અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/હાલો હાલો, માનવીઓ! મેળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હાલો હાલો, માનવીઓ! મેળે… હાલો હાલો, મનખડાં મેળે {{space}}મેળામાં મારા...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હાલો હાલો, માનવીઓ! મેળે|દુલા ભાયા ‘કાગ’}}
<poem>
<poem>
હાલો હાલો, માનવીઓ! મેળે…
હાલો હાલો, માનવીઓ! મેળે…

Revision as of 04:55, 10 July 2021


હાલો હાલો, માનવીઓ! મેળે

દુલા ભાયા ‘કાગ’

હાલો હાલો, માનવીઓ! મેળે…
હાલો હાલો, મનખડાં મેળે
         મેળામાં મારા મનના માનેલ છે. હાલો.

ઈ રે મેળામાં એક આંટિયાળી પાઘડી
એ…એના ઓડીઆંના ઠાઠ પર તનડાં ઓવારું
         હું મનડાં નિચોવું. — માનવીઓ.

ઈ રે મેળામાં એક ઘોડલાં ઘુમાવતો
એ… એના ડાબલાના તાલ મારાં હૈડાં હસાવે
         મારાં મનડાં નચાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક મોરલડી વાગતી
એ…એના રાગ મુને વાદણ બનાવે
         કોઈ જોગણ બનાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક પાવાની ધૂન છે
એ… એના પાવાના સાદ ઘણા મીઠા
         વરસ દીએ દીઠા. — માનવીઓ.

ભોળા શંભુજી! મારી અરદાસું સાંભળો
એ…તમે સાંભળીને ધ્યાનમાં લેજો
         છોરું એવાં દેજો. — માનવીઓ.