અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આજ પૂનમની રૂપલા હેલી રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આજ પૂનમની રૂપલા હેલી રે {{space}}હું તો રમવાને નીસરી ઘેલી : {{space}}વ્હાલ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આજ પૂનમની રૂપલા હેલી રે|નંદકુમાર પાઠક}}
<poem>
<poem>
આજ પૂનમની રૂપલા હેલી રે
આજ પૂનમની રૂપલા હેલી રે

Revision as of 10:28, 10 July 2021


આજ પૂનમની રૂપલા હેલી રે

નંદકુમાર પાઠક

આજ પૂનમની રૂપલા હેલી રે
         હું તો રમવાને નીસરી ઘેલી :
         વ્હાલમજી, સરવરિયાં લ્હેરિયાં લે રે હો જી.

હું તો હસતી ને હેરે આ ધરતી પર ચાંદની,
હું તો બોલું ને મલકાયે આકાશે તારલી;
પેલી પૂનમને આંખભરી જુઓ શું?
         આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
         વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.

મારી પાનીનો ઠમકો લૈ વાયુ આ નાચતો,
મારી ઘૂઘરનો ઘમકો લૈ વનવનમાં મહાલતો;
પેલી પૂનમનાં રૂપ જોઈ ડોલો શું!
         આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
         વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.

એ તો આજે ખીલી ને કાલ સૂનાં રે આંગણાં.
ભમતાં આ રૂપનાં આ શાં મનામણાં.
એવી પૂનમને જોઈ ઝંખો શું!
         લાખ લાખ પૂનમને પ્રીતિમાં પૂરી :
         વ્હાલમજી, હૈયું આ લ્હેરિયાં લે રે હો જી.