અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અધૂરી ઓળખ|ભાસ્કર વોરા}} | |||
<poem> | <poem> | ||
{{space}}મારું મન એકલું નાચે રે! | {{space}}મારું મન એકલું નાચે રે! |
Revision as of 05:14, 10 July 2021
અધૂરી ઓળખ
ભાસ્કર વોરા
મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
રંગમાં રાચે રે!
મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
વ્હોરતું તેજ-તુફાન.
અજાણ્યું ઉર શું વાંચે રે!
મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
ઓળખ એળે જાય
ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
કંઈક સાચે રે!
મારું મન એકલું નાચે રે.
(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)