ગુજરાતી સૉનેટકાવ્યો/મોર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
Line 15: | Line 15: | ||
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને; | નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને; | ||
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી. | અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી. | ||
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?) | મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?): | ||
અમૂલ્ય નિજ અશ્રુ કોઇ કદી ક્યાંક ઝીલી રહે. | અમૂલ્ય નિજ અશ્રુ કોઇ કદી ક્યાંક ઝીલી રહે. | ||
{{right|૧૯૫૪}} | {{right|૧૯૫૪}} |
Latest revision as of 02:58, 9 January 2025
૩૮. મોર
નિરંજન ભગત
કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને);
પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક,
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઇ કદી ક્યાંક ઝીલી રહે.
૧૯૫૪