.એફ. એટલે ગર્લ ફ્રેન્ડ... રમા : સમજી... આશિષ... દીકરા આ ફ્રેન્ડ બ્રેન્ડ ક્યારથી કરી છે ? આશિષ : ફોઈબા આ બહુ દોઢડહાપણ કરે છે ને તે પહેલાં એને પૂછો.. લીના દીકરી... બોય ફ્રેન્ડ ક્યારથી કર્યો છે. (સૌ હસી પડે છે) રમા : તો વાત એમ છે, લીના ! તેં એની પોલ ખોલી તો એ તારી ખોલે છે. વાસંતી તારા છોકરાને હવે પાંખો આવી ગઈ લાગે છે. કરી નાખ લગ્નની તૈયારી, એટલે હું પણ ભત્રીજા ભત્રીજીને પરણાવીને જ જાઉં. વાસંતી : મોટી બહેન ! પરણવા ધાર્યું છે તે તો પરણશે જ, પણ પેલીનું કંઈક ઠીક કરતા જાઓ તો જીવને શાંતિ થાય. રમા : અરે પણ એ છે ક્યાં ? લીના : એના ઓરડામાં. રમા : શું કરે છે એકલી એકલી ત્યાં ? લીના : બેઠી બેઠી નૂતનના આપેલાં પુસ્તકો વાંચતી હશે. કાકા ! તમને શું કહેતી'તી આજે સવારે ? મનુ : ખાસ કંઈ નહીં, પણ એની વાત પરથી મને લાગે છે કે એના મનમાં એવું ભૂત ભરાયું લાગે છે કે... એ તમારી છોકરી જ નથી. અજય : શું તું પણ મનુ... એવું તે કદી હોય ? મનુ : મને તો એવું જ લાગે છે. વાસંતી : પણ એવું ભૂત તે કોણ ભરાવે ? આશિષ : પેલી નૂતન, બીજું કોણ ? અજય : તને નૂતન પ્રતિ એક જાતનો પ્રેજ્યુડીસ છે, બાકી આવી તો કોઈ કલ્પના પણ ન કરે. લીના : પપ્પા, કાકા કહે છે તેવું હોય પણ ખરું... ચાર દા'ડા પહેલાં મને ચિડાઈને કહેતી'તી “તું એમની જ દીકરી છે ને એટલે તું વહાલી છું ને હું દવલી છું....ને હું કઈ જવાબ આપું તે પહેલાં કહે……. પોતાના તે પોતાના, ને પારકા તે પારકા જ, આંગળીથી નખ વેગળા તે વેગળા જ..." એમ કહેતી ચાલી ગઈ. વાસંતી : ભાષા પણ વિચિત્ર બોલે છે, અને પોતાને કહેવું હોય તે કહીને ચાલતી જ થઈ જાય છે, આપણું તો કંઈ સાંભળતી જ નથી. મનુ : આ બધાંનું મૂળ ઊંડું છે તે ચોક્કસ. વાસંતી : મોટીબહેન, તમારી સાથે તો એ ખૂબ વાતો કરે છે, તમે એના મનની વાત કઢાવોને... અજય : વાત જાણીએ તો કંઈ સૂઝ પડે ને ? વાસંતી : રોગ જાણીએ તો ઉપાય થાય ને ? રમા : (સહેજ વિચારીને) વાસંતી કાલે કલ્પનાનો જન્મદિવસ છે ને ? વાસંતી : હા, પણ આ વખતે ઊજવવાની એ ચોખ્ખી ના પાડે છે. રમા : એ ભલે ના કહે.... આશિષ તું તારી પેલી શું કહેવાય ! કેવી એફ. (સૌ હસે છે) લીના : જી.એફ. રમા : હા. એ જી.એફ. ને બોલાવજે.... ખા...સ જમવા... આશિષ : એને ! અહીં ? પરન્તુ ફોઈબા... (મૂંઝાય છે, મા—બાપ સામું જુએ છે) રમા : જેને તેં આ ઘરમાં લાવવાનું બીડું જ ઝડપ્યું છે તેની ઓળખાણ તો કરવી જ પડશે ને ? અને એણે પણ આ સાસુ સસરા, કાકા, ફોઈબા, નણંદો વગેરેને જાણવાં જ પડશે ને ? એટલે ભલે આવી જાય કાલે જમવા...કરી નાખ શ્રીગણેશ કાલે જ. મનુ : આશિષ, Line clear મળી ગઈ. દેખાડી દે હવે સફેદ ઝંડી, ને આવવા દે, એ જી.એફ.ને ધસમસતી આપણા આ યાર્ડમાં.... (સૌ હસે છે) વાસંતી : કાકા ! ઘણાં વરસ રેલ્વેમાં રહ્યા છે ને તેથી એ ભાષા વાપરે છે. અજય : લીના ! તારું શું છે, તારા બી.એફ. સાથે કેટલે પહોંચ્યું છે ? આશિષ : પપ્પા ! ઠીક ઠીક આગળ વધી ગયું છે. લીના : બહુ ખબર ખરીને તને કે... આશિષ : જેટલી તને મારી ખબર તેટલી મને તારી ખબર (હસતાં) અજય : બસ ત્યારે, એને પણ બોલાવી નાખ. થઈ જવા દે ઓળખાણનો વિધિ...કેમ બરાબર છે ને બહેન ! રમા : કાલનો દા'ડો ભવ્ય રીતે ઊજવી નાખીએ... મનુ : એકની જી.એફ. આવે — એકનો બી.એફ. આવે, કલ્પનાનો જન્મદિવસ એટલા એના મિત્રો આવે…ને... રાતના લીનાનું નાટક. આખો દા'ડો ઉજવણી..good... (આશિષ જવા લાગે છે) અરે પણ તું ચાલ્યો ક્યાં ? રમા : શું મનુ તું પણ ? પેલી જી.એફ.ને ખુશ ખબર દેવા અને નોતરવા...કેમ ખરું ને આશિષ ! આશિષ : yes ફોઈબા yes...(જતાં જતાં) ફોઈબા...you are a sport—Thanks...many thanks... (કહીને જાય છે) રમા : લીના તારે નથી જવું ? લીના : ના. રમા : વાસંતી તારી દીકરી ઠરેલી લાગે છે હં ! અજય : બહેન ભ્રમણામાં ન રહેતાં, આ મીનળદેવીને તો એમનો બી.એફ ગ્રાન્ડ રીહર્સલમાં મળવાનો હશે, કેમ બરાબર છે ને ? (સૌ હસે છે ત્યાં કલ્પના આવે છે...અને બધાંને ત્યાં બેઠેલાં જોઈને પાછી જવા લાગે છે તેથી) મનુ : કલ્પના, આવ આવ, ક્યારના ફોઈ બા તને જ યાદ કરતાં'તાં. કલ્પના : મને ? શા માટે ? મનુ : એમાં તે કંઈ કારણ હોતાં હશે ? બધાં જ બેઠાં'તાં એટલે થયું. કે કલ્પના ક્યાં છે ? શું કરતી'તી અંદર ? કલ્પના : વાંચતી'તી...(જવા લાગે છે) રમા : પાછી કેમ ચાલી ? બેસને અહીં—(ના છૂટકે બેસે છે) કલ્પુ ! આપણે કાલનો બધો જ પ્રોગામ ઘડી કાઢ્યો છે, લીના ! તું એને બધો પ્રોગ્રામ કહી જા, જોઉં. કલ્પના : એ મીનળદેવીને તકલીફ આપવી રહેવા દો ફોઈબા, વધુ બોલશે તો એમનો મધુરો અવાજ ઠરડાઈ જશે. રમા : (એ સાંભળ્યું જ ન હોય તેમ) જો કલ્પુ ! કાલે તારો જન્મદિવસ છે. કલ્પના : છે... પણ એમાં આનંદ નથી... રમા : આનંદ નથી ? શું વાત કરે છે ? આપણે તો તારો જન્મદિવસ ભપકાથી ઊજવવો છે. કલ્પના : ફોઈબા, જન્મદિવસ અને ઉજવણી સિવાયની વાત કરો. મનુ : કેમ એ સિવાયની ? મૂળ એની જ વાત છે, તારા મિત્રોને નોતરીશું, આશિષની જી. એફ. આવશે...લીનાનો બી.એફ. આવશે... કલ્પના : તો એમ ચોખ્ખું કેમ નથી કહેતાં કે એ બધાં માટે જ બધી ધમાલ કરવી છે. કરો... અજય : એ બધાંમાં તું ખરી કે નહીં ? કલ્પના: Who knows ? વાસંતી : (ન સાંભળ્યું હોય તેમજ) અને પછી આપણે બધાં નાટક જોવા જઈશું. લીના : yes નાટક. મીનળદેવી, જેમાં મારો મુખ્ય રોલ છે, ને જેમાં મારો અભિનય છે. (જરા પાર્ટ બોલે છે ને અભિનય કરે છે) મારા ડાયલોગ પર પ્રેક્ષકો તાળીઓ પાડશે... કલ્પના : અને તને બેસાડી દેશે... (થોડી વારે) મીનળદેવી તો શ્યામ હતી, શ્યામ બનવું પડશે તો તમને ગમશે ? મનુ : એવું કેમ પૂછે છે ! કલ્પના : કારણ કે એમને શ્યામ માણસો પર ચીડ છે, અને શ્યામને ૫ણ એ કાળા જ કહે છે. મનુ : અર્થાત્ લીના, શ્યામ અને કાળા વચ્ચેનો ભેદ સમજતી નથી. આના જવાબમાં લીના કંઈક કહેવા જાય છે તેને રેકીને) રમા : મનુ ! લીના ભલે ગોરી રહી, પણ નમણી તો કલ્પના જ છે, તું શું કહે છે ? મનુ : ખરી વાત છે, ભાભી ! નમણાશમાં તો કલ્પુ બિલકુલ તમારા જેવી જ લાગે છે... (વાસંતી શરમાય છે) અજય : આટલી ઉમ્મરે પણ તારી ભાભી, વખાણ સાંભળતાં શરમાઈ ગઈ, જોઈ ગાલ પર લાલાશ તરી આવી તે... (હસે છે) વાસંતી : શું તમે પણ આ બધાં દેખતાં. અજય : We are all friends you see ! (હસે છે) રમા : ભાભી ! આ કલ્પુ જન્મી ત્યારે જ મેં કહ્યું હતું ને કે એ અદ્દલ એની મા જેવી જ થવાની છે. (કલ્પના જવા લાગે છે) અરે પણ તું ચાલી કેમ ? કલ્પના : આવી બધી વાતો ઉપજાવી કાઢવાનો કશો જ અર્થ નથી. હું બધું જ જાણું છું. (કહીને જવા લાગે છે) લીના : (એને રોકીને) શું બધું જાણે છે તું ? કલ્પના : એ જ કે તમે જે કહો છો તે હું નથી…નથી ને…નથી… (કહેતાં ચાલી જાય છે) વાસંતી : જોયું ને ! આમ જ કરે છે. ખરું કહું છું આમ ને આમ જો લાંબું ચાલશે તો આ છોકરી ગાંડી જ થઈ જવાની છે. લીના : (ઘડિયાળ જોઈને) ઓહ my god.. હું ભાગું... (અંદર જાય છે) અજય : હું પણ તૈયાર થઈ જાઉં. મનુ, તું આવે છે ને ? મનુ : yes, મારે પણ કામ છે. (બન્ને પોતપોતાના ઓરડામાં જાય છે) વાસંતી : હું રસોડામાં જાઉં...મોટી બહેન ! પેલીનું ભૂત કાઢો, કંઈક કરો, મને તો ખૂબ જ ડર લાગે છે. આમ ને આમ ક્યાંઈક... રમા : કંઈ થવાનું નથી...તું જા.. બધું ઠીક થઈ રહેશે. (વાસંતી જાય છે, રમા એકલી બેઠી છે, કંઈક વાંચે છે ત્યાં કલ્પના આવે છે...) કલ્પના : ફોઈબા... રમા : (ઊંચું જોઈને) ઓહ કલ્પુ... આવ આવ, બેસ અહીં... ત્યાં નહિ. મારી પાસે (બેસે છે) કલ્પના : ફોઈબા, હું તમને એક સવાલ પૂછવા આવી છું. પૂછું ! ૨મા : એમાં તે વળી પૂછવાનું હોય ! પૂછ, શું પૂછવું છે ! કલ્પના : પણ ફોઈબા, જવાબ ખરો આપવાનો છે હં ! રમા : ખોટો શા માટે આપું ? (આ વખતે લીના હાથમાં પર્સ બર્સ લઈને તૈયાર થઈને આવે છે...) લીના : ઓહ, તો કલ્પના બહેન હાજર છે. કલ્પના : કેમ ! મીનળદેવીને કંઈ વાંધો છે ? લીના : નહિ જ, ફોઈબા કલ્પુએ તમને સવાલ પૂછ્યો કે નહિ ? (ફોઈબા કંઈક કહેવા જાય છે તેને કલ્પના ઇશારો કરીને ……બોલવાની ના કહે છે તેથી ફોઈ વાત ફેરવી નાખે છે.) રમા : સવાલ ? સવાલ વળી શાનો ? લીના : એ જ કે ફોઈબા, તમે મને પહેલવહેલી જોઈ ત્યારે કપડામાં વીંટળાયેલી જોઈ હતી ને ? જવાબ આપો yes or no માં. હામાં કે નામાં... કેમ બરાબર છે ને ? (હસતાં પૂછે છે કલ્પનાને) કલ્પના : એમાં હસવા જેવું શું લાગે છે તે કહીશ ? લીના : જોયુંને કેવી ચિડાય છે તે ? sorry બેનડી sorry હવે મશ્કરી નહિ કરું બસ ? હું જાઉં છું ફોઈબા. (જાય છે) રમા : (થોડી વારે) કલ્પુ ! તું શું પૂછવા માંગતી'તી ? કલ્પના : હવે કંઈ નહીં ? રમા : કેમ ! ફોઈ પર ભરોસો નથી ? કલ્પના : તે તો છે જ, પણ જવા દો, નથી પૂછવું. ૨મા : (વિચારીને કંઈ નહીં, ને પૂછવું હોય તો મારો આગ્રહ પણ નથી.) કલ્પના : (થોડી વારે) ફોઈબા એક વાત કહું ? રમા : કહે ને. કલ્પના : ફોઈબા ! તમે મને ખૂબ જ ગમો છો, ખૂબ જ વહાલાં લાગો છો. રમા : ને મને તું ગમે છે, ખૂબ જ. કલ્પના : ખરેખર ? પણ શા માટે ગમું છું ? રમા : કારણ કે તું એકદમ મારી આશા જેવી છે તેથી. તને જોઈને મને મારી પેટની દીકરી જેવું વહાલ આવે છે. કલ્પના : પણ આશાબહેન તો ગોરાં છે. રમા : ના એ ગોરી નથી, પણ તારા જેવી નમણી છે. ખરું કહું તો તમે બન્ને મારી બા પર પડ્યાં છો, દાદીમા જેવાં જ નાજુક, નમણાં, ને રૂપકડાં, અરે કલ્પુ ! કાલે તારો જન્મદિવસ છે ને ? કાલે તને એક સરસ મજાની ભેટ આપવાની છું ! ઊભી રહે હમણાં જ દેખાડું. (જાય છે લેવા ત્યાં મનુ આવે છે) મનુ : ઓહ કલ્પના ! કેમ એકલી બેઠી છે ? કલ્પના : ફોઈબા હમણાં જ અંદર ગયાં, મારા જન્મદિવસની ભેટ દેખાડે છે. મનુ : I see... પણ હું તને આજે દેખાડવાનો નથી, કાલે પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપવાનો છું. કલ્પના : તમે પણ મને ભેટ આપવાના છો ? મનુ : કેમ નહીં ? તું મારી ભત્રીજી છે, ને હું તારો સગ્ગો કાકો છું, કંઈ જેવી તેવી સગાઈ છે ? (હસીને) કલ્પના : કાકા તમે, ફોઈબા, બધાં મારા પર કેટલો પ્રેમ રાખો છો. કેટલો બધો. કાકા ! આ બધું ખૂબ ખૂબ યાદ આવશે, ખૂબ જ. મનુ : (હસતાં) ક્યારે ! સાસરે જઈશ ત્યારે ને ? પણ હજી તો ઘણી વાર છે, સાસરે જવાની. કલ્પના : સાસરાની વાત નથી. મનુ : તો બીજે ક્યાં જવાની છે ? કલ્પના : એ તમે નહિ સમજો, કાકા એ નહિ સમજો. (ફોઈ આવે છે) રમા : જો કલ્પના આ કલીપ... મનુ તારે જોવાની નથી... આ તો અમારી ફોઈ ભત્રિજી વચ્ચે ખાનગી જ છે, સમજ્યો ! મનુ : પણ કાલે તો જોઈશ ને— રમા : હા, પણ આજે નહીં, જા અંદર... મનુ : ભલે — મોટી બહેનનો જેવો હુકમ. (કહીને અંદર જાય છે .. પછી રમા ડબ્બી ખોલીને બતાવે છે) જો આ કલીપ, ગમી ? કલ્પના : grand beautiful... ફોઈબા, તમે મારા જન્મ દિવસનો વિચાર કરીને ખાસ લેતાં આવ્યાં ? રમા : તો નહિ ? પહેરી જો જોઈ. (પહેરવા જાય છે, અટકી જાય છે) કેમ અટકી ગઈ ? પહેર ને... કલ્પના : ફોઈબા ! એક સવાલ પૂછું ? રમા : પૂછને. કલ્પના : હરિજનોમાં પણ માયા, મમતા, પ્રેમ લાગણી...બધું જ આપણા જેટલું હોય ને ! રમા : તું જ્યારે ને ત્યારે હરિજનની જ વાત કેમ કરે છે ? શું છે તારા મનમાં ? કલ્પના : મનમાં તો ઘણું છે, પણ કોઈને કહીને શો ફાયદો ? રમા : કહીએ તો મન હલકું થાય ને ! અને હું કંઈ કોઈ કહેવાઉ ! શું છે તારા મનમાં એ કહે તો વાતનો પણ કંઈ નિવેડો આવે ને ! કલ્પના : આ વાતનો નિવેડો આવે એવું જ નથી...(ખૂબ દુઃખી થાય છે) રમા : તો જવા દે એ વાત, આ કલીપ પહેરી જો જોઈ, (પહેરે છે) કેટલી સરસ લાગે છે, રહે, અરીસો લઈ આવું. કલ્પના : ના ફોઈ કશું જ લાવવું નથી. (કાઢી નાખે છે કલીપ) રમા : કેમ કાઢી નાખી, જરા જો તો ખરી કેવી શોભે છે તે... પહેરી લે જોઈ. કલ્પના : ના ફોઈ બા ના... (ડબ્બીમાં મૂકી દે છે) રમા : ૫ણ શા માટે ના ? કલ્પના : આ બધાં શોખ હવે શા કામના ? (રડી પડે છે) ફોઈબા ! તમે ખૂબ જ સારાં છો, પ્રેમાળ છો, મને ખૂબ જ વ્હાલાં લાગો છો. મારે આવાં ફોઈબાને મૂકીને પણ જવું જ પડશે ને ? (રડી પડે છે) રમા : જ્યારે ને ત્યારે તું ક્યાં જવાની વાત કરે છે ! ક્યાં જવું ૫ડશે તારે ? કલ્પના : જ્યાંની હું છું ત્યાં, એ લોકો મને ખેંચી જ જશે ને ? રમા : કોણ લોકો તને ખેંચી જશે ! શું બોલે છે તું આ બધું ? કલ્પના : ફોઈબા...હું…હું તમારી ખરી ભત્રીજી નથી. (૨ડી પડે છે.) રમા : તું મારી ભત્રીજી નથી તો શું છે ! તું મારા ભાઈની દીકરી છે..... કલ્પના : હું એમની દીકરી નથી. રમા : તું એમની દીકરી નથી તો કોની દીકરી છે ? કલ્પના : એ જ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે, હું કોની છું, ફોઈબા ! ! હું કોની છું. રમા : તું શું બોલે છે તે જ મારાથી સમજાતું નથી. કલ્પના : તમે પ્રાયશ્ચિત ચોપડી વાંચી છે ? રમા : ના—ભાઈ કલ્પના : સુજાતા પીકચર જોયું છે ? રમા : ના.... કલ્પના : તો તમે મારી વાત નહીં સમજી શકો. રમા : પણ તારી શી વાત છે એ કહે ને ? કલ્પના : એ સુજાતાની જેમ જ.. આ લોકો (અંદર રહેલાં મા—બાપ તરફ આંગળી ચીંધીને) મને ઊંચકી લાવ્યાં છે. રમા : તને.. ઊંચકી લાવ્યાં છે ? કોણ ક્યાંથી ? કલ્પના : તમને પણ ખબર નથી ને ? જોયું ને તમારાથી પણ એ વાત ખાનગી રાખી છે ને ? રમા : પણ કઈ વાત મારાથી ખાનગી રાખી છે ? કલ્પના : મારા જન્મની વાત, ફોઈબા આ ડાઘ જોયો. (ગળે બતાવે છે.) રમા : હા જોયો છે પણ તેનું શું છે ? કલ્પના : એ પરથી એ લોકો મને ઓળખી જ જશે, ને તુરત ત્યાં ખેંચી જ જશે. પછી મારે શેરીઓ વાળવી પડશે, લોકોનાં ગંદાં ઉપાડવાં પડશે... (રડી પડે છે) મારાથી એ બધું કેમ સહેવાશે..ત્યાં કેમ રહેવાશે ? (રડે છે.) રમા : તારી એક પણ વાત મારાથી સમજાતી નથી...રહે તારી મમ્મીને બોલાવી લાવું. કલ્પના : મમ્મી ! કોની મમ્મી ! રમા : તારી મમ્મી. કલ્પના : કહ્યું ને એ મારી ખરી મમ્મી જ નથી. રમા : કલ્પના, આ બધાં ભૂત તારા મગજમાં કોણે ભરાવ્યાં છે ? કલ્પના : ભૂત નથી ફોઈબા– હકીક્ત છે, એ મારાં પાલક માતાપિતા છે— So-called... માતાપિતા... ખરાં નહિ.. ફોઈબા ! આ ડાઘ દૂરથી પણ દેખાય છે ને ? ૨મા : આ ડાઘ નથી, લાખું છે, ને જન્મી ત્યારથી છે, આ લાખું જોઈને મેં કહ્યું હતું કે લાખો લાવવાની છે આ લક્ષ્મી ..(પ્યારથી કહે છે.) કલ્પના : તો તમે મારા જન્મ વખતે હાજર હતાં ? રમા : હતી જ તો. કલ્પના : ક્યા ઝૂંપડામાં મારો જન્મ થયો'તો ? રમા : ઝૂંપડામાં શા માટે થાય ? હૉસ્પિટલમાં થયો હતો. કલ્પના : ઓહ... મારી મા ત્યાં કામ કરતી હશે. રમા : તારી મા ત્યાં કામ શા માટે કરે ? કલ્પના : તમે મને પહેલવ્હેલી જોઈ ત્યારે કપડામાં વીંટળાયેલી જ જોઈ હતી ને ? રમા : જરાએ નહિ. જોઈ હતી સાવ નાગી પુગી...જન્મી તેવી જ ...ને ખાસી આઠ પાઉન્ડની હતી. કલ્પના : તમે મારી માને પણ જાણતાં જ હશો. રમા : અલી છોડી, તારી મા એ મારી ભાભી ખરી કે નહીં ? કલ્પના : પણ એ બને જ કેમ ? રમા : શું બને જ કેમ ? કલ્પના : આ મમ્મીએ મને પહેલ વહેલી જોઈ, ત્યારે તો હું કપડામાં વીંટળાયેલી હતી. રમા : તે હોય જ ને ? બાળક જન્મે કે નર્સ લઈ જાય, ને પછી માને આપે ત્યારે કપડામાં લપેટાયેલું જ હોય ને ? કલ્પના : (ખુશ થતાં) ફોઈબા, ખરું કહો છો ! આ મારી ખરી મમ્મી છે. રમા : છે જ... સાડી સત્તર વાર તારી મમ્મી છે. કલ્પના : એ મારી ખરી મમ્મી...એ મારા ખરા પપ્પા ને હું એમની ખરી દીકરી... ખરેખર, ફોઈબા, છું ને ? રમા : સોએ સો ટકા એમની છે. કલ્પના : ઓહ ફોઈબા, ફોઈબા, તમે કેટલાં સારાં છો, (ચોટી પડે છે, ચુંબન કરે છે.) આજે હું ખૂબ ખુશ છું.... ખૂબ ખુશ છું... (ફરવા લાગે છે ત્યાં લીના આવે છે તેને જોતાં જ દોડે છે ને એને પકડીને ફેરફુદડી ફેરવે છે) લીના ! તું મારી ખરી બહેન છે, ખરી બહેન છે. (ચુંબન કરે છે) આ મારાં ખરાં ફોઈ છે (મનુ આવે છે તેને ભેટીને) આ મારા ખરા કાકા છે...(સૌ એકબીજા સામે જુએ છે.) મારા ખરા કાકા...(કહીને એમને પણ ફેરવે છે, ચુંબન કરે છે, ત્રણેય ખુશ છે ત્યાં.. કલ્પના પાછી ગંભીર બની જાય છે તેથી દુ:ખી થઈ જાય છે) ૨મા : પાછું શું થયું ? આમ ગંભીર કેમ બની ગઈ ? કલ્પના : આ બધું તમે મને સારું લગાડવા તો નથી કહેતાં ને ? રમા : ન માનતી હોને તો ચાલ હૉસ્પિટલમાં...એ નર્સ અને ડૉક્ટર બન્ને હૈયાત છે, પૂછીને ખાત્રી કરી લે. કલ્પના : Oh ફોઈબા...my ફોઈબા......you are wonderful. (બચીઓ ભરે છે) ઓહ મીનળદેવી…(એને ફેરકુદડી ફેરવે છે) મોટી બહેન — ફોઈબા ગુજરાતની રાણી મીનળદેવી એ મારી ખરી બહેન છે. (અભિનયથી બોલે છે) આશિષ મારો ભાઈ છે, આ ઘર મારું છે, તમે સૌ મારાં છો, ને હું તમારી છું... તમારી. (અજય ને વાસંતી આવે છે) ઓહ મમ્મી મમ્મી...તું મારી મમ્મી છે, પપ્પા તમે મારા ખરા પપ્પા છો... તમે સૌ મારાં છો ને હું તમારી છું. આ કલ્પના તમારી છે. (ખૂબ ખુશ છે. પેલાં સૌ ખુશી છે. ત્યાં ફોન આવે છે.. લીના લે છે) લીના : હલ્લો, કોણ નૂતન ! (એને ગમતું નથી) ના...કલ્પના નથી. કહ્યું ને કે... કલ્પના : રહે મને જ ફોન લેવા દે. લીના : પણ કલ્પુ... કલ્પના: No fear.... ફોન લે છે) નૂતન ! you are stupid ...you are no good...તું જુઠ્ઠી છે. આ જ મારા ખરા પપ્પા છે, ખરી મમ્મી છે. હું એમની જ દીકરી છું, સાંભળે છે ! કલ્પના એમની જ દીકરી છે yes you idiot...no I don't want to meet you.. never— never.. કદાપિ નહિ. (ફોન મૂકી દે છે. પેલા સૌ ખુશ છે ને કલ્પના સાયકોલોજીનાં બે ત્રણ પુસ્તકો બારી બહાર ફેંકે છે) good bye સાયકોલોજી, good bye. (કહે છે... સૌ ખુશ છે ને પડદો પડે છે)