કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/શ્રદ્ધા મને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
Line 4: | Line 4: | ||
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને, | પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને, | ||
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. | એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને. | ||
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે, | કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે, | ||
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. | છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. | ||
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ, | હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ, | ||
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. | તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. | ||
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી, | થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી, | ||
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને. | હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને. | ||
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન, | હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન, | ||
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને. | હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને. | ||
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’, | આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’, | ||
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને. | ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને. |
Latest revision as of 12:04, 15 October 2024
૧૪. શ્રદ્ધા મને
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રદ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કંઈક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
(આગમન, પૃ. ૩૭)