અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/બનાવટી ફૂલોને: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> તમારે રંગો છે, અને આકારો છે, કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે; અને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બનાવટી ફૂલોને|પ્રહલાદ પારેખ}} | |||
<poem> | <poem> | ||
તમારે રંગો છે, | તમારે રંગો છે, |
Revision as of 07:22, 10 July 2021
બનાવટી ફૂલોને
પ્રહલાદ પારેખ
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે;
અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અટવું વા અનુભવ્યું?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું?'
(બારી બહાર, પૃ. ૪૭)