અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જ્યોત્સ્ના શુક્લ/અન્ધારાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન! ના’વ્યો પ્રકાશ પગથાર : {{space}}...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અન્ધારાં |જ્યોત્સ્ના શુક્લ}} | |||
<poem> | <poem> | ||
આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન! | આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન! |
Revision as of 04:43, 10 July 2021
અન્ધારાં
જ્યોત્સ્ના શુક્લ
આભથી અન્ધાર ઘેરાં ઊતર્યાં, રે બ્હેન!
ના’વ્યો પ્રકાશ પગથાર :
જગે એકલી, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો વસન્ત લીલી કુંજમાં, રે બ્હેન!
ખીલી કળીઓ કરમાય :
દિલ દાઝતાં, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો મેં માનવીનાં યૂથમાં, રે બ્હેન!
મેલા કુટિલ એ વ્યવહાર :
ઝેર વરસતાં રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધ્યો કથા પુરાણ-મન્દિરે રે બ્હેન!
દીઠાં ત્યાં દંભ, અનાચાર :
જીવન શોષતાં રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
શોધું હું કલ્પનાની સ્હાયથી, રે બ્હેન!
ઊડું ઊડું ને પડું છેક :
વને એકલી, રે બ્હેન!
શોધું, ભમું ને પથ ભૂલતી, રે બ્હેન!
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૬૫-૬૬)