અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/થોડો વગડાનો શ્વાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|થોડો વગડાનો શ્વાસ|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, | થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, |
Revision as of 07:25, 12 July 2021
થોડો વગડાનો શ્વાસ
જયન્ત પાઠક
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)