કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૧. વગડા વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૧. વગડા વચ્ચે| | {{Heading|૨૧. વગડા વચ્ચે|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ | વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ |
Revision as of 11:57, 10 July 2021
૨૧. વગડા વચ્ચે
જયન્ત પાઠક
વગડા વચ્ચે તલાવડી ને તલાવડીમાં ફૂલ
ફૂલમાં ફોરમ થૈને પોઢો તમે ભલાજી —
એક કરી લો ભૂલ!
ઉપર ઝૂક્યાં ઝાડ ભલાજી લ્હેર લ્હેરમાં ડોલે,
ભીતર ભીના પ્હાડ, પ્હાડમાં લીલી કોયલ બોલે;
તમે પ્હાડમાં સૂરજ થૈને ઊગો ભલાજી—
એક કરી લો ભૂલ!
સળવળ સળવળ તલાવડીમાં રમે રાતની પરી
પાંખો હેઠળ ચાંદ લઈને તરે ચાંદની નરી
ચાંદ થઈને ઊંચી-નીચી સળવળ સળવળ
થતી છાતીએ સરી ભલાજી—
એક કરી લો ભૂલ!
ચારે કાંઠે તલાવડીના લીલું લીલું ઘાસ,
ભીના ભીના પાથરણામાં ભીની માટીની વાસ;
માટી થૈને ભરી દિયો મઘમઘથી
મારા શ્વાસ ભલાજી—
એક કરી લો ભૂલ!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૧૨)