અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ભોમિયા વિના |ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,

Revision as of 06:42, 10 July 2021


ભોમિયા વિના

ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.