zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સૉનેટકાવ્યો

ગુજરાતી સૉનેટકાવ્યો/જૂના પત્રોનો નાશ કરતાં—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૭. જૂના પત્રોનો નાશ કરતાં—|જયન્ત પાઠક}}
{{Heading|જૂના પત્રોનો નાશ કરતાં—|જયન્ત પાઠક}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 02:21, 24 February 2025

જૂના પત્રોનો નાશ કરતાં—

જયન્ત પાઠક

પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા,
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ!
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા,
નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ.

કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં:
આખાં હૈયાં પરબીડિયું થૈ કાળ ને સ્થાન કેરાં
વીંધીને અંતર અહીં સુધી લાવતાં લોક છાનાં
ઊનાં આંસુ તણું લવણ ને લાસ્ય આનંદપ્રેર્યાં!

હૈયે ચાંપી બહુ વખત જેનો કર્યો પાઠ પ્રીતે;
‘રે સંબંધો મરણ પછીયે ના છૂટે કોઈ રીતે’
એવાં એવાં વચન વદતાં કાળની ઠેકડીઓ
કીધી; આજે ખબર પડી કે આખરે એ જ જીત્યો!

જૂના પત્રો અહીંતહીં ચીરા ઊડતા જોઈ ર્હેતો
થોડું કંપે કર, હૃદય થોડું દ્રવે
થોડું...થોડું જ એ તો!