અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/સપનાં સપનાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રે! ખાલી સપનાં સપનાં : આ કરુણ જીવનને રોજ કનડતાં આવે છાનાંછપનાં! રે...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સપનાં સપનાં| મકરન્દ દવે}}
<poem>
<poem>
રે! ખાલી સપનાં સપનાં :
રે! ખાલી સપનાં સપનાં :

Revision as of 07:42, 12 July 2021

સપનાં સપનાં

મકરન્દ દવે

રે! ખાલી સપનાં સપનાં :
આ કરુણ જીવનને રોજ કનડતાં
આવે છાનાંછપનાં!
રે! ખાલી સપનાં સપનાં.

સાંજ પડે ને શુંય થતું કે
હૈયું ખાલી ખાલી,
મનમોહનને મળવા કાજે
રે’તું ભાળી ભાળી;
હસી જરી ત્યાં આવે મૂરત
કામણગારી કાળી :
રે! કૂડી જીવ, કલપના!
એ ખાલી સપનાં સપનાં.

અધરાતે મધરાતે હું તો
જાગી જાઉં સફાળી;
રે! કોઈ કહે છે : આવ, આવ ઓ!
આવ મગનભર ચાલી!
સુણી રહું ત્યાં ઘેલી કરતી
વેણુ વાગે વ્હાલી :
રે! જૂઠી જીવ, જલપના!
એ ખાલી સપનાં સપનાં.

રોજ રોજ એ આંખે તરતી
કાયા રંગરૂપાળી;
રે! રોજ રોજ એ જાય લગાડી
માયા કો મર્માળી :
હું કરું અરે શું? ક્યારે મળશો?
મનમોહન વનમાળી!
રે! સૂનાં અંતર – તપનાં
આ સાચ કરો સૌ સપનાં.

૫-૧-’૫૧