અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> બાઈ રે, જરીક જ વધુ જો વેઠે, આ રહ્યું એનું મકાન ઢૂંકડું અહીં આગળ તર...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...| `ઉશનસ્' નટવરલાલ પંડ્યા}}
<poem>
<poem>
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,

Revision as of 07:18, 12 July 2021

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે. — બાઈ રે.

થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે. — બાઈ રે.

એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? — બાઈ રે.

(સમસ્ત કવિતા, ૧૯૯૬, પૃ. ૫૭૯-૫૮૦)