બાળ કાવ્ય સંપદા/માછલી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|માછલી|લેખક : | {{Heading|માછલી|લેખક : અમૃતલાલ પારેખ <br>(1904-1990)}} | ||
{{center|<poem> | {{center|<poem> | ||
Latest revision as of 15:32, 12 February 2025
માછલી
લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)
હું તો જળની રમનાર રે,
જળની ભમનાર રે,
હું જળઘેલી માછલી !
મારે જળના આહાર રે,
જળના વિહા૨ રે,
હું જળઘેલી માછલી !
મને તેડે તરંગ રે,
ઝૂલવા ઉછંગ રે,
હું જળઘેલી માછલી !
જોઉં તરતાં હું વહાણ રે,
ઊડતાં વિમાન રે,
હું જળઘેલી માછલી !
તમે આવો મુજ ઘેર રે,
ત્યાં મોતીની મ્હેર રે,
હું જળઘેલી માછલી !
મને પૂરીને હોજ રે,
માણે જન મોજ રે,
હું જળઘેલી માછલી !
મને જળ શું બહુ નેહ રે,
ધારું ના દેહ રે,
હું જળઘેલી માછલી !
તમે રાખો એ રીત રે,
જળ-મીનની પ્રીત રે,
હું જળઘેલી માછલી !