કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૩. પૂંઠે પૂંઠે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’? | ‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’? | ||
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે? | ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે? | ||
::::::::કેવો ભાર લાગે! | ::::::::::કેવો ભાર લાગે! | ||
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે, | પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે, | ||
અલોપ જે જોતાંવેંત | અલોપ જે જોતાંવેંત |
Revision as of 07:01, 10 July 2021
૪૩. પૂંઠે પૂંઠે
નિરંજન ભગત
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
ક્ષણે ક્ષણે પથ પર કોને તે આ પદધ્વનિ ઊઠે?
નથી કોઈ સંગ,
નયનમાં નથી કોઈ સ્વપનનો રંગ;
હૃદયમાં નથી કોઈ ગતનું રે ગીત,
કેવળ છે સાંપ્રતની પ્રીત;
નથી કોઈ યાદ,
ઓચિંતાનો તોયે કોનો કરુણ આ સાદ –
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’?
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે?
કેવો ભાર લાગે!
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે,
અલોપ જે જોતાંવેંત
એવું તે આ કોનું પ્રેત?
આગળ આ તો યે કોનો પડછાયો પડે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
જૂન ૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૬૦)