અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/આવો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અમે રે સૂકું રૂનું પૂમડું, {{space}}તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આવો!| મકરન્દ દવે}}
<poem>
<poem>
અમે રે સૂકું રૂનું પૂમડું,
અમે રે સૂકું રૂનું પૂમડું,

Revision as of 07:43, 12 July 2021

આવો!

મકરન્દ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
         તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
         વીંધો અમને વ્હાલા, આરંપાર :
         આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે સૂના ઘરનું જાળિયું,
         તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
         ભરો લખ લખ અદીઠા અંબાર :
         આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈ-ખાધું ઈંધણું,
         તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
         આપો અમને અગનના શણગાર :
         આવો, રે આવો હો જીવણ, આમના.

(ગોરજ, ૧૯૫૭, પૃ. ૧૪૮)