કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૭. રીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. રીસ|– જયન્ત પાઠક}} <poem> તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા અ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭. રીસ|જયન્ત પાઠક}}
{{Heading|૧૭. રીસ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા
તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા

Revision as of 11:56, 10 July 2021

૧૭. રીસ

જયન્ત પાઠક

તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા
અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો
કહ્યો ના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;
તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ દીધી મેં પણ વિદા.

ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન’તું,
સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાંકું પડતું;
હવે આ હૈયું તે નથી વશ મને — સાચું કહું છું.

છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?
તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યુંઃ
બધાંથી સંતાડ્યું નયનનીર જો હોત જ લૂછ્યું
તમારા રૂમાલે, લગીર ભજી એકાન્ત, ટપલી
ધીમે મારી ગાલે કહ્યું હતઃ અરે ચાલ પગલી
હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી—
સજીને બેઠી’તી, તરત પડી હું હોત નીકળી.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૧)