અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/મરજીવિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી અટંક મરજીવિયા, ડગ ભરંત ઉત્સાહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મરજીવિયા|પૂજાલાલ}} | |||
<poem> | <poem> | ||
સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી | સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી |
Revision as of 04:47, 10 July 2021
મરજીવિયા
પૂજાલાલ
સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી
અટંક મરજીવિયા, ડગ ભરંત ઉત્સાહનાં;
પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;
મહાર્ણવ તણી દિશા પર ઠરી બધી ચાહના.
ડર્યાં પ્રિયજનો; બધાં સજલનેત્ર આડાં ફર્યાં;
શિખામણ દીધી, ’વૃથા જીવન વેડફો કાં ભલા!
કહીંથી વળગી વિનાશકર આંધળી આ બલા!’
પરંતુ દૃઢનિશ્ચયી નહિ જ એમ વાર્યા વર્યા.
ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે,
તરંગ ગિરિમાળ-શા ઊછળતા ઉરે આથડ્યા;
હઠ્યા ન લવ તોય, સાહસિક સર્વ કૂદી પડ્યા
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહ્વરે.
ખૂંદ્યાં અતળનાં તમોમય તળો, અને પામિયા
અખૂટ અણમૂલ કોષ, લઈ બ્હાર એ આવિયા.
(પારિજાત, પૃ. ૨૬)