અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/પરકમ્માવાસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આવી ચડ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પરકમ્માવાસી | બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,

Revision as of 10:50, 10 July 2021


પરકમ્માવાસી

બાલમુકુન્દ દવે

આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું —
એ જ મથુરા ને એ જ રે કાશી :
         ભોમકાનાં ભમનાર પ્રવાસી.

સંત મળ્યા તેને સાંઈડું લીધું,
ને શઠ મળ્યા તેને ગઠકી દીધી;
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!
ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :
         ભોમકાનાં ભમનાર પ્રવાસી.

વેમાનની અમે વાટ ના જોતાં,
વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;
પેદલ ચાલતાં ચાલતાં મ્હાલતાં
ભમવા નીસર્યાં લખચોરાશી :
         ભોમકાનાં ભમનાર પ્રવાસી.

થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;
ધરતીના કણ કણમાં તીરથ —
એનાં અમે પરકમ્માવાસી :
         ભોમકાનાં ભમનાર પ્રવાસી.

(પરિક્રમા, પૃ. ૧૩)