અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સમદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સમદર સભર સભર લહરાય! {{space}}બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સમદર | બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
સમદર સભર સભર લહરાય!
સમદર સભર સભર લહરાય!

Revision as of 10:49, 10 July 2021


સમદર

બાલમુકુન્દ દવે

સમદર સભર સભર લહરાય!
         બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :

સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
         મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

(પરિક્રમા, પૃ. ૧૨)