અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`પતીલ'/આ લીલા લીલા લીમડા તળે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ લીલા લીલા લીમડા તળે {{space}}થાકેલો કોઈ રાહિયો મળે {{space}}{{space}}કરાર કેવ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આ લીલા લીલા લીમડા તળે...|પતીલ}}
<poem>
<poem>
આ લીલા લીલા લીમડા તળે
આ લીલા લીલા લીમડા તળે

Revision as of 05:01, 10 July 2021


આ લીલા લીલા લીમડા તળે...

પતીલ

આ લીલા લીલા લીમડા તળે
         થાકેલો કોઈ રાહિયો મળે
                  કરાર કેવો કાળજે વળે —
                           જો આપદાનો ભાગિયો મળે?

કોમના ગરાસ તો ગયા
         મ્હોલના ઉજાસ તો ગયા
                  હારીડા તણો લાવતો પતો
                           સજાત, દીન ખેપિયો મળે!

હલેત દશા, એકલાપણું —
         કશો ન લાભ, સાંખવું ઘણું,
                  માહરા સેતાન રુદેનો
                           કો ઠારનાર ગોઠિયો મળે!

(પતીલનાં ચૂંટેલા કાવ્યો, ૧૯૭૩, પૃ. ૧૮૯)