અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/આવવા ન દે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આવવા ન દે| મરીઝ}} | |||
<poem> | <poem> | ||
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, | જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, |
Revision as of 11:43, 10 July 2021
આવવા ન દે
મરીઝ
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,
જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.
મનદુ:ખ થશે જરામાં કે ઊર્મિપ્રધાન છું,
તારી બધી ય વાત મને જાણવા ન દે.
તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.
એના ઇશારા રમ્ય છે પણ એને શું કરું?
રસ્તાની જે સમજ દે, અને ચાલવા ન દે.
એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,
સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.
એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,
જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.
આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,
કિંતુ સમય જો એમાં ખયાલો નવા ન દે.
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’?
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.