ગુજરાતી સૉનેટકાવ્યો/સાહસનું ઇજન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 21: Line 21:
પલાંઠી વાળેલા જડ ચરણ ના સે’જ ચસતા,{{gap}}
પલાંઠી વાળેલા જડ ચરણ ના સે’જ ચસતા,{{gap}}
અને ચારે કોરે ઘન તિમિરના કોટ હસતા!
અને ચારે કોરે ઘન તિમિરના કોટ હસતા!
{{right|((‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’))}}
{{right|(‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’)}}
</poem>}}<br>
</poem>}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 16:19, 9 January 2025

૮૮. સાહસનું ઇજન

લાભશંકર ઠાકર

વહી આવે કોનાં ઇજનવચનો? રે પવનની
અશી આવી આવી સ્ખલતી લહરો, સાન્ધ્ય સમયે
હથેલી રાતી કો’ ઊંચકી કરતું સાદ, તટ પે
અહીં બેઠો, વચ્ચે અતલ ઘૂરકે વન્ય નૃપ શો
ઊંઘે ઘેરાયેલો સમદર;

અને મોહનમયી
ક્ષિતિજે અંગુલિ ઇજન કરતી, શ્વાસ મધુરો
મને ઊંડે ઊંડે અડકી કરતો વિહ્‌વલ ભવાં
અહો ખેંચાયેલાં ધનુષ સરખાં તંગ, હમણાં
જશે વીંધી વીંધી શર નજરનું છેક, પલમાં
થશે સંવિત્‌ધારા છલ છલ વહી મુક્ત, સહસા
ઊંચેથી ફંગોળી જલ અતલમાં દેહ, કવિતે!
ધસી આવું તારાં ચરણકમલે આશુ ગતિએ!

પલાંઠી વાળેલા જડ ચરણ ના સે’જ ચસતા,
અને ચારે કોરે ઘન તિમિરના કોટ હસતા!
(‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’)