અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /વાંભ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જ્યારે વાંભ દે મારો પ્રાણ {{space}}ત્યારે ગામની ગાયો દોડતી આવે, {{space}}{{sp...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વાંભ| ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’}} | |||
<poem> | <poem> | ||
જ્યારે વાંભ દે મારો પ્રાણ | જ્યારે વાંભ દે મારો પ્રાણ |
Revision as of 09:59, 10 July 2021
વાંભ
ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’
જ્યારે વાંભ દે મારો પ્રાણ
ત્યારે ગામની ગાયો દોડતી આવે,
આતમને એંધાણ. — જ્યારે.
વાંકડાં શિંગ ને આંખડી માંડી,
ફરકે પૂંછ ને કાન,
જીભ ચાટે મને આપતી ઊંડા
નેહ તણાં પરમાણ! — જ્યારે.
દોડતાં વાછરું, નાચે બદૂડાં,
તેડું છાતી સમાણ,
આવડાં હેત દે યાદ, મને શી
જીવ્યા કેરી લ્હાણ! — જ્યારે.
સીમમાં સાંજના સોનલા વામાં
ડોલતાં ઝાડ ને પાન,
‘જાઉં છું’ કહેતો કેમ ઊભો રહ્યો
ડુંગરો ઓલો ભાણ? — જ્યારે.
દુનિયા મને મારી જ લાગે.
સામસામી છ પિછાણ;
પુરધેનુ લઈ જાઉં હાલ્યો,
લોક વચ્ચે પરિયાણ! — જ્યારે.
(ચિરવિરહ, પૃ. ૨૭)